Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત સાથે બગડતા સંબંધો વચ્ચે હવે કેનેડામાં વસતા ભારતીયોની સુરક્ષા સામે વધી ગયો છે ખતરો : શશિ થરૂર

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા શરૂ કરવામાં આવેલો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે કેનેડા પર પોતાનું વલણ સ્પષ્ટ કરતા ભારતે પણ એક્શન લેવાની શરૂઆત કરી દીધી છે. બંને દેશોએ એક-એક રાજદ્વારીને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ સાથે...
ભારત સાથે બગડતા સંબંધો વચ્ચે હવે કેનેડામાં વસતા ભારતીયોની સુરક્ષા સામે વધી ગયો છે ખતરો   શશિ થરૂર

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા શરૂ કરવામાં આવેલો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે કેનેડા પર પોતાનું વલણ સ્પષ્ટ કરતા ભારતે પણ એક્શન લેવાની શરૂઆત કરી દીધી છે. બંને દેશોએ એક-એક રાજદ્વારીને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ સાથે ભારતે કેનેડાના નાગરિકો માટે વિઝા સેવાઓ પણ બંધ કરી દીધી છે.  દરમિયાન કોંગ્રેસના સાંસદ અને ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારીની પણ પ્રતિક્રિયા સામે આવી છે.

Advertisement

ભારત-કેનેડા વચ્ચે તણાવ વચ્ચે થરૂરે આપી પ્રતિક્રિયા

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું છે કે, ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સારા નથી અને આ મુદ્દા વધુ બગડે તે પહેલા તેના પર કામ કરવું પડશે. તેમણે કહ્યું કે, "આ ખૂબ જ નિરાશાજનક સ્થિતિ છે. મને સમજાતું નથી કે કેનેડા વતી તેમના દેશમાં ચોક્કસ રાજકીય લાભ માટે આવી વાતો કેમ કરવી પડી. તેમણે કહ્યું કે, આમ કરવાથી તમારા ભારત સાથેના સંબંધોમાં નુકસાન થઇ રહ્યું છે. ભારત અને કેનેડા મહત્વપૂર્ણ વેપારી ભાગીદારો છે, એમ તેમણે જણાવ્યું હતું. શશિ થરૂરે કહ્યું કે, આ સમગ્ર પ્રકરણ પછી કેનેડામાં ભારતીયોની સુરક્ષા સામે ખતરો વધી ગયો છે અને મને લાગે છે કે એકવાર કેનેડાએ આ શરૂ કરી દીધું છે, ત્યારે તેમણે તે જોખમો વિશે સચેત રહેવું જોઇએ જે તેઓ ભડકાવી રહ્યા છે, જેમા એક પ્રકારનો ઉગ્રવાદ સામેલ છે, જે હવે ભારતમાં પંજાબમાં અસ્તિત્વમાં નથી. તેથી હું કેનેડિયનોને પણ વિનંતી કરું છું કે, તે પણ ઊંડો શ્વાસ લે અને જે તેઓ કરી રહ્યાં છે તેના પર પુનર્વિચાર કર."

Advertisement

ગુરપતવંત પન્નુને વીડિયો જાહેર કરીને ધમકી આપી

Advertisement

ભારતમાં આતંકવાદી જાહેર કરાયેલા ગુરપતવંત પન્નુને વીડિયો જાહેર કરીને ધમકી આપી છે, અને કહ્યુ છે કે ઈન્ડો-હિન્દુઓ કેનેડા છોડો, ઈન્ડિયા જાઓ.. જે માત્ર ભારતનું સમર્થન નથી કરી રહ્યા પરંતુ ખાલિસ્તાન તરફી શીખોના ભાષણ અને અભિવ્યક્તિના દમનને પણ સમર્થન આપી રહ્યા છો તેઓએ તાત્કાલિક કેનેડા છોડી દેવું જોઈએ. આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે કેનેડાના PM જસ્ટિન ટ્રુડો અને ભારત સરકાર વચ્ચે જોરદાર ચર્ચા ચાલી રહી છે. હકીકતમાં, ટ્રુડોએ આરોપ લગાવ્યો છે કે હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનું ષડયંત્ર હોઈ શકે છે. આના પર ભારત સરકારે પણ વળતો જવાબ આપ્યો અને તમામ નિવેદનોને વાહિયાત ગણાવ્યા. તે ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આ નિવેદનના કલાકો પછી, ટ્રુડોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કેનેડા ‘ઉશ્કેરણી’ કરવાનો પ્રયાસ કરી રહ્યું નથી.

સુખવીર સિંહ બાદલે પણ ચિંતા વ્યક્ત કરી 

અગાઉ અકાલી દળના વડા અને સાંસદ સુખવીર સિંહ બાદલે કહ્યું હતું કે આજે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો જે રીતે બન્યા છે તેની ભારતના નાગરિકો પર ભારે અસર પડી રહી છે કારણ કે મોટાભાગના ભારતીયો કેનેડામાં રહે છે, ઘણા પંજાબના લોકો ત્યા છે. પંજાબમાં છેલ્લા 2 દિવસમાં લોકો ખૂબ જ પરેશાન છે. હું ભારત સરકારને આનો જલ્દી ઉકેલ લાવવા વિનંતી કરું છું.

આ પણ વાંચો - Canada India Relations: ભારત-કેનેડા વચ્ચે વધ્યો તણાવ, ભારતે કેનેડિયનો માટે વિઝા સેવાઓ કરી સ્થગિત

આ પણ વાંચો - ભારત સાથેના સંબંધોને વધારે ખરાબ કરતું કેનેડા, વધુ કેટલાક રાજદ્વારીઓને કેનેડા પરત બોલાવ્યા

આ પણ વાંચો - ભારત-કેનેડા તણાવ વચ્ચે કરોડોની એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી પર જોખમ, કેનેડા અભ્યાસ કરતા સંતાનોના વાલીઓ ચિંતામાં

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.