Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Cyclone Mocha ના કારણે અહીં પડશે વરસાદ, ઑડિશામાં એલર્ટ

હવામાન વિભાગ અનુસાર 6 મે એટલે કે શનિવારે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં એક ચક્રવાત સર્જાશે જે 7 મેના રોજ લો પ્રેશર બનશે. 8 મે સોમવારે તે વધુ ગહન બનશે અને તે બંગાળની ખાડી તરફ આગળ વઘશે. જે બંગાળની ખાડીમાં એક...
cyclone mocha ના કારણે અહીં પડશે વરસાદ  ઑડિશામાં એલર્ટ

હવામાન વિભાગ અનુસાર 6 મે એટલે કે શનિવારે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં એક ચક્રવાત સર્જાશે જે 7 મેના રોજ લો પ્રેશર બનશે. 8 મે સોમવારે તે વધુ ગહન બનશે અને તે બંગાળની ખાડી તરફ આગળ વઘશે. જે બંગાળની ખાડીમાં એક ચક્રાવાતી તોફાનમાં પરિવર્તિત થશે.

Advertisement

શરૂઆતમાં ચક્રાવાત ઉત્તર પૂર્વી ભાગ તરફ હશે. ચક્રવાત શરૂઆતમાં ઉત્તર તરફ આગળ વધતા મધ્ય બંગાળની ખાડી તરફ વધી શકે છે. તે સમયે તે તમિલનાડુના તટ તરફ આગળ વધશે અને પછી 10 થી 11 મેના રોજ માર્ગ બદલશે. ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાની સાથે વધુ મજબુત થશે.

Advertisement

મીડિયા રિપોર્ટ અનુસાર રવિવારથી બુધવાર સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની સંભાવના છે. ચક્રવાત દરમિયાન આસપાસના વિસ્તારોમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. પવનની ઝડપ 70ને પણ પાર કરી શકે છે. પવનની ઝડપ 60-70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને તે 10 મેથી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવાની શક્યતા છે.

આંતરરાષ્ટ્રીય મોડલ પ્રમાણે આ ચક્રવાત ખુબ તેજ ચક્રવાતમાં બદલી શકે છે અને તેનું લેન્ડફોલ દક્ષિણ પૂર્વ બાંગ્લાદેશ કે મ્યાંમારના કિનારે થઈ શકે છે. આ ચક્રવાતનું લેન્ડફોલ ખુબ જ શક્તિશાળી તોફાનના રૂપમાં હોઈ શકે છે. જો ઑડિશા અને બંગાળની તરફ આવી શકે છે. Cyclone Mocha ની પશ્ચિમ બંગાળ અને ઑડિશામાં અસર દેખાશે.

Advertisement

બંગાળની ખાડીમાં બનેલા પ્રેશર આગામી સપ્તાહની શરૂઆતમાં ચક્રવાતમાં બદલી શકે છે પણ તેનાથી પહેલાના દિવસોમાં દક્ષિણ બંગાળના અલગ-અલગ જિલ્લાનું તાપમાન ધીરે-ધીરે વધશે. અલીપુર હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે દરિયાકાંઠાના જિલ્લાનું તાપમાન અપેક્ષા કરતા વધારે છે. જે પછી શુક્રવારે દક્ષિણ બંગાળના બે 24 પરગના, બે મેદિનીપુર અને નદીયામાં વરસાદની શક્યતા છે જોકે બાકીના અન્ય જિલ્લાઓમાં વરસાદની સંભાવના નથી. કોલકત્તામાં વરસાદની શક્યતા નથી.

બંગાળની ખાડીમાં બનેલા Cyclone Mocha ઑડિશા કે બાંગ્લાદેશ તરફ ફંટાશે. Cyclone Mocha ની આગાહી બાદ ઑડિશામાં તૈયારી શરૂ થઈ ગઈ છે. ઑડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે Cyclone Mocha ને લઈ ઉચ્ચ સ્તરિય બેઠક કરી. જેમાં દરિયા કિનારાના લોકોને આશ્રય સ્થાને પહોંચાડવા માટેની ચર્ચા થઈ અને ચક્રવાત આવે તો રાહત અને બચાવ કાર્ય ઝડપથી થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું.

આ પણ વાંચો : હિંસાને કારણે અહીં થઈ ગઈ NEET-UGની પરીક્ષા સ્થગિત

Tags :
Advertisement

.