Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સંસદ ભવનના ઉદ્ઘાટન પુર્વે મદુરાઇના આ સંતે PM મોદીને લઇને કરી મોટી ભવિષ્યવાણી

નવા સંસદભવનના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન, મદુરાઈ અધીનમના મુખ્ય પૂજારી શ્રી હરિહર દેસિકા સ્વામીગલે કહ્યું છે કે આગામી વર્ષ 2024 માં પણ નરેન્દ્ર મોદી ફરીથી વડા પ્રધાન તરીકે પાછા ફરે. નવા સંસદભવનના ઉદ્ઘાટન દરમિયાન સ્વામીગલ પીએમ મોદીને...
સંસદ ભવનના ઉદ્ઘાટન પુર્વે મદુરાઇના આ સંતે pm મોદીને લઇને કરી મોટી ભવિષ્યવાણી
નવા સંસદભવનના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન, મદુરાઈ અધીનમના મુખ્ય પૂજારી શ્રી હરિહર દેસિકા સ્વામીગલે કહ્યું છે કે આગામી વર્ષ 2024 માં પણ નરેન્દ્ર મોદી ફરીથી વડા પ્રધાન તરીકે પાછા ફરે. નવા સંસદભવનના ઉદ્ઘાટન દરમિયાન સ્વામીગલ પીએમ મોદીને ‘સેંગોલ‘ ભેટ કરશે.મદુરાઈ અધિનમના 293મા મુખ્ય પૂજારી 28 મે રવિવારે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીને રાજદંડ ‘સેંગોલ’ અર્પણ કરશે. સ્વામીગલે કહ્યું કે પીએમ મોદીની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે અને દેશવાસીઓને તેમના પર ગર્વ છે.

Advertisement

અમને તેમના પર ગર્વ છે: સ્વામીગલ
વધુમાં  સ્વામીગલે જણાવ્યું કહ્યું કે  PM નરેન્દ્ર મોદી એવા નેતા છે જેમને દુનિયાભરમાંથી પ્રશંસા મળી. તે તમામ લોકો માટે સારું કામ કરી રહ્યા છે. આવતા વર્ષે 2024માં તેઓ ફરી વડાપ્રધાન બનવાના છે. અમે બધા તેમના પર ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છીએ કારણ કે વિશ્વના નેતાઓ અમારા વડા પ્રધાનની પ્રશંસા કરી રહ્યા છે.
તેમણે એમ પણ કહ્યું કે,હું પીએમ મોદીને મળીશ અને નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે તેમને રાજદંડ ‘સેંગોલ’ અર્પણ કરીશ.” આ ઐતિહાસિક રાજદંડ ‘સેંગોલ’ 14 ઓગસ્ટ, 1947ના રોજ પંડિત જવાહરલાલ નેહરુને અર્પણ કરવામાં આવ્યો હતો અને તે અંગ્રેજો પાસેથી ભારતમાં સત્તા સ્થાનાંતરણના પ્રતીક તરીકે આપવામાં આવ્યો હતો. હવે આ ‘સેંગોલ’ 28 મેના રોજ પીએમ મોદીને સોંપવામાં આવશે.
ઐતિહાસિક રાજદંડ સેંગોલ’ની રચના કરનાર વુમ્મીદી બંગારુ જ્વેલર્સના ચેરમેન વુમ્મિદી સુધાકરે જણાવ્યું હતું કે, “અમે ‘સેંગોલ’ની રચના કરી છે. તે બનાવવામાં અમને એક મહિનાનો સમય લાગ્યો તે સિલ્વર અને ગોલ્ડ પ્લેટેડમાંથી બનાવવામાં આવે છે ત્યારે હું 14 વર્ષનો છોકરો હતોઅમે પીએમ નરેન્દ્ર મોદીના ખૂબ આભારી છીએ.
સેંગોલ માટે સંસદ ગૃહ પવિત્ર સ્થળ
હવે રવિવારે ફરી ઈતિહાસનું પુનરાવર્તન થશે જ્યારે નવું સંસદ ભવન દેશને સમર્પિત થશે. આ દરમિયાન પીએમ મોદીને રાજદંડ ‘સેંગોલ’ આપવામાં આવશે અને તેઓ તેને નવા સંસદભવનમાં સ્થાપિત કરશે. તેને લોકસભા સ્પીકરની ખુરશી પાસે સ્થાપિત કરવામાં આવશે. દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ પણ 14 ઓગસ્ટ 1947ની રાત્રે તેમના નિવાસસ્થાને ઘણા નેતાઓની હાજરીમાં આ ‘સેંગોલ’નો સ્વીકાર કર્યો હતો. જો કે તે પછી તેને અલ્હાબાદ મ્યુઝિયમની નેહરુ ગેલેરીમાં રાખવામાં આવ્યો હતો.
1947ની ઘટનાનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ’14 ઓગસ્ટ, 1947ની રાત્રે જવાહરલાલ નેહરુને તમિલનાડુમાં તિરુવદુથુરાઈ અધીનમ (મઠ)ના અધિમ (પાદરીઓ) વતી ‘સેંગોલ’ આપવામાં આવ્યું હતું. અંગ્રેજો દ્વારા ભારતીયોના હાથમાં સત્તા સ્થાનાંતરિત કરી હતી. વડાપ્રધાન મોદીએ હવે સેંગોલને સ્વતંત્રતાના અમર સમયના રાષ્ટ્રીય પ્રતીક તરીકે અપનાવવાનો નિર્ણય કર્યો છે. અમિત શાહે કહ્યું કે સંસદ ભવન ઐતિહાસિક ‘સેંગોલ’ માટે સૌથી પવિત્ર સ્થળ છે.
Tags :
Advertisement

.