CBI એ ધનબાદમાંથી મુખ્ય ષડયંત્રકારની ધરપકડ કરી, NEET-UG પેપર લીક મામલે મોટી સફળતા...
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટ (NEET-UG) પ્રશ્નપત્ર લીક કેસમાં કથિત સહ-ષડયંત્રકાર અમન સિંહની ઝારખંડના ધનબાદમાંથી ધરપકડ કરી છે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું હતું કે CBI ને પ્રશ્નપત્ર લીકમાં કથિત રીતે ઝારખંડમાં કાર્યરત મોડ્યુલ વિશે ગુપ્ત માહિતી પ્રાપ્ત થયા બાદ સિંહની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે કેન્દ્રીય એજન્સીએ આ કેસના સંબંધમાં છઠ્ઠી ધરપકડ કરી છે.
આરોપીએ શું કર્યું?
અધિકારીઓએ જણાવ્યું હતું કે એજન્સીએ અગાઉ હજારીબાગ સ્થિત ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ અને બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી જેમણે કથિત રીતે NEET ઉમેદવારોને રહેવા માટે ફ્લેટ પૂરો પાડ્યો હતો, જ્યાંથી બિહાર પોલીસે બળી ગયેલા પ્રશ્નપત્રો મેળવ્યા હતા. CBI ના એક વરિષ્ઠ અધિકારીએ મનીષ પ્રકાશ અને આશુતોષ નામના બે લોકોની ધરપકડની પુષ્ટિ કરી છે. પકડાયેલા શખ્સો પટનાથી ઓપરેટ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. અધિકારીએ કહ્યું કે આરોપી આશુતોષ વિદ્યાર્થીઓ માટે સલામત ઘરની વ્યવસ્થા કરી રહ્યો હતો, જ્યારે બીજો આરોપી મનીષ ઉમેદવારોને પરીક્ષાની તૈયારી કરવા માટે શાળામાં લઈ જતો હતો. CBI અધિકારીએ કહ્યું કે મનીષ પ્રકાશ પોતાની કારમાં વિદ્યાર્થીઓને લઈ જતો હતો. જ્યારે વિદ્યાર્થીઓને આશુતોષના ઘરે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. CBI એ આ કેસમાં છ FIR નોંધી છે. બિહારમાં દાખલ કરવામાં આવેલી FIR પ્રશ્નપત્ર લીક સાથે સંબંધિત છે, જ્યારે ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયેલી FIR ઉમેદવારોની છેતરપિંડી અને નકલ કરવા સંબંધિત છે.
NEET-UG row: CBI arrests suspected key conspirator from Jharkhand's Dhanbad
Read @ANI Story | https://t.co/IpGJ0EFB3g#NEETUG2024 #CBI #Jharkhand pic.twitter.com/W9XmEMKnGw
— ANI Digital (@ani_digital) July 4, 2024
આ પરીક્ષા 571 શહેરોમાં 4750 કેન્દ્રો પર લેવામાં આવી હતી...
નેશનલ ટેસ્ટિંગ એજન્સી ( NTA ) સરકારી અને ખાનગી સંસ્થાઓમાં MBBS, BDS, આયુષ અને અન્ય સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET-UG નું આયોજન કરે છે. આ પરીક્ષા આ વર્ષે 5 મેના રોજ 14 વિદેશી શહેરો સહિત 571 શહેરોમાં 4,750 કેન્દ્રો પર લેવામાં આવી હતી. લગભગ 24 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. કુલ 67 વિદ્યાર્થીઓએ સંપૂર્ણ 720 માર્કસ મેળવ્યા હતા, જે NTA ના ઈતિહાસમાં અભૂતપૂર્વ છે. હરિયાણાના એક કોચિંગ સેન્ટરના છ વિદ્યાર્થીઓએ સંપૂર્ણ 720 માર્ક્સ મેળવ્યા હતા, જેના કારણે પરીક્ષામાં ગેરરીતિની શંકા ઊભી થઈ હતી. આરોપ છે કે ગ્રેસ માર્ક્સ આપવાને કારણે 67 વિદ્યાર્થીઓએ 720 માર્કસ મેળવ્યા છે.
CBI ને તપાસ સોંપાઈ...
ગયા મહિનાની શરૂઆતમાં, કેન્દ્ર સરકારે NEET-UG કેસમાં ગેરરીતિઓ સંબંધિત તપાસની જવાબદારી CBI ને સોંપી હતી. CBI એ પેપર લીક, ઉમેદવારો દ્વારા છેતરપિંડી સંબંધિત અનેક FIR નોંધી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA), જે NEET-UG પરીક્ષાનું આયોજન કરે છે, તે કથિત અનિયમિતતાઓને લઈને ટીકાનો સામનો કરી રહી છે. આનાથી દેશભરમાં વિરોધ શરૂ થયો, વિરોધીઓ અને રાજકીય પક્ષોએ NTA ના વિસર્જનની માંગણી કરી.
આ પણ વાંચો : Jodhpur માં ટ્રિપલ મર્ડર, મહિલાની કુહાડીના ઘા મારી હત્યા, 2 માસૂમને પાણીમાં ડૂબાડી દીધા…
આ પણ વાંચો : Hathras Stampede : પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો, જાણો કેવી રીતે થયા લોકોના મોત…
આ પણ વાંચો : Haryana : 4 યુવતીઓ અને ટોયલેટમાં છુપાવેલો કેમેરો….!