ધ્યાનના 45 કલાક પૂર્ણ, 'મારા શરીરનો દરેક કણ દેશ માટે છે', ધ્યાન બાદ PM મોદીનો સંદેશ...
PM નરેન્દ્ર મોદીનું ત્રણ દિવસીય ધ્યાન પૂર્ણ થયું છે. PM મોદી છેલ્લા 45 કલાકથી કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરી રહ્યા હતા. તેઓ ત્રણ દિવસ સુધી ધ્યાન મંડપમમાં રહ્યા. આ ધ્યાન મંડપની ખાસ વાત એ છે કે આ એ જ જગ્યા છે જ્યાં સ્વામી વિવેકાનંદે દેશનો પ્રવાસ કર્યા બાદ ત્રણ દિવસ સુધી ધ્યાન કર્યું હતું. અહીં જ તેમણે વિકસિત ભારતનું સ્વપ્ન જોયું હતું. એવું માનવામાં આવે છે કે દેવી પાર્વતીએ આ સ્થાન પર એક પગ પર ઉભા રહીને ધ્યાન કર્યું હતું.
દેશભરમાં 7 તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે તમામની નજર પરિણામ પર ટકેલી છે. 4 જૂને મતગણતરી થવાની છે. કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં 45 કલાક સુધી ધ્યાન કર્યા બાદ PM મોદીએ પત્ર લખ્યો છે. આ પત્ર કેન્દ્રીય મંત્રી અને BJP નેતા નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ પત્રમાં PM મોદીએ લખ્યું છે કે 'મારું સૌભાગ્ય છે કે આજે આટલા વર્ષો પછી જ્યારે ભારત સ્વામી વિવેકાનંદના મૂલ્યો અને આદર્શોનું પ્રતિક છે, ત્યારે મને પણ આ પવિત્ર સ્થાન પર ધ્યાન કરવાની તક મળી છે.'
केंद्रीय मंत्री और भाजपा नेता निर्मला सीतारमण ने कन्याकुमारी में विवेकानंद रॉक मेमोरियल में ध्यान पूरा करने के बाद पीएम मोदी का एक नोट साझा किया।
पीएम ने लिखा, "यह मेरा सौभाग्य है कि आज इतने वर्षों के बाद, जब भारत स्वामी विवेकानन्द के मूल्यों और आदर्शों का प्रतीक है, मुझे भी इस… pic.twitter.com/BeTopguBlB
— ANI_HindiNews (@AHindinews) June 1, 2024
PM મોદીએ શું કહ્યું...
PM મોદીએ લખ્યું કે 'મા ભારતી'ના ચરણોમાં બેસીને હું ફરી એકવાર મારા સંકલ્પને પુનઃપુષ્ટ કરું છું કે મારા જીવનની દરેક ક્ષણ અને મારા શરીરનો દરેક કણ હંમેશા રાષ્ટ્રની સેવામાં સમર્પિત રહેશે. PM મોદીએ એમ પણ લખ્યું કે, 'રોક મેમોરિયલ ખાતેની આ કવાયત મારા જીવનની સૌથી અવિશ્વસનીય ક્ષણોમાંથી એક છે. મા ભારતીના ચરણોમાં બેસીને આજે હું ફરી એકવાર મારા સંકલ્પને પુનરોચ્ચાર કરું છું કે મારા જીવનની દરેક ક્ષણ અને મારા શરીરનો દરેક કણ હંમેશા રાષ્ટ્રની સેવા, રાષ્ટ્રની પ્રગતિ અને તેના લોકોના કલ્યાણ માટે સમર્પિત રહેશે. હું ભારત માતાને અસંખ્ય વખત નમન કરું છું.
ભારત સ્વામી વિવેકાનંદના મૂલ્યો અને આદર્શોનું પ્રતિક છે...
કેન્દ્રીય મંત્રીએ PM મોદી દ્વારા લખાયેલ પત્ર શેર કર્યો છે. PM એ નોટમાં લખ્યું છે કે મારું સૌભાગ્ય છે કે વર્ષો પછી પણ ભારત સ્વામી વિવેકાનંદના મૂલ્યો અને આદર્શોનું પ્રતિક છે. મને આ પવિત્ર સ્થાન પર ધ્યાન કરવાની તક મળી. મા ભારતીના ચરણોમાં બેસીને હું ફરીથી મારા સંકલ્પને પુનઃપુષ્ટ કરું છું કે મારા જીવનની દરેક ક્ષણ અને મારા શરીરનો પ્રત્યેક કણ હંમેશા રાષ્ટ્રની સેવામાં સમર્પિત રહેશે.
આ પણ વાંચો : Kanyakumari : PM મોદીનું કન્યાકુમારીમાં 45 કલાકનું ધ્યાન પૂર્ણ, પ્રથમ તસવીર સામે આવી
આ પણ વાંચો : એક્ઝિટ પોલના પરિણામોથી ખુશ PM Modi, કહ્યું શા માટે INDIA Alliance હારી રહ્યું છે
આ પણ વાંચો : Exit Polls : તમામ એક્ઝિટ પોલ વાંચી લો એક ક્લિક પર ..!