Kanniyakumari : PM મોદીની સુરક્ષા માટે 3000 જવાનો તૈનાત, માછીમારો અને પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ...
PM મોદીના આગમનને લઈને કન્યાકુમારી (Kanniyakumari)માં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને વિવેકાનંદ રોકની આસપાસનો વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે. PM મોદી ગુરુવારે સાંજે અહીં પહોંચશે અને કેટલાક કલાકો સુધી ધ્યાન કરશે. તે શનિવારે અહીંથી રવાના થશે. PM મોદીની સુરક્ષા માટે 3000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. વિવેકાનંદ રોક પર રક્ષણના પાંચ તબક્કા કરવામા આવ્યા છે.
ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો દરિયાઈ વિસ્તારની સુરક્ષા કરી રહ્યા છે. તમિલનાડુ મેરીટાઈમ સિક્યુરિટી ગ્રુપના જહાજો પણ દરિયાઈ સરહદની સુરક્ષા માટે તૈનાત છે. ગુરુવારે સવારથી જ માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આગામી ત્રણ દિવસ માછીમારોના દરિયામાં જવા પર પ્રતિબંધ રહેશે.
#WATCH तमिलनाडु | प्रधानमंत्री नरेंद्र मोदी कन्याकुमारी पहुंचे जहां वह 30 मई की शाम से 1 जून की शाम तक ध्यान करेंगे।
पीएम मोदी उसी ध्यान मंडपम में दिन-रात ध्यान करेंगे, जहां स्वामी विवेकानन्द ने ध्यान किया था। pic.twitter.com/4D2Yi1iCfH
— ANI_HindiNews (@AHindinews) May 30, 2024
કન્યાકુમારીમાં વાહનોનું સઘન ચેકિંગ...
કન્યાકુમારી (Kanniyakumari) પહોંચનાર તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષાકર્મીઓ સમયાંતરે હોટલ અને રિસોર્ટનું પણ ચેકિંગ કરતા હોય છે. વિવેકાનંદ રોક પર પ્રવાસીઓને લઇ જતી Ferry પણ ગુરુવારે સવારે 10 વાગ્યે બંધ કરી દેવામાં આવી હતી. PM મોદી શનિવારે કન્યાકુમારીથી રવાના થશે. આ પછી જ આ સેવા ફરી શરુ થશે.
PM મોદી 2 દિવસ ધ્યાન કરશે...
લોકસભા ચૂંટણી 2024 માં છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થવાનું છે. તેનું ચૂંટણી પ્રચાર ગુરુવાર (30 મે) સાંજે સમાપ્ત થઇ ગયું છે. ચૂંટણી પ્રચારની સમાપ્તિ બાદ PM મોદી કન્યાકુમારી (Kanniyakumari) પહોંચશે. કાર્યક્રમ અનુસાર PM મોદી વિવેકાનંદ રોક મેમોરિયલ જશે. તેઓ 30 મેની સાંજથી 1 જૂન સુધી અહીં ધ્યાન મંડપમાં ધ્યાન કરશે. દરમિયાન, જ્યારે તે અહીં પહોંચ્યા ત્યારે તેની 33 વર્ષ જૂની તસવીર વાયરલ થઇ રહી છે. 1991 માં ભાજપે કન્યાકુમારીથી જ એકતા યાત્રા શશરુ કરી હતી. આ દરમિયાન અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી સાથે PM મોદી પણ ત્યાં હાજર હતા.
આ પણ વાંચો : Lok Sabha Election : કાશીના લોકો માટે PM મોદીનો ભોજપુરીમાં ખાસ સંદેશ, કરી આ અપીલ…
આ પણ વાંચો : Pune Porsche Accident Case માં નવો વળાંક, આરોપી છોકરાની માતાએ પણ કર્યું છે ‘કૌભાંડ…’
આ પણ વાંચો : Jammu and Kashmir : પુંછ હાઈવે પર મોટો અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ ખાડામાં પડી, 20 ના મોત…