જ્ઞાનવાપી મામલે અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, ASI ને શિવલિંગની કાર્બન ડેટિંગની આપી મંજૂરી
લાંબા સમયથી ચાલી રહેલા જ્ઞાનવાપી પરિસર કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. જેમાં અલ્હાબાદ હાઈકોર્ટે આજે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. HC એ ASI (ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ) ને પરિસરમાં મળેલા 'શિવલિંગ'ની કાર્બન ડેટિંગ કરવાની મંજૂરી આપ છે. જોકે, સંરચનાને નુકસાન ન થાય તેની કાળજી લેવાની પણ સલાહ આપવામાં આવી છે.
હાઇકોર્ટે વારાણસી કોર્ટના આદેશને ફગાવી દીધો
અલ્હાબાદ હાઈકોર્ટે સર્વે દરમિયાન જ્ઞાનવાપી પરિસરમાં મળેલા શિવલિંગના કાર્બન ડેટિંગ ટેસ્ટ અને વૈજ્ઞાનિક સર્વેક્ષણ માટે દાખલ કરવામાં આવેલી અરજીને સ્વીકારી લીધી છે અને ASIને શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વિના તેનું કાર્બન ડેટિંગ ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. વારાણસીની એક કોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવાના સુપ્રીમ કોર્ટના આદેશને કારણે કાર્બન ડેટિંગ ટેસ્ટ કરાવવાનો ઇનકાર કર્યો હતો, જેને પડકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે વારાણસી કોર્ટના આદેશને ફગાવી દીધો છે. જસ્ટિસ અરવિંદ કુમાર મિશ્રાએ લક્ષ્મી દેવી અને અન્ય લોકોની અરજી પર આ આદેશ આપ્યો છે. આ અરજી પર રાજ્ય સરકાર વતી એડિશનલ એડવોકેટ જનરલ એમસી ચતુર્વેદી અને ચીફ પરમેનન્ટ એડવોકેટ જનરલ બિપિન બિહારી પાંડે હાજર થયા હતા. જ્ઞાનવાપી મસ્જિદ વતી એડવોકેટ જનરલ હરિશંકર જૈન, વિષ્ણુ શંકર જૈન અને એસએફએ નકવીએ અરજી રજૂ કરી હતી. કોર્ટે કેન્દ્ર સરકારના વકીલ મનોજ કુમાર સિંહને પૂછ્યું કે શું શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વિના કાર્બન ડેટિંગ કરી શકાય? કારણ કે, આ તપાસથી શિવલિંગની ઉંમરનો ખુલાસો થશે. ASIએ કહ્યું કે શિવલિંગનું કાર્બન ડેટિંગ ટેસ્ટ કોઈપણ નુકસાન વિના કરી શકાય છે.
Gyanvapi mosque matter | Allahabad High Court allows ASI (Archaeological Survey of India) to conduct carbon dating of 'Shivling' found in the premises, without causing any kind of damage to the structure.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 12, 2023
ઉલ્લેખનીય છે કે, જ્ઞાનવાપી કેમ્પસમાં પંચની કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન, 16 મે, 2022 ના રોજ, પરિસરમાં એક કથિત શિવલિંગ મળી આવ્યું હતું. જેના માટે વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કરીને ASIને વૈજ્ઞાનિક સર્વે કરાવવાની માગણી કરવામાં આવી હતી. જો કે, જિલ્લા અદાલતે અરજી ફગાવી દીધી હતી કે સુપ્રીમ કોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી કરી રહી છે. આવી સ્થિતિમાં સિવિલ કોર્ટ પાસે આદેશો પસાર કરવાનો કોઈ અધિકાર નથી.
આ પણ વાંચો - માત્ર 8 હજાર રૂપિયા ઉધાર લઈને કરી હતી શરૂઆત, આજે 3 હજાર કરોડનું બનાવ્યુ સામ્રાજ્ય, જુઓ તસવીરો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ