Ayodhya : 22 જાન્યુઆરીએ આ રાજ્યોમાં DRY DAY..!
Ayodhya : અયોધ્યા (Ayodhya) ના રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા યોજવામાં આવી છે જેને ધ્યાનમાં રાખીને, વિવિધ રાજ્યોએ 22 જાન્યુઆરીએ દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશના આબકારી વિભાગે 22 જાન્યુઆરીએ તમામ દારૂની દુકાનો બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે. યુપી એક્સાઇઝ કમિશનર દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, 'તમે જાણો છો કે અયોધ્યાના રામ મંદિરમાં 22 જાન્યુઆરી, 2024ના રોજ પ્રાણપ્રતિષ્ઠા યોજાશે. જેને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે 22 જાન્યુઆરીએ રાજ્યની તમામ દારૂની દુકાનો બંધ રહેશે. લાઇસન્સધારક આ બંધ થવાના સંદર્ભમાં કોઈપણ વળતર અથવા દાવા માટે હકદાર રહેશે નહીં.
આસામ
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્યમાં 22 જાન્યુઆરીને ડ્રાય ડે તરીકે જાહેર કર્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું, 'આસામ કેબિનેટની બેઠકમાં રામ લલ્લા વિરાજમાનના અભિષેક પ્રસંગે ડ્રાય ડે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ મુખ્યમંત્રી મહિલા સાહસિકતા અભિયાનને મંજુરી આપવામાં આવી હતી. આ એક નવી યોજના છે જે ગ્રામીણ મહિલા સાહસિકોને આર્થિક રીતે મદદ કરશે.
ઉત્તરાખંડ
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રાજ્યમાં 22 જાન્યુઆરીને ડ્રાય ડે તરીકે રાખવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટને તેનું પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. ધામીએ જનભાગીદારી દ્વારા વંચિતોને પ્રસાદનું વિતરણ કરવાની વ્યવસ્થા પર ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રીએ 22 જાન્યુઆરીએ મુખ્ય મંદિરો અને ગુરુદ્વારાઓમાં પ્રસાદ વહેંચવાની સલાહ આપી. આ પ્રસાદમાં ઉત્તરાખંડની બાજરી પણ સામેલ કરવાની વાત કરવામાં આવી હતી.
છત્તીસગઢ
છત્તીસગઢ સરકારે 22 જાન્યુઆરીએ ડ્રાય ડે મનાવવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયનું ચુસ્તપણે પાલન થાય તે માટે આબકારી વિભાગ દ્વારા સૂચનાઓ જારી કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે ડ્રાય ડે અંગેનો નિર્ણય છત્તીસગઢ એક્સાઇઝ એક્ટ, 1915ની કલમ 24ની પેટા કલમ (1) હેઠળ લેવામાં આવ્યો છે. 22 જાન્યુઆરીએ રાજ્યમાં તમામ દેશી અને વિદેશી દારૂની છૂટક દુકાનો, રેસ્ટોરન્ટ બાર, હોટેલ બાર અને ક્લબ બંધ રહેશે.
આ પણ વાંચો---AYODHYA SPECIAL GUEST: AYODHYA માં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં દરમિયાન મહેમાનો માટે ભેટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ