Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અજાણ્યા ઇમેલ પરથી રેગિંગના મેસેજ કરતાં વડોદરા મેડિકલ કોલેજમાં ખળભળાટ

વડોદરા શહેરમાં આવેલી મેડિકલ કોલેજમાં એક અજાણ્યા ઈમેલે બધાને દોડતા કરી દીધા છે. જી હા કોઈ અજાણ્યા શખ્સ દ્વારા બરોડા મેડિકલ કોલેજના વિવિધ વિભાગોમાં જુનિયર વિદ્યાર્થીઓ પર અત્યાચાર  અને રેગિંગ કરાતું હોવાનો આક્ષેપના કારણે અનેક સવાલો ઉભા થયા છે.સમગ્ર મામલે વાત કરીએ તો વાત જાણે એમ છે કે  બરોડા મેડિકલ કોલેજના વિવિધ વિભાગોમાં છેલ્લા એક સપ્તાહથી અજાણ્યા આઇડી દ્વારા રેગિંગના આક્ષેપ સ
અજાણ્યા ઇમેલ પરથી રેગિંગના મેસેજ કરતાં વડોદરા મેડિકલ કોલેજમાં ખળભળાટ
વડોદરા શહેરમાં આવેલી મેડિકલ કોલેજમાં એક અજાણ્યા ઈમેલે બધાને દોડતા કરી દીધા છે. જી હા કોઈ અજાણ્યા શખ્સ દ્વારા બરોડા મેડિકલ કોલેજના વિવિધ વિભાગોમાં જુનિયર વિદ્યાર્થીઓ પર અત્યાચાર  અને રેગિંગ કરાતું હોવાનો આક્ષેપના કારણે અનેક સવાલો ઉભા થયા છે.
સમગ્ર મામલે વાત કરીએ તો વાત જાણે એમ છે કે  બરોડા મેડિકલ કોલેજના વિવિધ વિભાગોમાં છેલ્લા એક સપ્તાહથી અજાણ્યા આઇડી દ્વારા રેગિંગના આક્ષેપ સાથેના ઈમેલનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં કેટલાક ગંભીર પ્રકારના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. મેડિકલ કોલેજ સંચાલકોને મળેલા ઇ-મેલ અંગે વાત કરવામાં આવેતો કોઈ અજાણી વ્યક્તિ દ્વારા રજૂઆત કરતાં જણાવવામાં આવ્યું છે કે મેડિકલ કોલેજમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓ ને કોઈને કોઈ કારણોસર સતાવવામાં આવી રહ્યા છે.
સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને તેમના મોબાઈલમાં સિનિયરના નંબર સેવ કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે જો કોઈ જુનિયર પોતાના મોબાઈલમાં સિનિયરનો નંબર સેવ કરવાનું ચૂકી જાય તો તેવા વિદ્યાર્થીઓ પાસે સિનિયર દ્વારા સજાના ભાગરૂપે મનફાવે તેવા ટાસ્ક આપવામાં આવે છે. સાથે જ જુનિયરની જે હોબી હોય તે હોબીને બધા સામે એક રૂમમાં પર્ફોર્મ કરવા દબાણ કરવામાં પણ આવી રહ્યું છે. એક રૂમમાં મોટી સંખ્યામાં જુનિયર વિદ્યાર્થીઓને મિટીંગ અથવા કોઈના કોઈ કારણોસર બોલાવવામાં આવે છે અને બાદમાં સિનિયર દ્વારા પોતાનું નામ.જન્મ તારીખ જેવી વિવિધ વિગતો યાદ રાખવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
કોલેજમાં અલગ અલગ વિભાગમાં અલગ અલગ વિદ્યાર્થી જૂથોને જુદીજુદી સજા ફટકારી માનસિક ત્રાસ આપવામાં આવે છે સાથે જ કોલેજ રૂમમાં બનેલી ઘટનાની બહાર જાણ નહીં કરવા ચેતવણી આપવામાં આવે છે જેના કારણે મેડિકલનો અભ્યાસ કરવા આવેલા નવા વિદ્યાર્થીઓ હતાશામાં સપડાયા છે.જેના કારણે તમામ જુનિયર વિદ્યાર્થીઓમાં આઘાતની લાગણી પ્રસરી છે.
જોકે સમગ્ર મામલે મેડિકલ કોલેજના ડીન તનુજા જાવડેકરે જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહથી કોઈ અજાણી વ્યક્તિ દ્વારા રેગિંગના આક્ષેપો સાથે સતત ઈમેલ કરવામાં આવી રહ્યા છે. ઈમેલમાં ગંભીર પ્રકારના આક્ષેપો કરાયા હોવાને કારણે સમગ્ર તંત્ર દોડતું થયું છે. સાથેજ મેનેજમેન્ટ દ્વારા તમામ જુનિયર વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ એ પોતે કોઈ જ તકલીફ ન હોવાની કબૂલાત કરી છે. જેના પરથી એ ફલિત થાય છે કે મેડિકલ કોલેજ માં રેગિંગની કોઈજ ઘટના બની નથી. ઈમેલમાં કરવામાં આવેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે. જેથી કોલેજ પ્રશાસન દ્વારા સમગ્ર મામલે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને આગામી સમયમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે.
મહત્વનું છે કે બરોડા મેડિકલ કોલેજમાં જુનિયર વિદ્યાર્થીઓ પર સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરી માનસિક ત્રાસ આપવાના આક્ષેપના કારણે મેડિકલ કોલેજની છબી ખરડાઈ છે ત્યારે સમગ્ર મામલે જવાબદાર સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે એ તો આગામી સમયમાં જો મેનેજમેન્ટ દ્રારા જ નક્કી કરવામાં આવશે. 
Advertisement
Tags :
Advertisement

.