Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યમુનામાં ભયાનક પૂર, દિલ્હીવાસીઓમાં ગભરાટ  !

યમુના (Yamuna)એ દિલ્હી (dealhi)માં જળસ્તરનો 45 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. અત્યારે  યમુનાનું જળસ્તર તેની સર્વોચ્ચ સપાટી 207.55 મીટરે પહોંચી ગયું છે. આ પહેલા, 9 જૂન, 1978ના રોજ યમુનાનું સૌથી વધુ પાણીનું સ્તર 207.49 મીટર નોંધાયું હતું. સાવચેતીના પગલા તરીકે,...
યમુનામાં ભયાનક પૂર  દિલ્હીવાસીઓમાં ગભરાટ 
યમુના (Yamuna)એ દિલ્હી (dealhi)માં જળસ્તરનો 45 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. અત્યારે  યમુનાનું જળસ્તર તેની સર્વોચ્ચ સપાટી 207.55 મીટરે પહોંચી ગયું છે. આ પહેલા, 9 જૂન, 1978ના રોજ યમુનાનું સૌથી વધુ પાણીનું સ્તર 207.49 મીટર નોંધાયું હતું. સાવચેતીના પગલા તરીકે, દિલ્હી પોલીસે દિલ્હીના પૂર પ્રભાવિત વિસ્તારોમાં CrPCની કલમ 144 લાગુ કરી છે.
દિલ્હીમાં લોકોમાં ગભરાટ
યમુનાના પાણીના સ્તરમાં વધારો થવાથી  રાજધાની દિલ્હીમાં લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.  સીએમ અરવિંદ કેજરીવાલે આ મુદ્દે ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠક દિલ્હી સચિવાલયમાં યોજાશે. અન્ય એક મોટા સમાચાર એ છે કે દિલ્હી પોલીસે સાવચેતીના પગલા તરીકે દિલ્હીના પૂર પ્રભાવિત વિસ્તારોમાં CrPCની કલમ 144 લાગુ કરી છે. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં ભારે વરસાદને કારણે યમુના નદીમાં ભારે પૂર આવ્યુ છે. ભારે પૂરના કારણે યમુનાનું જળસ્તર વધીને 207.25 મીટર થઈ ગયું છે, જે 1978 પછીના 207.49ના સર્વોચ્ચ રેકોર્ડ સ્તરની નજીક છે.

Advertisement

વર્ષ 2013 પછી પહેલીવાર આવું બન્યું છે
સેન્ટ્રલ વોટર કમિશન (CWC) ના ફ્લડ-મોનિટરિંગ પોર્ટલ અનુસાર, જૂના રેલ્વે બ્રિજ પર યમુનાનું પાણીનું સ્તર 2013 પછી પ્રથમ વખત સવારે 4 વાગ્યે 207-મીટરની સપાટીને પાર કરી ગયું હતું અને બુધવારે સવારે 8 વાગ્યા સુધીમાં વધીને 207.25 મીટર થયું હતું. પહોંચ્યું સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર બુધવારે બપોરે 12 વાગ્યા સુધીમાં નદીનું જળસ્તર વધીને 207.35 મીટર થઈ જશે અને આ જળસ્તર હજુ પણ વધતું રહેશે.
તંત્રની નજર 
અધિકારીઓએ કહ્યું કે જો પાણીનું સ્તર આ રીતે વધતું રહેશે તો વિભાગ ચેતવણી જારી કરશે. વિભાગે કહ્યું કે સંબંધિત જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ અને તેમની સેક્ટર સમિતિઓ આ કાર્ય માટે સતર્ક છે અને સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગ, દિલ્હી પોલીસ, દિલ્હી જલ બોર્ડ, દિલ્હી શહેરી આશ્રય સુધારણા બોર્ડ અને અન્ય સંસ્થાઓ નજીકથી કામ કરી રહી છે.
Tags :
Advertisement

.