કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી BS Yediyurappa ની કોઇ પણ સમયે થઇ શકે છે ધરપકડ, જાણો પૂરી વિગત
Former CM BS Yediyurappa News : કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી (Former Karnataka Chief Minister) અને બીજેપીના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા (senior BJP leader BS Yeddyurappa) ની મુશ્કેલીઓ વધી રહી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બેંગલુરુની એક કોર્ટે ગુરુવારે કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા વિરુદ્ધ POCSO કેસમાં બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ (non-bailable arrest warrant) જારી કર્યું છે. તેમની સામે પોક્સો એક્ટ (Pocso Act) અને IPCની કલમ 354A (યૌન ઉત્પીડન) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારે સમાચાર છે કે, કોઇ પણ સમયે યેદિયુરપ્પાની ધરપકડ થઇ શકે છે.
પૂર્વ CM ની થઇ શકે છે ધરપકડ
બેંગલુરુની એક કોર્ટે ગુરુવારે કર્ણાટકના પૂર્વ CM બીએસ યેદિયુરપ્પાને એવા સમયે ઝટકો આપ્યો છે જ્યારે થોડા કલાકો પહેલા જ કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરાએ ગુરુવારે કહ્યું હતું કે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID), જે POCSO એક્ટ હેઠળ યેદિયુરપ્પા વિરુદ્ધ કેસની તપાસ કરી રહ્યું છે, તેણે તેમને પૂછપરછ માટે હાજર રહેવા અને જો જરૂર પડે તો ભારતીય જનતા પાર્ટી (BJP) નેતાને નોટિસ જારી કરી છે. ધરપકડ પણ થઈ શકે છે. આ વિશે પોલીસના જણાવ્યા અનુસાર, 17 વર્ષની છોકરીની માતાની ફરિયાદના આધારે યેદિયુરપ્પા વિરુદ્ધ POCSO અને ભારતીય દંડ સંહિતાની કલમ 354A (યૌન ઉત્પીડન) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે આ વર્ષે 2 ફેબ્રુઆરીએ યેદિયુરપ્પાએ અહીં ડૉલર કોલોનીમાં તેના નિવાસસ્થાને એક મીટિંગ દરમિયાન તેની પુત્રીનું યૌન શોષણ કર્યું હતું.
#WATCH | A non-bailable warrant issued against former Karnataka CM and senior BJP leader B.S. Yediyurappa, in connection with a POCSO case.
Victim's lawyer, Advocate S Balan says, "...I never met anyone from the Government or Police or anybody else. It's purely a private case,… pic.twitter.com/p6qex2PofA
— ANI (@ANI) June 13, 2024
પીડિતાના ભાઈનો આરોપ
જણાવી દઇએ કે,, સદાશિવનગર પોલીસે 14 માર્ચે કેસ નોંધ્યાના થોડા કલાકો પછી, પોલીસ મહાનિર્દેશક આલોક મોહને તાત્કાલિક અસરથી વધુ તપાસ માટે કેસ CIDને સોંપવાનો આદેશ જારી કર્યો હતો. યેદિયુરપ્પા પર આક્ષેપો કરનાર 54 વર્ષીય મહિલાનું ગયા મહિને ફેફસાના કેન્સરને કારણે અહીંની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું હતું. પીડિતાના ભાઈએ આ સપ્તાહની શરૂઆતમાં કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે 14 માર્ચે કેસ નોંધવામાં આવ્યો હોવા છતાં તપાસમાં કોઈ કાર્યવાહી થઈ નથી. અરજદારે પ્રાર્થના કરી હતી કે યેદિયુરપ્પાની ધરપકડ કરવામાં આવે અને પૂછપરછ કરવામાં આવે.
Yediyurappa ની સ્પષ્ટતા
આ મામલે સ્પષ્ટતા આપતા યેદિયુરપ્પાએ કહ્યું કે એક મહિલા ઘરે રડતી રડતી આવી હતી. તેમની સમસ્યા સાંભળ્યા બાદ પોતે કમિશનરને ફોન કરીને મદદ કરવા જણાવ્યું હતું. એ જ મહિલા હવે તેની વિરુદ્ધ બોલી રહી છે. આ મામલે પૂર્વ મુખ્યમંત્રીએ હાઈકોર્ટમાં અરજી કરી છે.
આ પણ વાંચો - જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર PMએ યોજી બેઠક, કોઇ કસર ન છોડવા કર્યો આગ્રહ
આ પણ વાંચો - Karnataka ના પૂર્વ CM યેદિયુરપ્પા વિરૂદ્ધ કરાયો જાતીય સતામણીનો કેસ, POCSO અંતર્ગત FIR દાખલ…