ચંદ્રયાન-3 એ પાર કર્યો બીજો પડકાર...હવે જઇ રહ્યું છે ચંદ્ર તરફ...!
ભારત(India)નું મહત્વપૂર્ણ મિશન ચંદ્રયાન-3 (Chandrayaan-3) ધીમે ધીમે ચંદ્ર (moon) તરફ આગળ વધી રહ્યું છે. ISROનું કહેવું છે કે ચંદ્રયાન-3 એ બીજી ભ્રમણકક્ષા વધારવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે. ઈસરો(ISRO) ના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3નું સ્થાન હવે 41603 કિમી x 226...
Advertisement
ભારત(India)નું મહત્વપૂર્ણ મિશન ચંદ્રયાન-3 (Chandrayaan-3) ધીમે ધીમે ચંદ્ર (moon) તરફ આગળ વધી રહ્યું છે. ISROનું કહેવું છે કે ચંદ્રયાન-3 એ બીજી ભ્રમણકક્ષા વધારવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે. ઈસરો(ISRO) ના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3નું સ્થાન હવે 41603 કિમી x 226 ભ્રમણકક્ષામાં છે. તે પૃથ્વીની આસપાસ ફરતી વખતે તેના ગુરુત્વાકર્ષણ બળમાંથી બહાર આવશે.
ચંદ્રયાન 3 ની વિશેષતા
ઈસરોએ 14 જુલાઈ 2023ના રોજ ચંદ્રયાન 3 મિશન લોન્ચ કર્યું હતું. આ મિશન બપોરે 2.35 કલાકે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનનું લક્ષ્ય ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ છે. ચંદ્રની સપાટી પર રોવર ચલાવવું અને ચંદ્ર પર હાજર તત્વો વિશે માહિતી એકત્રિત કરવી તેનું મિશન છે. આ યાનને તૈયાર કરવામાં લગભગ 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ યાનનું લેન્ડર ચંદ્રના તે ભાગ એટલે કે ચંદ્રના નિર્જન ભાગોમાં જશે અને ત્યાં હાજર ધાતુ અને અન્ય તત્વો વિશે માહિતી એકત્ર કરશે.
Chandrayaan-3 Mission:
The second orbit-raising maneuver (Earth-bound apogee firing) is performed successfully.The spacecraft is now in 41603 km x 226 km orbit.
The next firing is planned for tomorrow between 2 and 3 pm IST.
— ISRO (@isro) July 17, 2023
ચંદ્રયાન ચંદ્ર પર કેવી રીતે પહોંચશે
સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે ચંદ્રયાન 3 અવકાશયાન લોંચ વ્હીકલ માર્ક 3 (LVM 3) દ્વારા પૃથ્વીની ભ્રમણકક્ષા સુધી પ્રવાસ કર્યો. LVM 3 ની લંબાઈ 43.5 મીટર છે અને તેનું વજન 640 ટન છે. આ રોકેટ 8 ટન સુધીના ભાર સાથે ઉડી શકે છે. ચંદ્રયાન 3 અવકાશયાનમાં, લેન્ડર મોડ્યુલનું વજન 1.7 ટન છે, પ્રોપલ્શન મોડ્યુલનું વજન 2.2 ટન છે અને લેન્ડરની અંદરના રોવરનું વજન 26 કિલો છે.
ચંદ્રની ભ્રમણકક્ષા સુધી પહોંચશે
ચંદ્રયાન 3ને રોકેટની મદદથી પૃથ્વીની કક્ષામાં મોકલવામાં આવશે. આ પછી, આ અવકાશયાન તેના પ્રોપલ્શનનો ઉપયોગ કરીને પૃથ્વીની પરિક્રમા કરીને તેની ત્રિજ્યામાં વધારો કરવાનું ચાલુ રાખશે. ત્રિજ્યા ધીમે ધીમે વધતા ચંદ્રની ભ્રમણકક્ષા સુધી પહોંચશે, ત્યારબાદ અવકાશયાન ચંદ્રની પરિક્રમા કરવાનું શરૂ કરશે. ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યા પછી, લેન્ડરને ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવશે. આ અવકાશયાનને પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર કાપવામાં 45-48 દિવસનો સમય લાગી શકે છે.
આ પણ વાંચો---HDFC બેંક બની વિશ્વની સાતમી સૌથી મોટી બેંક..!
Advertisement