Prajwal Revanna: ‘હું બેંગલુરુમાં નથી...’ સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પ્રજ્વલ રેવન્નાની પ્રતિક્રિયા સામે આવી
Prajwal Revanna Sex Scandal: કર્ણાટકમાં સેક્સ સ્કેન્ડરમાં ફસાયેલા જનતા દળ સેક્યુલર (JDS) ના સાંસદ પ્રજ્વલ રેવન્ના (Prajwal Revanna)એ પહેલાવાર પોતાની પ્રતિક્રિયા આપી છે. અત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પ્રજ્વલ રેવન્નાએ પોસ્ટ કરીને આ કેસ અંગે પોતાની વાત જણાવી છે. નોંધનીય છે કે, અત્યારે પ્રજ્વલ રેવન્ના સામે કેસ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા રેવન્નાએ લખ્યું કે, હું અત્યારે આ પૂછપરછમાં સામેલ થવા માટે બેંગ્લુરૂમાં નથી, મારી પાસે મારા વકીલ મારફત CID બેંગલુરુ છે. સત્ય જલ્દી જીતશે. પ્રજ્વલ રેવન્નાએ હવે 18 એપ્રિલ પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પોસ્ટ કરી છે. જેમાં પ્રજ્વલ રેવન્નાએ પોતાના વકીલ મારફતે CID સમક્ષ હાજર થવાની અપીલ કરી છે.
સોશિયમ મીડિયામાં પોસ્ટ કરી પોતાની વાત જણાવી
તમને જણાવી દઈએ કે, સેક્સ સ્કેન્ડલમાં સંડોવાયેલા પ્રજ્વલ રેવન્ના અને તેના પિતા એચડી રેવન્નાને SITએ પૂછપરછ માટે નોટિસ જારી કરી છે. આ નોટિસની વાત કરવામાં આવે તો પિતા-પુત્રને તાત્કાલિત પૂછપરછ માટે હાજર રહેવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, રેવન્નાના ઘરે કામ કરતી એક મહિલાની ફરિયાદના આધારે રવિવારે હાસન જિલ્લાના હોલેનરસિપુરા પોલીસે આ બન્ને આરોપી સામે કેસ દાખલ કર્યો હતો. મળતી વિગતો પ્રમાણે આ મામલની હકીકત સામે આવી ત્યારથી પ્રજ્વલ રેવન્ના દેશ છોડીને ભાગી ગયા હતા.
18 એપ્રિલ બાદ પહેલીવાર તેમની પ્રતિક્રિયા સામે આવી
વિગતો એવી સામે આવી રહીં છે કે, તેઓ અત્યારે જર્મનીમાં છે. દેશ છોડીને ગયા બાદ એટલે કે 18 એપ્રિલ બાદ પહેલીવાર તેમની પ્રતિક્રિયા સામે આવી છે. નોંધનીય છે કે, એક સોશિયલ મીડિયા પોસ્ટ કરીને તેમણે પોતાની વાત રજૂ કરી છે. સોશિયમ મીડિયામાં પોસ્ટમાં લખવામાં આવ્યું કે, અત્યારે તેઓ વિદેશ પ્રવાસ કરી રહ્યા છે અને તેમને પૂછપરછ માટે આવવા માટે 7 દિવસનો સમય લાગશે. નોંધનીય છે કે, સાત દિવસ પછી પૂછપરછ માટે હાજર રહેશે તેવી પ્રજ્વલ રેવન્નાના વકીલ દ્વારા SITને વિનંતી કરવામાં આવી છે.
ವಿಚಾರಣೆಗೆ ಹಾಜರಾಗಲು ನಾನು ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಇಲ್ಲದ ಕಾರಣ, ನಾನು ನನ್ನ ವಕೀಲರ ಮೂಲಕ C.I.D ಬೆಂಗಳೂರಿಗೆ ಮನವಿ ಮಾಡಿದ್ದೇನೆ.
ಸತ್ಯ ಆದಷ್ಟು ಬೇಗ ಹೊರಬರಲಿದೆ.
As I am not in Bangalore to attend the enquiry, I have communicated to C.I.D Bangalore through my Advocate. Truth will prevail soon. pic.twitter.com/lyU7YUoJem
— Prajwal Revanna (@iPrajwalRevanna) May 1, 2024
પ્રજ્વલ રેવન્નાને કલમ 41(A) અંતર્ગત નોટિસ આપાઈ હતી
ઉલ્લેખનીય છે કે, SIT દ્વારા પ્રજ્વલ રેવન્નાને સીઆરપીસીની કલમ 41(A) અંતર્ગત નોટિસ આપી હતી. આ નોટિસ પ્રમાણે તેમને રૂબરૂ પૂછપરછ માટે હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું. અત્યારે આ નોટિસના જવાબમાં પ્રજ્વલ રેવન્નાએ પોતાના વકીલ મારફતે હાજર થવા માટે સાત દિવસનો સમય માંગતો એક પત્ર સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના અધિકારીને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે પ્રજ્વલ રેવન્ના બેંગલુરુની બહાર પ્રવાસ પર હતા અને તેમણે તેમને નોટિસ અંગે જાણ કરી હતી અને તેમણે કહ્યું હતું કે મારા ક્લાયન્ટને બેંગલુરુ આવવા માટે 7 દિવસનો સમય છે અને નોટિસની જરૂર છે.