Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dolly Chaiwala : 'ડોલી'ની ચાના દિવાના થયા Bill Gates!, સોશિયલ મીડિયા પર શેર કર્યો Video...

Dolly Chaiwala : માઇક્રોસોફ્ટના સ્થાપક અને વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ બિલ ગેટ્સ આ દિવસોમાં ભારતમાં છે. હાલમાં જ તેમણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આમાં તે મહારાષ્ટ્રના નાગપુરમાં એક ચા વેચનારને કહે છે,...
dolly chaiwala    ડોલી ની ચાના દિવાના થયા bill gates   સોશિયલ મીડિયા પર શેર કર્યો video

Dolly Chaiwala : માઇક્રોસોફ્ટના સ્થાપક અને વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ બિલ ગેટ્સ આ દિવસોમાં ભારતમાં છે. હાલમાં જ તેમણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આમાં તે મહારાષ્ટ્રના નાગપુરમાં એક ચા વેચનારને કહે છે, 'એક ચા પ્લીઝ'. આ પછી ચા વેચનાર તેમને સ્ટાઇલમાં ગરમ ​​ચા આપે છે. આ પછી બિલ ગેટ્સ ચાની ચુસ્કી માણતા જોવા મળે છે. બિલ ગેટ્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

કોણ છે ડોલી ચાયવાલા?

બિલ ગેટ્સ જેની પાસેથી ચા માંગે છે તે ચા વેચનારનું નામ 'ડોલી ચાયવાલા' (Dolly Chaiwala) છે. તે અવારનવાર પોતાની અનોખી સ્ટાઈલને કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ડોલી (Dolly Chaiwala) નાગપુરના સદર વિસ્તારમાં ચા વેચે છે. તેણે 10 મા ધોરણ સુધી અભ્યાસ કર્યો, ત્યારબાદ તેણે અભ્યાસ છોડી દીધો. તે લગભગ 16 વર્ષથી નાગપુરના સિવિલ લાઇન વિસ્તાર પાસે ચાની દુકાન ચલાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Bill Gates (@thisisbillgates)

રજનીકાંત સ્ટાઇલમાં ચા પીરસે છે

ડોલી ચાયવાલા (Dolly Chaiwala) સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની સ્ટાઇલમાં ચા પીરસે છે. ડોલી (Dolly Chaiwala)નો પોશાક એકદમ અલગ છે. તેની ડ્રેસિંગ સ્ટાઈલ સામાન્ય માણસ કરતા અલગ છે. તેની હેર સ્ટાઈલ પણ ચર્ચામાં રહે છે.

Advertisement

“ભારતમાં તમે દરેક જગ્યાએ નવીનતા જોઈ શકો છો”

બિલ ગેટ્સે વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું, 'ભારતમાં તમે દરેક જગ્યાએ નવીનતા જોઈ શકો છો. ચાના સાદા કપની બનાવટમાં પણ!' વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ડોલી ચા બનાવવા માટે દૂધમાં ચાની પત્તી, આદુ અને એલચી ઉમેરે છે. વીડિયોના ટેક્સ્ટમાં બિલ ગેટ્સ કહે છે કે હું ફરીથી ભારત આવવા માટે ઉત્સાહિત છું. જે અનોખી નવીનતાઓનું ઘર છે. આ વીડિયો પર લોકો કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

Advertisement

11 લાખથી વધુ લોકો કરી ચૂક્યા છે લાઈક

આપને જણાવી દઈએ કે, આ સમાચાર લખાયા ત્યા સુધીમાં આ વીડિયોને 11 લાખથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Powerful People of Bharat: જાણો કોણ છે ભારત 10 શક્તિશાળી વ્યક્તઓ? આ રહીં યાદી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.