Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રામ મંદિરના નિર્માણનો વધુ એક વીડિયો વાયરલ, જાણો કેટલું પૂર્ણ થયું કામ

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રી રામ મંદિરનો પહેલો માળ લગભગ તૈયાર થઇ ગયો છે. મંદિરની છતનું લગભગ 40 ટકા મોલ્ડિંગ પણ પૂર્ણ થઈ ગયું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિરના નિર્માણની પ્રગતિનો વીડિયો જાહેર કર્યો છે....
રામ મંદિરના નિર્માણનો વધુ એક વીડિયો વાયરલ  જાણો કેટલું પૂર્ણ થયું કામ

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રી રામ મંદિરનો પહેલો માળ લગભગ તૈયાર થઇ ગયો છે. મંદિરની છતનું લગભગ 40 ટકા મોલ્ડિંગ પણ પૂર્ણ થઈ ગયું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિરના નિર્માણની પ્રગતિનો વીડિયો જાહેર કર્યો છે. વળી, ગર્ભગૃહમાં બિરાજમાન રામલલાની મૂર્તિ હવે અયોધ્યામાં આવતા પત્થરોમાંથી બનાવવાની જગ્યાએ કર્ણાટકમાંથી બનાવવામાં આવે તેવી સંભાવના છે.

Advertisement

કેટલા સમયમાં તૈયાર થઇ જશે રામ મંદિર?

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે. ડિસેમ્બર 2023 સુધીમાં મંદિરનો મુખ્ય માળ તૈયાર થઈ જશે. વર્ષ 2024ના પહેલા મહિનામાં રામલલા ભવ્ય મંદિરમાં બિરાજશે. હવે રામ મંદિર નિર્માણનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રામ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે. વીડિયોમાં મંદિરની ભવ્યતા દેખાઈ રહી છે. શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો શ્રી રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કર્યો છે. આમાં મંદિરની નિર્માણ પ્રગતિ દર્શાવવામાં આવી છે. આ પહેલા પણ શ્રી રામ મંદિરના નિર્માણને લઈને સમયાંતરે તસવીરો બહાર આવી છે. ચંપત રાયે અગાઉ ડ્રોન કેમેરાથી લીધેલા મંદિર નિર્માણની તસવીરો પણ શેર કરી છે. 14 મેના રોજ, ચંપત રાયે મંદિરના નિર્માણની તસવીરો શેર કરી અને જણાવ્યું કે છતનું 40 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.

Advertisement

રામ મંદિરનું નિર્માણ કાર્ય કેટલું થયું પૂર્ણ?

Advertisement

શ્રી રામલલાના દરબારમાં શીશ નમાવીને ચંપત રાયે પૂજા-અર્ચના પણ કરી હતી. તેમણે રામ મંદિરના નિર્માણ કાર્યની સમીક્ષા પણ કરી હતી. જણાવી દઇએ કે, અયોધ્યાની જમીન વિવાદમાં વર્ષ 2010માં હાઈકોર્ટના ત્રણ સદસ્યોની પીઠ દ્વારા એક નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. જસ્ટિસ સુધીર અગ્રવાલે આ પીઠમાં સામેલ હતા. અયોધ્યા સાથે જોડાયેલા જિલ્લાઓના પ્રવેશ માર્ગો પર પ્રવાસન વિભાગ દ્વારા ભવ્ય પ્રવેશ દ્વાર બનાવવામાં આવશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સ્થાયી ગર્ભગૃહમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટેની તારીખની જાહેરાત થઈ ગઈ છે. 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની છતનું 40 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.

મળતી માહિતી અનુસાર રામલલાની નવી અને જૂની બંને મૂર્તિની રામ મંદિરમાં પ્રાણી પ્રતિષ્ઠા કરવામાં આવી શકે છે. 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરના ગર્ભગૃહમાં વિધિ વિધાન અને પૂજા પાઠ સાથે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. 24 એપ્રિલના રોજ દુનિયાના સાત ખંડોમાંથી 155 દેશની નદીઓમાંથી આવેલું પાણી અયોધ્યા પહોંચ્યું હતું. આ પાણીથી અયોધ્યાના રામલલાનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ ક્રાર્યક્રમમાં ભાજપના આગેવાનો, વિવિધ દેશના રાજદૂતો અને એનઆરઆઈ લોકો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો - કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ મમતા બેનર્જીના બદલાયા સૂર, જાણો શું કર્યું એલાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.