Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મારી છાતી અને ચહેરા પર કર્યો હુમલો, પેટ પર મુક્કો માર્યો... જાણો સ્વાતિ માલીવાલે પોલીસને શું શું જણાવ્યું

Swati Maliwal Assault Case : મહિલાઓની સુરક્ષા વિશે નેતાઓ તેમના ભાષણોમાં કરતા જ હોય છે પણ શું ખરેખર મહિલાઓને સુરક્ષા મળે છે ખરા? આ એક એવો સવાલ છે જેનો જવાબ તો બધાને જ ખબર છે પણ જાહેરમાં તેના વિશે કોઇ...
મારી છાતી અને ચહેરા પર કર્યો હુમલો  પેટ પર મુક્કો માર્યો    જાણો સ્વાતિ માલીવાલે પોલીસને શું શું જણાવ્યું

Swati Maliwal Assault Case : મહિલાઓની સુરક્ષા વિશે નેતાઓ તેમના ભાષણોમાં કરતા જ હોય છે પણ શું ખરેખર મહિલાઓને સુરક્ષા મળે છે ખરા? આ એક એવો સવાલ છે જેનો જવાબ તો બધાને જ ખબર છે પણ જાહેરમાં તેના વિશે કોઇ કઇ બોલવાથી બચતું હોય છે. તાજેતરમાં આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે (Swati Maliwal) દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) ના PA પર પોતાની સાથે મારામારી કરી હોવાનો આરોપ લગાવ્યો છે, જે પછી ખાસ કરીને દિલ્હીની રાજનીતિ (Delhi Politics) માં ગરમાવો જોવા મળ્યો છે. હવે સ્વાતિ માલીવાલે (Swati Maliwal) દિલ્હી પોલીસને લેખિત ફરિયાદ કરી છે જેમા તેમણે કહ્યું છે કે, બિભવે મારી છાતિ અને ચહેરા પર હુમલો કર્યો અને પેટ પર મુક્કા માર્યા હતા.

Advertisement

સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં તપાસ શરૂ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal) ના ઘરે આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ (AAP MP Swati Maliwal) પર હુમલાના કેસમાં દિલ્હી પોલીસે (Delhi Police) તપાસ શરૂ કરી છે. આ કેસમાં સ્વાતિ માલીવાલે (Swati Maliwal) તેમની સાથે બનેલી ઘટનાના 81 કલાક પછી ગુરુવારે અઢી પેજની ફરિયાદ નોંધાવી હતી. સ્વાતિએ પોલીસ અધિકારીઓને તે દિવસે બનેલી ઘટનાની સંપૂર્ણ વિગતો જણાવી હતી. આ પછી દિલ્હી પોલીસે સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહારના મામલામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના PA બિભવ કુમાર વિરુદ્ધ FIR નોંધી છે.

આ કલમો હેઠળ નોંધાઇ ફરિયાદ

પોલીસે બિભવ કુમાર સામે IPC કલમ 354 (સ્ત્રીની નમ્રતા પર અત્યાચાર), 506 (ગુનાહિત ધાકધમકી), 509 (મહિલાની નમ્રતાનું અપમાન કરવાના ઈરાદે કંઈપણ કહેવું, ઈશારો અથવા કાર્ય કરવું) અને 323 (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી) હેઠળ કેસ નોંધ્યો છે. જણાવી દઇએ કે, દિલ્હી પોલીસની એક ડઝન ટીમ ટીમે અરવિંદ કેજરીવાલના PA બિભવ કુમારની શોધ શરૂ કરી રહી છે. જણાવી દઈએ કે બિભવ કુમાર પર સાંસદ સ્વાતિ માલીવાલ પર મારપીટ કરવાનો આરોપ છે. સ્વાતિ માલીવાલે પોતાના પર થયેલા હુમલા અંગે દિલ્હી પોલીસને 7 પાનાની ફરિયાદ આપી છે. આ ફરિયાદમાં સ્વાતિ માલીવાલે જણાવ્યું છે કે કેવી રીતે બિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી હતી. સ્વાતિ માલીવાલે કહ્યું કે, બિભવે મારી છાતી અને ચહેરા પર હુમલો કર્યો અને તેટલું જ નહીં તેણે મારા પેટ પર મુક્કા પણ માર્યા હતા.

Advertisement

કેજરીવાલની પણ પૂછપરછ થઈ શકે છે

સ્વાતિ માલિવાલ પર હુમલો થયો ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઘરની અંદર હાજર હતા. તેથી દિલ્હી પોલીસ તેમની પણ પૂછપરછ કરી શકે છે. પોલીસ CM આવાસ પર હાજર સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓના નિવેદન પણ રેકોર્ડ કરશે. દિલ્હી પોલીસ CM આવાસની અંદર લાગેલા CCTV  કેમેરા પણ ચેક કરશે. સ્વાતિ માલીવાલના આરોપો બાદ દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મૌન જાળવી રાખ્યું છે. તે વારંવાર પ્રશ્નો ટાળી રહ્યો છે.

સ્વાતિ માલીવાલે આ મામલે શું કહ્યું

સ્વાતિ માલીવાલે કહ્યું, "મારી સાથે જે થયું તે ખૂબ જ ખરાબ હતું. મારી સાથે જે થયું તે અંગે મેં પોલીસને મારું નિવેદન આપ્યું છે. મને આશા છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસો મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. હું પ્રાર્થના કરનારાઓનો આભાર માનું છું."

Advertisement

આ પણ વાંચો - Swati Maliwal દુર્વ્યવહાર કેસમાં મોટું કાર્યવાહી, દિલ્હી પોલીસે વિભવ કુમાર વિરુદ્ધ FIR દાખલ કરી…

આ પણ વાંચો - Swati Maliwal પ્રકરણમાં હવે પ્રિયંકા અને માયાવતી પણ મેદાને

Tags :
Advertisement

.