Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi Exit Poll: દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીને 6-7 બેઠકોની સંભાવના, INDIA ગઠબંધન ખતરામાં

Delhi Exit Poll: દેશની રાજધાની દિલ્હીમાં લોકસભા ચૂંટણીનો જંગ ખૂબ જ રસપ્રદ જોવા મળ્યો હતો. અરવિંદ કેજરીવાલનું દારૂ કૌભાંડ પણ આ દરમિયાન સામે આવ્યું અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. જો કે દિલ્હીમાં મતદાન પહેલા મુખ્યમંત્રીને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન...
delhi exit poll  દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીને 6 7 બેઠકોની સંભાવના  india ગઠબંધન ખતરામાં

Delhi Exit Poll: દેશની રાજધાની દિલ્હીમાં લોકસભા ચૂંટણીનો જંગ ખૂબ જ રસપ્રદ જોવા મળ્યો હતો. અરવિંદ કેજરીવાલનું દારૂ કૌભાંડ પણ આ દરમિયાન સામે આવ્યું અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. જો કે દિલ્હીમાં મતદાન પહેલા મુખ્યમંત્રીને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા હતા. AAP અને કોંગ્રેસે દિલ્હીમાં જોરદાર પ્રચાર અને રોડ શો કર્યા. સાથે જ ભાજપે પણ કોઈ કસર છોડી નથી. વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં રોડ શો પણ કર્યો હતો. હવે બધા ચૂંટણી પરિણામોની રાહ જોઈ રહ્યા છે. આ પહેલા આજે એટલે કે 1 જૂને દિલ્હી લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામો આવવાના છે. તમને જણાવી દઈએ કે, દિલ્હીના સાતેય બેઠકો પર સાતમાં તબક્કામાં મતાદાન યોજાયું હતું.

Advertisement

દિલ્હી (7 સીટ)
એજન્સીNDA ભાજપ+INDIA કોંગ્રેસ+અન્ય
ઈન્ડિયા ટુડે- એક્સિસ માય ઈન્ડિયા6-70-10
એબીપી-સી-વોટર્સ000
ABP ન્યૂઝ-સીવોટર000
ઈન્ડિયા ટીવી-CNX000
રિપબ્લિક ભારત-મેટ્રિઝ000
ઝી ન્યૂઝ000
પોલ ઓફ પોલ્સ610

કોંગ્રેસને 0-1 બેઠક મળવાની સંભાવનાઓ

એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે વાત કરવામાં આવે તો દિલ્હીમાં ભાજપને 6-7 બેઠકો જ્યારે કોંગ્રેસને 0-1 બેઠક મળવાની સંભાવનાઓ છે. નોંધનીય છે કે, ઈન્ડિયા ટુડે- એક્સિસ માય ઈન્ડિયા દ્વારા આ એક્ઝિટ પોલ કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર ફળી શકે છે.

દિલ્હીમાં લોકસભા ચૂંટણીનો જંગ ખૂબ જ રસપ્રદ રહ્યો

દેશની રાજધાની દિલ્હીમાં લોકસભા ચૂંટણીનો જંગ ખૂબ જ રસપ્રદ રહ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં જેલમાં રહ્યા. જો કે દિલ્હીમાં મતદાન પહેલા મુખ્યમંત્રીને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા હતા. AAP અને કોંગ્રેસે દિલ્હીમાં જોરદાર પ્રચાર અને રોડ શો કર્યા. સાથે જ ભાજપે પણ કોઈ કસર છોડી નથી. વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં રોડ શો પણ કર્યો હતો. હવે બધા ચૂંટણી પરિણામોની રાહ જોઈ રહ્યા છે. આ પહેલા આજે એટલે કે 1 જૂને દિલ્હી લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામો આવવાના છે.

Advertisement

લોકસભા ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ ઉત્સાહમાં રહીં છે. આ સાથે સાથે લોકોમાં પણ મતદાનને લઈને ભારે જોશ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીને લઈને સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થયું હતું. આ સાથે સાથે લોકસભાની ચૂંટણીને લઈને 4 જૂને મતગણતરી થશે. આ દિવસે નક્કી થશે કે દેશમાં કઈ પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે?

નોંધ : આ માત્ર વિવિધ એજન્સીઓ દ્વારા સરવે કરી જાહેર કરાયેલ એક્ઝિટ પોલના આંકડા છે. સચોટ પરિણામ 4 જૂનના રોજ જાણી શકાશે, જ્યારે મતગણતરી બાદ પરિણામની જાહેરાત કરાશે. Gujarat First આ આંકડાઓની પુષ્ટિ કરતું નથી.

Advertisement

આ પણ વાંચો: RAJASTHAN EXIT POLL: એક્ઝિટ પોલ પ્રમાણે રાજસ્થાનમાં કાયમ રહેશે ભાજપનો પરચમ

આ પણ વાંચો: Tamil Nadu Exit Poll: DMK-કોંગ્રેસનું વર્ચસ્વ ચાલુ રહેશે કે પછી NDA મારશે બાજી? જાણો શું કહે છે એક્ઝિટ પોલ…

આ પણ વાંચો: Exit Polls: એકબાજું 400 પારનો નારો તો સામે I.N.D.I.A ને ગઢબંધનનો સહારો, જાણો કોનું શું દાવ પર લાગ્યું?

Tags :
Advertisement

.