જો મને કઇ પણ થયું તો તેના માટે BJP જવાબદાર : રાહિણી આચાર્ય
Rohini Acharya got angry after Saran violence : લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) વચ્ચે બિહારના સારણથી RJD ઉમેદવાર રોહિણી આચાર્ય (Rohini Acharya) એ ભાજપ, રાજીવ પ્રતાપ રૂડી (BJP Rajiv Pratap Rudy) પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે બિહારના સારણમાં ચૂંટણી હિંસા (election violence in Bihar's Saran) અંગે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહારો કર્યા છે. રોહિણી આચાર્યએ કહ્યું કે, છપરામાં વોટિંગ (Voting) દરમિયાન તેમને લાકડીઓથી મારવામાં આવી અને દુર્વ્યવહાર પણ કરવામાં આવ્યો. વધુમાં તેમણે કહ્યું કે, જો મને કઇ થાય છે તો ભાજપ (BJP) ના લોકો જવાબદાર હશે. તેમણે કહ્યું કે જો તેમને કંઈ થશે તો રાજીવ પ્રતાપ રૂડી અને બિહાર સરકાર જવાબદાર હશે.
શું છે સમગ્ર મામલો?
દેશમાં લોકસભાની ચૂંટણીનો હવે અંતિમ તબક્કો બાકી રહ્યો છે. આવતા મહિનાની 1 તારીખે છેલ્લો તબક્કાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા 5 માં તબક્કાના મતદાન બાદ બિહારની સારણ લોકસભા સીટ પર હિંસા જોવા મળી હતી. મતદાન બાદ વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળ્યો હતો. માહોલને જોતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે, આ હિંસા બાદ 21 મે ના રોજ સવારે ફરીથી RJD અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ અથડામણ જોત જોતા હિંસક બની ગઇ હતી અને દરમિયાન ગોળીબાર પણ થયો હતો જેમા એક શખ્સનું મોત થયું હતું. આ પછી, હિંસક અથડામણ દરમિયાન વપરાયેલી બંદૂક પોલીસને મળી આવી હતી. વળી, ભાજપે રોહિણી આચાર્ય પર તેમના સમર્થકો સાથે બૂથ લૂંટવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.
#WATCH पटना, बिहार: राजद नेता और सारण लोकसभा सीट से पार्टी उम्मीदवार रोहिणी आचार्य ने कहा, "...मुझ पर डंडे चलाए गए, मुझे गालियां दी गईं... अगर मुझे एक खरोंच भी आई तो भाजपा के लोग जिम्मेदार होंगे। प्रधानमंत्री से लेकर, राजीव प्रताप रूडी और बिहार सरकार भी..." pic.twitter.com/UxkAW1yamG
— ANI_HindiNews (@AHindinews) May 28, 2024
રોહિણી આચાર્યએ ગોળીબાર કરનારા બદમાશોના ફોટા કર્યા શેર
સમગ્ર મામલે સારણ લોકસભા સીટ પરથી RJD ઉમેદવાર રોહિણી આચાર્યએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "મારી સામે કેસ કરો, ભલે તમે ગોળીબાર કરો. ભાજપના ગુંડાઓએ ગોળીબારનો આદેશ આપ્યો છે. રાજીવ પ્રતાપ રૂડી કહે છે કે ગોળીઓ ચલાવવામાં આવશે. સારણની પુત્રી રોહિણી આચાર્ય નિઃશસ્ત્ર જઈ રહી છે, ચલાઓ ગોળી. જો મને સામાન્ય પણ ઇજા થઇ તો ભાજપના લોકો જ જવાબદાર રહેશે. જણાવી દઇએ કે, આ પહેલા રોહિણી આચાર્યએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 4 લોકોની તસવીરો પોસ્ટ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, છપરામાં વોટિંગ દરમિયાન આ લોકોએ અશાંતિ સર્જી અને RJD સમર્થકની ગોળી મારીને હત્યા કરી દીધી. તેમણે કહ્યું કે, નિઃશસ્ત્ર લોકો પર ગોળીબાર કરનારા બદમાશોને કોઈપણ કિંમતે પકડવા જોઈએ અને ચંદનના હત્યારાઓને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં.
सारण मांग रहा इंसाफ ..
निहत्थों पर गोलीबारी करने वाले उपद्रवियों व् कातिलों को हर हाल में पकड़ा जाए
भाई चंदन के कातिलों को किसी भी कीमत पर न छोड़ा जाए #JusticeForChandan pic.twitter.com/xInvrz9Wjw
— Rohini Acharya (@RohiniAcharya2) May 28, 2024
ઉલ્લેખનીય છે કે, સારણ હિંસા કેસમાં એસપી પણ આરોપી હતા. હિંસા કેસમાં ચૂંટણી પંચના આદેશ પર એસપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ચૂંટણી પંચે એસપી ગૌરવ મંગલાની બદલી કરી હતી. રિપોર્ટ અનુસાર ચૂંટણી પંચની સૂચના બાદ રાજ્ય સરકારે કાર્યવાહી કરી હતી. ચૂંટણી પંચની સૂચનાથી રાજ્ય સરકારે આ આદેશ જારી કર્યો હતો.
આ પણ વાંચો - બિહારના સારણમાં ચૂંટણી બાદ હિંસા, ગોળીબારમાં 1 નું મોત, 2 લોકો ઈજાગ્રસ્ત
આ પણ વાંચો - Delhi : અરવિદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મળ્યો મોટો ઝટકો