Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ladakh : બરફના થર નીચે દબાયેલા 3 સૈનિકોના મૃતદેહને શોધી કઢાયા

Ladakh : ગયા વર્ષે ઓક્ટોબરમાં લદ્દાખ (Ladakh ) માં થયેલા હિમસ્ખલનમાં 38 ભારતીય સૈનિકો ફસાયા હતા. આ દુર્ઘટના બાદ સેનાએ હાથ ધરેલા ઓપરેશનમાં અનેક જવાનોનો આબાદ બચાવ થયો હતો. તે ઘટનામાં એક સૈનિકનો મૃતદેહ મળી આવ્યો હતો, પરંતુ અન્ય ત્રણ...
ladakh   બરફના થર નીચે દબાયેલા 3 સૈનિકોના મૃતદેહને શોધી કઢાયા

Ladakh : ગયા વર્ષે ઓક્ટોબરમાં લદ્દાખ (Ladakh ) માં થયેલા હિમસ્ખલનમાં 38 ભારતીય સૈનિકો ફસાયા હતા. આ દુર્ઘટના બાદ સેનાએ હાથ ધરેલા ઓપરેશનમાં અનેક જવાનોનો આબાદ બચાવ થયો હતો. તે ઘટનામાં એક સૈનિકનો મૃતદેહ મળી આવ્યો હતો, પરંતુ અન્ય ત્રણ સૈનિકોનો કોઈ પત્તો મળ્યો ન હતો. હવે ઘટનાના લગભગ 9 મહિના બાદ આ 3 જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. તેમની ઓળખ હવાલદાર રોહિત, હવાલદાર ઠાકુર બહાદુર આલે અને નાઈક ગૌતમ રાજવંશી તરીકે થઈ છે. ત્રણેય સૈનિકોના મૃતદેહ બરફની ખાઇ વિસ્તારમાં બરફના થર નીચે દટાયેલા હતા.

Advertisement

9 દિવસ સુધી દરરોજ 10 થી 12 કલાક ખોદકામ થતું હતું.

તમને જણાવી દઈએ કે ઘટના સમયે ગુમ થયેલા ત્રણ સૈનિકોને શોધવા માટે વિશેષ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ પછી આ અભિયાન સફળ ન થઈ શક્યું. હવે લગભગ 9 મહિના બાદ ત્રણેય જવાનોના મૃતદેહ બરફમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ આર્મી મિશનનું નેતૃત્વ હાઈ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલના કમાન્ડન્ટ બ્રિગેડિયર એસએસ શેખાવતે કર્યું હતું. આ મિશનમાં સામેલ વરિષ્ઠ સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઓપરેશન તેમના જીવનનું સૌથી પડકારજનક મિશન હતું. સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર લગભગ 18,700 ફૂટની ઉંચાઈ પર 9 દિવસ સુધી મુશ્કેલ સ્થિતિમાં 10 થી 12 કલાક સુધી સતત ખોદકામ કરવામાં આવ્યું હતું.

Advertisement

ઓપરેશન દરમિયાન અનેક ટન બરફ દૂર કરવામાં આવ્યો

લશ્કરી અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓપરેશન હાથ ધરવા માટે અનેક ટન બરફ દૂર કરવામાં આવ્યો હતો અને આ સમયગાળા દરમિયાન મુશ્કેલ હવામાન શારીરિક અને માનસિક રીતે પડકારજનક હતું. ભારે મુશ્કેલીઓ છતાં સેના તેના મિશનમાં સફળ રહી અને ત્રણ ગુમ થયેલા સૈનિકોના મૃતદેહ મળી આવ્યા. ત્રણમાંથી એક સૈનિકનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. કિન્નૌર જિલ્લાના શહીદ સૈનિક રોહિતના નશ્વર અવશેષોને તેમના વતન ગામ તરંડા લાવવામાં આવ્યા હતા જ્યાં રાજકિય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બાકીના બે જવાનોના મૃતદેહને પણ પૂરા સન્માન સાથે તેમના ઘરે મોકલવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો----- ITBP એ લદ્દાખમાં LAC પાસે ચીનથી લાવવામાં આવેલ 108 KG સોનું ઝડપ્યું

Advertisement

આ પણ વાંચો---- Uttarakhand માં Landslide નો આ વીડિયો જોઇને તમે પણ ગભરાઈ જશો!, ચમોલી બદ્રીનાથ હાઈવે બંધ…

Tags :
Advertisement

.