Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Hathras Stampede : હાથરસમાં અકસ્માત બાદ ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત, CM યોગી કરશે મુલાકાત...

ઉત્તર પ્રદેશના હાથરસ (Hathras)માં સત્સંગ દરમિયાન થયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોના મોત થયા છે. સાથે જ ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. PM નરેન્દ્ર મોદી અને CM યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓએ આ મોટી દુર્ઘટના...
hathras stampede   હાથરસમાં અકસ્માત બાદ ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત  cm યોગી કરશે મુલાકાત
Advertisement

ઉત્તર પ્રદેશના હાથરસ (Hathras)માં સત્સંગ દરમિયાન થયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોના મોત થયા છે. સાથે જ ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. PM નરેન્દ્ર મોદી અને CM યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓએ આ મોટી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. હવે ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ પણ બુધવારે હાથરસ (Hathras)ની મુલાકાત લેવા જઈ રહ્યા છે અને પરિસ્થિતિનો તાગ મેળવશે.

Advertisement

વર્તમાન પરિસ્થિતિ શું છે?

Advertisement

હાથરસ જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના CMO મનજીત સિંહે હાથરસ (Hathras)માં નાસભાગની ઘટના પર કહ્યું, "આ અકસ્માતમાં કુલ 116 લોકોના મોત થયા છે, 35 ઘાયલ થયા છે. 32 મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે અમારી પાસે આવ્યા છે, જેમાંથી 19 ની ઓળખ થઈ ગઈ છે. 11 નું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, અમે 11 ઘાયલોને અહીં દાખલ કર્યા છે, તેમની સારવાર ચાલી રહી છે.

Advertisement

ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત...

PAC ના ત્રણ કમાન્ડન્ટ હાથરસ (Hathras) ઘટના સ્થળે પહોંચી ગયા છે. આગ્રા, એટાહ, અલીગઢની પીએસી કંપનીઓ હાથરસ (Hathras) પહોંચી ગઈ છે. NDRF અને SDRF ની 2 કંપનીઓ પણ સ્થળ પર છે. હાથરસ (Hathras)માં મોતની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફોરેન્સિક ટીમ અને ડોગ સ્કવોડ પણ હાથરસ (Hathras) ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફોરેન્સિક ટીમ ઘટના સ્થળેથી તમામ પુરાવા એકત્ર કરશે.

CM યોગી આજે હાથરસમાં રહેશે...

CM યોગી સવારે 10:40 વાગ્યે અમૌસી એરપોર્ટ લખનૌથી ખેરિયા સિવિલ એરપોર્ટ આગ્રા આવશે. અહીંથી 10:45 વાગ્યે હેલિપેડ ખેરિયા સિવિલ એરપોર્ટથી પોલીસ લાઈન, હાથરસ (Hathras) માટે રવાના થશે. આ પછી, મુખ્યમંત્રી 12:00 વાગ્યે હેલીપેડ પોલીસ લાઇન, હાથરસથી ખેરિયા સિવિલ એરપોર્ટ, આગ્રા જશે. ત્યારબાદ 12:05 ખેરિયા સિવિલ એરપોર્ટથી અમૌસી એરપોર્ટ લખનૌ માટે રવાના થશે.

આ પણ વાંચો : Hathras Stampede : જાણો ક્યાં છુપાયો છે હાથરસ મોતના સત્સંગનો બાબા, પોલીસને મળી મોટી સફળતા…

આ પણ વાંચો : Hathras Stampede : મૃતદેહોના ઢગલા જોઈને સૈનિકને હાર્ટ એટેક આવ્યો? પોલીસે જણાવ્યું શું કારણ છે

આ પણ વાંચો : Hathras Stampede : સત્સંગમાં ભાગદોડ, લોકો એકબીજાને કચડી આગળ વધ્યા, જાણો પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું

Tags :
Advertisement

Related News

featured-img
બિઝનેસ

Income Tax ના નિયમો 1 એપ્રિલથી બદલાઈ રહ્યા છે, નવો સ્લેબ થશે લાગુ

featured-img
અમદાવાદ

Vadtal : સ્વામિનારાયણનાં સંતોના બફાટ સામે આચાર્ય રાકેશપ્રસાદ રોષે ભરાયા, જાણો શું કહ્યું ?

featured-img
ગુજરાત

Vikram Thakor : જાણીતા અભિનેતા વિક્રમ ઠાકોર હવે રાજકારણમાં કરશે એન્ટ્રી!

featured-img
સ્પોર્ટ્સ

CSK vs RCB:ચેન્નાઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો

featured-img
રાષ્ટ્રીય

Justice Yashwant Verma ની દિલ્હી હાઇકોર્ટથી અલ્હાબાદ હાઇકોર્ટમાં કરાઇ બદલી

featured-img
ગુજરાત

Vadnagar : યોગ મુદ્રામાં મળેલા 1000 વર્ષ જૂના પુરુષ કંકાળ અને ખોપરીનું શું છે રહસ્ય ?

Trending News

.

×