Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ધોધમાર વરસાદથી દિલ્હી મુશ્કેલી વધી, હવામાન વિભાગની મોટી આગાહી

દેશભરમાં ફરી એકવાર ભારે વરસાદને કારણે લોકોના ટેન્શનમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં બુધવાર (26 જુલાઈ) સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 26 અને 27 જુલાઈએ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે...
ધોધમાર વરસાદથી દિલ્હી મુશ્કેલી વધી  હવામાન વિભાગની મોટી આગાહી
Advertisement

દેશભરમાં ફરી એકવાર ભારે વરસાદને કારણે લોકોના ટેન્શનમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં બુધવાર (26 જુલાઈ) સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 26 અને 27 જુલાઈએ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની  આગાહી  કરવામાં  આવી  છે .  હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મંગળવારે વાદળ ફાટ્યા બાદ બે પુલ ધોવાઈ ગયા હતા અને ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા હતા, ત્યારબાદ હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય IMD એ પૂર્વ મધ્ય ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisement

Advertisement

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બુધવારે (26 જુલાઈ) પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણામાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત બુધવારે પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીરમાં પણ ભારે વરસાદની આશંકા છે. આ સાથે પૂર્વ મધ્ય પ્રદેશ, પશ્ચિમ ભારત, કોંકણ, ગોવા અને મહારાષ્ટ્રમાં 29 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

IMD એ ઉત્તર પ્રદેશના 30 જિલ્લાઓમાં 26 જુલાઈના રોજ ભારે વરસાદ સાથે વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી જારી કરી છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થયો છે. આ સિવાય ઉત્તર પ્રદેશના અન્ય જિલ્લાઓમાં પણ આગામી 36 કલાકમાં લોકોને ગરમીથી રાહત મળવાની આશા છે.

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ વાદળ ફાટ્યું

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મંગળવારે સવારે વાદળ ફાટવાથી આ વિસ્તારમાં કેટલાક મકાનો અને ખેતીની જમીનને નુકસાન થયું હતું અને આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે બે પુલ ધોવાઈ ગયા છે અને ભુંતર-ગડસા રોડ ઘણી જગ્યાએ તૂટી ગયો છે. સ્થાનિક હવામાન કચેરીએ 26 અને 27 જુલાઈના રોજ 12માંથી આઠ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ માટે 'ઓરેન્જ' એલર્ટ જારી કર્યું છે.

હિંડન નદી  હિંડન નદીના જળ સ્તર વધ્યા 

ઉત્તર પ્રદેશમાં ગંગા અને યમુના નદીઓ બાદ હવે હિંડન નદીના જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે. તેનું પાણી નોઈડાના રસ્તાઓ પર ફરી વળી હતું. શહેર નોઈડામાં  વરસાદનું પાણી ફરી વળ્યુ હતું. ડૂબતી કારના વીડિયો વાયરલ થવા લાગ્યા છે.  પાણી ઓળંગીને લોકોને ઓફિસ જવા માટે મજબૂર થઇ રહ્યા છે.

હિંડન નદીમાં પૂર આવતા નોઈડાના ઈકોટેક 3 વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. અહીં 500 જેટલી કાર તરવા લાગી હતી. લોકો માટે રસ્તા પર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે.

આ પણ વાંચો -આજે કારગિલ વિજય દિવસ, 527 જવાનોની શહાદત,વીરતા,અને પરાક્રમને સલામી આપવાનો દિવસ

Tags :
Advertisement

Trending News

.

×