મણિપુરમાં હિંસાને ડામવા સરકારનો દેખો ત્યાં ઠારનો હુકમ
મણિપુરમાં હિંસક ઘટના વચ્ચે, સરકારે તોફાનીઓ પર દેખો ત્યાં ઠાર કરવાના આદેશ આપ્યા છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે પ્રશાસને આવા પગલા માત્ર આત્યંતિક કેસોમાં જ લેવા જોઈએ. આદિવાસીઓ અને બહુમતી મીતેઈ સમુદાય વચ્ચે...
મણિપુરમાં હિંસક ઘટના વચ્ચે, સરકારે તોફાનીઓ પર દેખો ત્યાં ઠાર કરવાના આદેશ આપ્યા છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે પ્રશાસને આવા પગલા માત્ર આત્યંતિક કેસોમાં જ લેવા જોઈએ.
આદિવાસીઓ અને બહુમતી મીતેઈ સમુદાય વચ્ચે તણાવ
મણિપુરમાં ઘણા દિવસોથી આદિવાસીઓ અને બહુમતી મીતેઈ સમુદાય વચ્ચે તણાવની સ્થિતિ છે. આ તણાવે બુધવારે (3 મે) રાત્રે હિંસાનું સ્વરૂપ લીધું હતું. આ પછી, પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેના અને આસામ રાઇફલ્સની ઘણી ટીમોને તાત્કાલિક રાતભર તૈનાત કરવામાં આવી હતી. હિંસાને કારણે 9,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
તણાવગ્રસ્ત વિસ્તારોમાં કરફ્યું
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બિન-આદિવાસી પ્રભુત્વ ધરાવતા ઇમ્ફાલ પશ્ચિમ, કાકચિંગ, થોબલ, જીરીબામ અને બિષ્ણુપુર જિલ્લાઓ અને આદિવાસી પ્રભુત્વ ધરાવતા ચુરાચંદપુર, કાંગપોકપી અને તેંગનોપલ જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સમગ્ર રાજ્યમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
સીએમ એન બિરેન સિંહે શું કહ્યું?
મુખ્યમંત્રી એન.બિરેન સિંહે લોકોને શાંતિ માટે સરકારને સહકાર આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં બે સમુદાયો વચ્ચે ગેરસમજને કારણે હિંસા થઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે જે કોઈ પણ તોડફોડ કે હિંસા કરશે તેની સામે અમે કાર્યવાહી કરીશું.
શું છે મામલો?
બિન-આદિવાસી મીતેઈ સમુદાયને એસટીનો દરજ્જો આપવાની માંગના વિરોધમાં બુધવારે 'ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ યુનિયન મણિપુર' દ્વારા 'આદિવાસી એકતા માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. તમને જણાવી દઈએ કે તાજેતરમાં મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું હતું કે તેઓ મેઈતેઈ સમુદાયને એસટીનો દરજ્જો આપવાની માંગ પર ચાર અઠવાડિયાની અંદર કેન્દ્રને ભલામણ મોકલે. આ માટે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો---ભરી અદાલતમાં જેણે ગર્લફ્રેન્ડ સાથે સગાઇ કરી હતી..વાંચો ગેંગસ્ટર અનિલ દુજાનાનો પ્રેમનો કિસ્સો
Advertisement