Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kanniyakumari : PM મોદી કન્યાકુમારી પહોંચ્યા, ભગવતી અમન મંદિરમાં પૂજા કરી...

PM મોદીના આગમનને લઈને કન્યાકુમારી (Kanniyakumari)માં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને વિવેકાનંદ રોકની આસપાસનો વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે. PM મોદી કન્યાકુમારી (Kanniyakumari) પહોંચી ગયા છે. તેમણે અહીં ભગવર્તી અમન મંદિરમાં પ્રાર્થના કરી હતી. તે ધ્યાન મંડપમમાં બે...
kanniyakumari   pm મોદી કન્યાકુમારી પહોંચ્યા  ભગવતી અમન મંદિરમાં પૂજા કરી
Advertisement

PM મોદીના આગમનને લઈને કન્યાકુમારી (Kanniyakumari)માં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને વિવેકાનંદ રોકની આસપાસનો વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે. PM મોદી કન્યાકુમારી (Kanniyakumari) પહોંચી ગયા છે. તેમણે અહીં ભગવર્તી અમન મંદિરમાં પ્રાર્થના કરી હતી. તે ધ્યાન મંડપમમાં બે દિવસ ધ્યાન કરશે. PM મોદી શનિવારે અહીંથી રવાના થશે. PM મોદીની સુરક્ષા માટે 3000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. વિવેકાનંદ રોક પર રક્ષણના પાંચ તબ્બકા કરવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો દરિયાઈ વિસ્તારની સુરક્ષા કરી રહ્યા છે. તમિલનાડુ મેરીટાઇમ સિક્યુરિટી ગ્રુપના જહાજો પણ દરિયાઈ સરહદની સુરક્ષા માટે તૈનાત છે. ગુરુવારે સવારથી જ માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ રહેશે.

Advertisement

કન્યાકુમારીમાં વાહનોનું સઘન ચેકિંગ...

કન્યાકુમારી (Kanniyakumari) પહોંચનાર તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષાકર્મીઓ સમયાંતરે હોટલ અને રિસોર્ટનું પણ ચેકિંગ કરતા હોય છે. વિવેકાનંદ રોક પર પ્રવાસીઓને લઇ જતી Ferry પણ ગુરુવારે સવારે 10 વાગ્યે બંધ કરી દેવામાં આવી હતી. PM મોદી શનિવારે કન્યાકુમારીથી રવાના થશે. આ પછી જ આ સેવા ફરી શરુ થશે.

PM મોદી 2 દિવસ ધ્યાન કરશે...

લોકસભા ચૂંટણી 2024 માં છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થવાનું છે. તેનું ચૂંટણી પ્રચાર ગુરુવાર (30 મે) સાંજે સમાપ્ત થઇ ગયું છે. ચૂંટણી પ્રચારની સમાપ્તિ બાદ PM મોદી કન્યાકુમારી (Kanniyakumari) પહોંચશે. કાર્યક્રમ અનુસાર PM મોદી વિવેકાનંદ રોક મેમોરિયલ જશે. તેઓ 30 મેની સાંજથી 1 જૂન સુધી અહીં ધ્યાન મંડપમાં ધ્યાન કરશે. દરમિયાન, જ્યારે તે અહીં પહોંચ્યા ત્યારે તેની 33 વર્ષ જૂની તસવીર વાયરલ થઇ રહી છે. 1991 માં ભાજપે કન્યાકુમારીથી જ એકતા યાત્રા શશરુ કરી હતી. આ દરમિયાન અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી સાથે PM મોદી પણ ત્યાં હાજર હતા.

આ પણ વાંચો : Kanniyakumari : PM મોદીની સુરક્ષા માટે 3000 જવાનો તૈનાત, માછીમારો અને પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ…

આ પણ વાંચો : Lok Sabha Election : કાશીના લોકો માટે PM મોદીનો ભોજપુરીમાં ખાસ સંદેશ, કરી આ અપીલ…

આ પણ વાંચો : Pune Porsche Accident Case માં નવો વળાંક, આરોપી છોકરાની માતાએ પણ કર્યું છે ‘કૌભાંડ…’

Tags :
Advertisement

Trending News

.

×