Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું ખરેખરમાં Dhruv Rathee દાઉદ ઈબ્રાહિમના બંગલામાં રહે છે ? અફવા કે પછી...

ધ્રુવ રાઠી (Dhruv Rathee) એક યુટ્યુબર (Youtuber) તરીકે આજે દુનિયભરમાં પ્રખ્યાત છે. તાજેતરમાં તે ખૂબ જ સમાચારમાં રહે છે. સરકાર તરફ તેના શાબ્દિક બાણના વીડિયો (Video) હમણા ખૂબ વાયરલ થયા છે. ત્યારે તેના આવા વીડિયોને ઘણા લોકો વખાણે છે તો...
શું ખરેખરમાં dhruv rathee દાઉદ ઈબ્રાહિમના બંગલામાં રહે છે   અફવા કે પછી
Advertisement

ધ્રુવ રાઠી (Dhruv Rathee) એક યુટ્યુબર (Youtuber) તરીકે આજે દુનિયભરમાં પ્રખ્યાત છે. તાજેતરમાં તે ખૂબ જ સમાચારમાં રહે છે. સરકાર તરફ તેના શાબ્દિક બાણના વીડિયો (Video) હમણા ખૂબ વાયરલ થયા છે. ત્યારે તેના આવા વીડિયોને ઘણા લોકો વખાણે છે તો ઘણા તેની નિંદા (Blasphemy) કરે છે. ઘણા તેને આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલો હોવાનું કહે છે તો ઘણા સરકારને કડક સવાલ અને તેની પોલ ખોલનારા શખ્સ તરીકે તેને ઓળખે છે. તાજેતરમાં તેને લઇને એક સમાચાર સામે આવ્યા છે જેમા કહેવામાં આવી રહ્યું છે કે, તે કરાચીમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ (Underworld Don Dawood Ibrahim) ના બંગલામાં રહે છે. આ વાત કેટલી સાચી અને કેટલી ખોટી તે અંગે તેણે પોતે હવે જણાવ્યું છે.

ધ્રુવ રાઠી વિશે ફેલાઈ તે અફવા કે પછી...

યુટ્યુબર ધ્રુવ રાઠીને આમ તો ભારતના લોકો ઓળખતા જ હતા પણ તે સૌથી વધુ લાઈમ લાઈટમાં ત્યારે આવ્યો જ્યારે તેણે મોદી સરકારને સરમુખત્યાર ગણાવી અને ઈલેક્ટોરલ બોન્ડને ભારતના ઈતિહાસનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું હતું. તેના આ વીડિયા બાદથી તેને ઘણા લોકોએ ટ્રોલ પણ કરવાનું શરૂ કરી દીધું હતું. તાજેતરમાં જ તેના વિશે એક એવી અફવા બહાર આવી કે, તે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના બંગલામાં રહે છે. તેટલું જ નહીં એવી અફવા પણ સામે આવી કે તે પાકિસ્તાની નાગરિક છે અને તેનું સાચું નામ બદરુદ્દીન રાશિદ છે. આવી જ એક ટ્વીટ શેર કરતા તેણે લખ્યું હતું કે જો આ લોકો મારા વીડિયોનો જવાબ આપી શકતા નથી, તો તેઓ આવી અફવાઓ ફેલાવે છે. આ ફેક ન્યૂઝ છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Dhruv Rathee (@dhruvrathee)

Advertisement

વાયરલ પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ધ્રુવ રાઠીની પત્ની પણ પાકિસ્તાની છે અને તેનું નામ ઝુલેખા છે. જોકે, આ અંગે તેણે પોતે ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે, તે પાકિસ્તાની નથી પરંતુ 100 ટકા ભારતીય છે અને તેની પત્ની જર્મન છે. ધ્રુવ રાઠીએ કહ્યું કે નકલી પોસ્ટમાં એવો ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે મુસ્લિમ છે અને તેની પત્ની પાકિસ્તાની છે. ધ્રુવ રાઠીએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આવા દાવાઓને સંપૂર્ણપણે રદિયો આપ્યો હતો.

ધ્રુવ અને તેની પત્ની વિશે ખોટા દાવા 

ધ્રુવ રાઠી અવારનવાર તેમની યુટ્યુબ ચેનલોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સત્તારૂઢ ભાજપ સરકાર પર ટીકાત્મક વીડિયો પોસ્ટ કરે છે. તાજેતરમાં, તેના અને તેની પત્ની વિશે સોશિયલ મીડિયા પર નવા દાવાઓ સામે આવ્યા છે. જેના પર તેમણે ખુલાસો કર્યો હતો. સોશિયલ મીડિયા પર ફરતા થયેલા દાવાઓનો જવાબ આપતા રાઠીએ કહ્યું, "મારા દ્વારા બનાવેલા વીડિયોનો તેમની પાસે કોઈ જવાબ નથી, તેથી તેઓ આ ખોટા દાવાઓ ફેલાવી રહ્યા છે. તમે મારી પત્નીના પરિવારને આમાં ખેંચવા માટે કેટલા હતાશ છો? તમે પણ જોઈ શકો છો. આઈટી સેલના આ કર્મચારીઓનું ઘૃણાસ્પદ નૈતિક કામ." રાઠીએ તેમની યુટ્યુબ ચેનલ પર દાવો કર્યો હતો કે, "શું ભારત સરમુખત્યારશાહી બની રહ્યું છે? લદ્દાખનું મૃત્યુ થઈ રહ્યું છે. ચૂંટણી બોન્ડ ભારતના ઈતિહાસમાં સૌથી મોટું કૌભાંડ છે." તેના વીડિયોને સોશિયલ મીડિયા પર 18 કરોડથી વધુ ફોલોઅર્સ છે .

આ પણ વાંચો - ભારતના જાસૂસ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે ધારે તેને ઠાર કરી શકે, અમેરિકાના દાવા બાદ પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચ્યું

આ પણ વાંચો - Foreign Delegation in India: વિદેશી પાર્ટીઓના નેતાઓ ભારતની મુલાકાતે, PM Modi ની જનસભા જોઈને કહ્યું કે…

Tags :
Advertisement

Trending News

.

×