Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

USA : આ પોર્નસ્ટારને લાગી રહ્યો છે ડર, જો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે તો...

If Donald Trump becomes President : આ વર્ષના અંતમાં અમેરિકા (USA) માં રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election) યોજાવાની છે અને આ ચૂંટણીમાં પણ વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ((current President Joe Biden and Donald Trump) વચ્ચે જંગ...
usa   આ પોર્નસ્ટારને લાગી રહ્યો છે ડર  જો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે તો

If Donald Trump becomes President : આ વર્ષના અંતમાં અમેરિકા (USA) માં રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election) યોજાવાની છે અને આ ચૂંટણીમાં પણ વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ((current President Joe Biden and Donald Trump) વચ્ચે જંગ જોવા મળશે તેવી પૂરી સંભાવનાઓ છે. આ વચ્ચે પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે (Pornstar Stormy Daniels) એક નવો ખુલાસો કરી સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. પોર્નસ્ટારે દાવો કર્યો છે કે, ટ્રમ્પનો પર્દાફાશ કર્યા બાદ તે મુશ્કેલીમાં છે.

Advertisement

પોર્નસ્ટારને મળી રહી છે જાનથી મારી નાખવાની ધમકી

પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું ત્યારથી જ લોકો તેને ગોલ્ડ ડિગર, ફ્રોડ અને ઘણુ બધુ કહેવા લાગ્યા હતા. પણ હવે તો લોકો તેને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા છે. આ સ્ટોર્મી ડેનિયલ્સનું કહેવું છે. તે કહે છે કે, તેને એવી કોમેન્ટ્સ મળી રહી છે જે તેના માટે ખૂબ જ મુશ્કેલી ઉભી કરી શકે છે. તેને એવો ભય છે કે જો ટ્રમ્પ રાષ્ટ્રપતિપદની રેસમાં સફળ થાય છે તો તેમના માટે સ્થિતિ વધુ ખરાબ થઈ જશે. સ્ટોર્મી ડેનિયલ્સે દાવો કર્યો છે કે જ્યારથી તેણે આરોપ લગાવ્યો છે કે ટ્રમ્પે તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા છે અને તે સંબંધને છુપાવવા માટે તેને કરોડો રૂપિયા આપ્યા છે, જ્યારથી તેણે આ વાતનો ખુલાસો કર્યો છે ત્યારથી તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેણે આગળ કહ્યું કે, "2018 માં તેને 'જૂઠ્ઠી અને ગોલ્ડ ડિગર' કહીને ચીડવવામાં આવી હતી. આ વખતે, કઇંક અલગ થઇ રહ્યું છે. હવે તેને સીધી ધમકી મળી રહી છે. મને એક શખ્સે કહ્યું કે - 'હું તારું ગળું કાપવા તારા ઘરે આવીશ.' ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રાયલ નજીક આવી રહી છે અને લગભગ 5 અઠવાડિયાની જુબાની પછી મને ધમકીઓ મળી રહી છે."

ટ્રમ્પ રાષ્ટ્રપતિ બની શકે છે તેવી આશંકા

સ્ટોર્મી ડેનિયલ્સ કહે છે કે તેને ડર છે કે ટ્રમ્પ રાષ્ટ્રપતિ ન બની જાય. જો તે ચૂંટણી જીતવામાં સફળ થશે તો તે મુશ્કેલીમાં મુકાઈ જશે. ટ્રમ્પ સમર્થકો રેલીઓમાં સતત ઉશ્કેરાયેલા દેખાય છે. તેને હંમેશા પોતાના જીવનું જોખમ રહે છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને પૈસા આપવાનો આ મામલો 2016નો છે. તે સમયે ખુલાસો થયો હતો કે ટ્રમ્પનું એક પોર્નસ્ટાર સાથે અફેર હતું અને આરોપ છે કે તેણે સ્ટોર્મીને તેને છુપાવવા માટે 1 લાખ 30 હજાર ડોલર ચૂકવ્યા હતા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની કંપનીએ આ પૈસા તેમના વકીલ માઈકલ કોહેનને આપ્યા હતા, જેમણે ટ્રમ્પ વતી પોર્નસ્ટારને ચૂકવ્યા હતા. સ્ટોર્મીના આ ખુલાસા બાદ શું ટ્રમ્પ સમર્થકો તેને મારાવાનું વિચારશે કે પછી આ માત્ર સ્ટોર્મીની બનાવટી વાતો હતી, આવનારા દિવસોમાં જોવું રહ્યું.

Advertisement

અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ બની શકે છે?

અમેરિકી બંધારણની આર્ટિકલ 2 ની કલમ 1 માં રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. આમાં ત્રણ મહત્વની બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે જેના હેઠળ અમેરિકન ચૂંટણીનો પાયો નાખવામાં આવ્યો છે, જો કોઈ વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માંગે છે તો તેને ત્રણ શરતો પૂરી કરવી જરૂરી છે.

1. ચૂંટણી લડનાર વ્યક્તિ જન્મજાત અમેરિકન હોવી જોઈએ.

Advertisement

2. તેની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષ હોવી જોઈએ.

3. ચૂંટણી લડનાર વ્યક્તિ ઓછામાં ઓછા 14 વર્ષથી અમેરિકામાં રહેતો હોવો જોઈએ.

આ પણ વાંચો - British : વરસાદ વચ્ચે Rishi Sunak એ આપ્યું જોરદાર ભાષણ, રાજકીય વર્તુળોમાં હલચલ…

આ પણ વાંચો - Nikki Haley એ પોતાની પ્રથમ જીત હાંસલ કરી, આ રાજ્યની પ્રાથમિક ચૂંટણીમાં ટ્રમ્પને હરાવ્યા…

Tags :
Advertisement

.