Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chhattisgarh : નારાયણપુરમાં સુરક્ષા દળોના કેમ્પ પર નક્સલી હુમલો

છત્તીસગઢ (Chhattisgarh)ના નારાયણપુરમાં નક્સલીઓએ સુરક્ષા દળોના કેમ્પ પર હુમલો કર્યો છે. નક્સલીઓએ નારાયણપુરાના ઈરકભટ્ટી કેમ્પ પર દેશી બનાવટના બોમ્બ અને રોકેટ લોન્ચરથી હુમલો કર્યો હતો. પરંતુ સુરક્ષા દળો ખૂબ જ સતર્ક હતા અને નક્સલવાદીઓએ=ને જડબાતોડ જવાબ આપ્યો હતો. નક્સલી હુમલામાં...
chhattisgarh   નારાયણપુરમાં સુરક્ષા દળોના કેમ્પ પર નક્સલી હુમલો

છત્તીસગઢ (Chhattisgarh)ના નારાયણપુરમાં નક્સલીઓએ સુરક્ષા દળોના કેમ્પ પર હુમલો કર્યો છે. નક્સલીઓએ નારાયણપુરાના ઈરકભટ્ટી કેમ્પ પર દેશી બનાવટના બોમ્બ અને રોકેટ લોન્ચરથી હુમલો કર્યો હતો. પરંતુ સુરક્ષા દળો ખૂબ જ સતર્ક હતા અને નક્સલવાદીઓએ=ને જડબાતોડ જવાબ આપ્યો હતો. નક્સલી હુમલામાં સુરક્ષા દળોને કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. તમામ સૈનિકો સુરક્ષિત છે.

Advertisement

કોહકમેટા પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના...

મળતી માહિતી મુજબ, આ ઘટના કોહકમેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. વાસ્તવમાં, સુરક્ષા દળોના જવાનોએ અહીં એક કેમ્પ બનાવ્યો હતો. આ દરમિયાન નક્સલવાદીઓએ તેમના કેમ્પ પર હુમલો કર્યો છે. જે બાદ જવાનોએ પણ હિંમત દાખવીને જવાબી કાર્યવાહી કરી હતી. જવાનોને હતપ્રભ થતા જોઈને નક્સલવાદીઓ ત્યાંથી ભાગી ગયા હતા. જે બાદ તમામ પોલીસ સ્ટેશન કેમ્પને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. નારાયણપુરના SP પ્રભાત કુમારે હુમલાની પુષ્ટિ કરી છે.

નક્સલવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી...

તમને જણાવી દઈએ કે છત્તીસગઢ (Chhattisgarh)માં સુરક્ષાદળોએ નક્સલવાદીઓ વિરુદ્ધ જોરદાર અભિયાન ચલાવ્યું છે. બે દિવસ પહેલા સુરક્ષા દળોએ નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં નવ નક્સલવાદીઓની ધરપકડ કરી હતી, જેમાંથી એક પર 5 લાખ રૂપિયાનું ઈનામ હતું. ઝડપાયેલા નક્સલવાદીઓ પાસેથી વિસ્ફોટકો, દારૂગોળો અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.

Advertisement

પાંચ નક્સલવાદીઓની ધરપકડ...

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે અન્ય એક ઘટનામાં, સુરક્ષા દળોએ ફરસેગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના કુપરેલ અને માંડેમ ગામો નજીકથી પાંચ નક્સલીઓની ધરપકડ કરી હતી, જેઓ 15 મેના રોજ ફરસેગઢ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જના વાહનને લેન્ડમાઈન વડે બ્લાસ્ટ કરવાની ઘટનામાં સામેલ હતા. વિસ્ફોટમાં વાહનને નુકસાન થયું હતું અને સ્ટેશન ઈન્ચાર્જનો આબાદ બચાવ થયો હતો. તેમણે કહ્યું કે પકડાયેલા માઓવાદીઓ વિસ્તારમાં લેન્ડમાઈન લગાવતા, વસૂલાત કરતા, રસ્તાઓ કાપતા અને બેનરો લગાવતા. અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ છે.

Advertisement

8 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું...

આ પહેલા 2 જૂને 8 નક્સલવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જેમાંથી ચાર પર કુલ 5 લાખ રૂપિયાનું ઈનામ હતું. આત્મસમર્પણ કરનારા આઠ નક્સલવાદીઓમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે જેમને કથિત રીતે રસ્તાઓ કાપવાનું, માઓવાદી પત્રિકાઓ અને પોસ્ટરો લગાવવાનું, સુરક્ષા કર્મચારીઓ વિશે માહિતી મેળવવાનું અને માઓવાદીઓ માટે ગેરકાયદે ખંડણી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આત્મસમર્પણ કરનારાઓમાં મહિલા નક્સલવાદી વેટ્ટી માસે (42), તેના પર 2 લાખ રૂપિયાનું ઈનામ હતું. અન્ય ત્રણ નક્સલવાદીઓ સાગર ઉર્ફે દેવા મડકામ (31), પોડિયામ નંદે (30) અને સોઢી તુલસી (32) પર 1-1 લાખ રૂપિયાનું ઈનામ હતું.

આ પણ વાંચો : નકલી આધાર કાર્ડ દેખાડી સંસદમાં ઘૂસવાનો પ્રયાસ કરનાર ત્રણની ધરપકડ, FIR દાખલ…

આ પણ વાંચો : ‘દિલ્હીમાં દોસ્તી, પંજાબમાં કુશ્તી અને ચંડીગઢમાં મસ્તી…’, BJP એ AAP ના નિવેદન પર કર્યો પલટવાર

આ પણ વાંચો : Kedarnath Dham માં ભક્તોની ભારે ભીડ, 28 દિવસમાં 7 લાખથી વધુ ભક્તોએ બાબાના દર્શન કર્યા…

Tags :
Advertisement

.