CAA લાગુ થયા બાદ UP માં સુરક્ષાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું
UP : જે વાયદો કર્યો તે પૂર્ણ કરવાની આદતથી મજબૂર બનેલી મોદી સરકારે વધુ એક નિર્ણય લઇને લોકોને ચોંકાવી દીધા છે. જીહા, લોકસભાની ચૂંટણી સામે છે ત્યારે મોદી સરકાર દ્વારા CAA લાગુ કરવાનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સાથે સરકારે દેશમાં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) 2019 ના નિયમો પણ લાગું કરી દીધા છે. લોકસભાની ચૂંટણી પહેલા આ સરકારનો સૌથી મોટો નિર્ણય હોવાનું કહેવાઇ રહ્યું છે. CAA લાગુ થયા બાદ ઉત્તર પ્રદેશમાં સુરક્ષાને લઇને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.
CAA લાગુ થયા બાદ UP માં સુરક્ષાને લઇને એલર્ટ
કેન્દ્ર સરકારે CAA લાગુ કરી દીધું છે ત્યારબાદ હવે ઉત્તરપ્રદેશમાં સુરક્ષાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યના DGP પ્રશાંત કુમારે તમામ જિલ્લાઓને એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે. 3 દિવસ પહેલા પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા DGP પ્રશાંત કુમારે તમામ જિલ્લાઓમાં તૈનાત અધિકારીઓને CAA ના અમલીકરણની સંભાવના અંગે સતર્ક રહેવાનો આદેશ આપ્યો હતો. હવે જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ તમામ સંવેદનશીલ જિલ્લાઓમાં વધારાના પોલીસ દળોની તૈનાતી સાથે વિશેષ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. DGP હેડક્વાર્ટરથી સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશ ઉપરાંત દેશની રાજધાની દિલ્હીમાં પણ પોલીસ એલર્ટ મોડમાં છે. પોલીસે ત્રિલોકપુરી, સીલમપુર સહિત તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળોએ ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પૂર્વ દિલ્હીના ઘણા વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી.
આર્ટિકલ 370 પછી ભારત સરકારનો આ સૌથી મોટા નિર્ણય
ઉલ્લેખનીય છે કે, સંસદ દ્વારા પસાર થયાને 5 વર્ષ વીતી ગયા છે. CAA ને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ છે. તેનો અર્થ એ કે CAA નો રસ્તો લગભગ સાફ છે. મોદી સરકારે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી અત્યાચાર ગુજારાયેલા બિન-મુસ્લિમ ઈમિગ્રન્ટ્સને નાગરિકતા આપવાના મામલે એક પગલું આગળ વધાર્યું છે. આ અંતર્ગત હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકો જે 31 ડિસેમ્બર 2014 પહેલા ભારત આવ્યા હતા તેઓ ભારતીય નાગરિકતા મેળવી શકશે. CAA ડિસેમ્બર 2019 માં પસાર કરવામાં આવ્યો હતો અને બાદમાં રાષ્ટ્રપતિની સંમતિ મળી હતી પરંતુ દેશના ઘણા ભાગોમાં તેના વિરોધને કારણે તેનો અમલ કરવામાં આવ્યો ન હતો. જોકે, હવે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) 2019 ના નિયમો પણ લાગું કરી દેવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, CAAના નિયમો આજે એટલે કે સોમવાર રાતથી લાગુ થઈ ગયા છે. ગૃહ મંત્રાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરી દેશમાં CAA લાગુ કરી દેવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા કેન્દ્ર સરકાર તરફથી આ એક મોટી જાહેરાત છે. ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન અધિનિયમ લાગું કરી દેવામાં આવ્યો છે. ભારતના ઈતિહાસમાં આર્ટિકલ 370 પછી ભારત સરકારનો આ સૌથી મોટા નિર્ણય છે.
આ પણ વાંચો - ભારતમાં CAA ના નિયમો લાગું, ગૃહ મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન
આ પણ વાંચો - તમે જાણો છો શું છે CAA ? આ રહી સંપૂર્ણ વિગતો
આ પણ વાંચો - લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, આજથી લાગુ થઇ શકે છે CAA