Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UK PM Rishi Sunak: બ્રિટનની શાળામાં મોબાઈલ પર પ્રતિબંધ, અન્ય દેશો પણ કરી રહ્યા છે વિચાર

UK PM Rishi Sunak: બ્રિટનામાં ભારતીય મૂળના પ્રધાનમંત્રી ઋષિ સુનકે એક મહત્વનો નિર્મણ લીધો છે. મોબાઈલનું વલણ અત્યારે ખુબ વધી રહ્યું છે. જેથી મોબાઈલ ફોનની લત અને તેનાથી શાળામાં થતી પહેશાનીઓની તંગ આવીને પ્રધાનમંત્રીએ બ્રિટનની શાળામાં મોબાઈલ પર પ્રતિબંધ (Mobile...
uk pm rishi sunak  બ્રિટનની શાળામાં મોબાઈલ પર પ્રતિબંધ  અન્ય દેશો પણ કરી રહ્યા છે વિચાર
Advertisement

UK PM Rishi Sunak: બ્રિટનામાં ભારતીય મૂળના પ્રધાનમંત્રી ઋષિ સુનકે એક મહત્વનો નિર્મણ લીધો છે. મોબાઈલનું વલણ અત્યારે ખુબ વધી રહ્યું છે. જેથી મોબાઈલ ફોનની લત અને તેનાથી શાળામાં થતી પહેશાનીઓની તંગ આવીને પ્રધાનમંત્રીએ બ્રિટનની શાળામાં મોબાઈલ પર પ્રતિબંધ (Mobile Ban) લગાવી દીધો છે. પ્રધાનમંત્રી ઋષિ સુનકના આ નિર્ણયની અત્યારે વિશ્વભરના અનેક દેશોમાં ચર્ચા થઈ રહી છે. બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આની જાહેરાત કરી છે.

Advertisement

આ નિર્ણયની અત્યારે વિશ્વભરના અનેક દેશોમાં ચર્ચા

પ્રધાનમંત્રી ઋષિ સુનકે અનોખી રીતે વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. શેર કરવામાં આવેલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વારંવાર તેમના ફોનમાં રિંગ વાગે છે. તેનો અર્થ એવો છે કે, તેમણે પ્રેક્ટિકલ રીતે સમજાવ્યું છે કે, મોબાઈલ કઈ રીતે ક્લાસરૂપમાં અડચણો ઊભી કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે વારંવાર વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ વચ્ચે જ તેનો ફોન વાગી રહ્યો છે. ફોનની ત્રણ વાર રિંગ વાગ્યા પછી, ઋષિ સુનકે ખિસ્સામાંથી ફોન કાઢીને બાજુ પર મૂક્યો અને કહ્યું જુઓ આ કેટલું નિરાશાજનક છે. આ રીતે ઉદાહરણ આપીને તેઓએ બ્રિટનની શાળામાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ (Mobile Ban) લાદી દીધો છે.

Advertisement

Advertisement

મોબાઈલના કારણે તેમને ભણવામાં મુશ્કેલીઓ સર્જાય છે

ઋષિ સુનકે વધુમાં જણાવ્યું કે, માધ્યમિક શાળાના લગભગ ત્રીજા ભાગના વિદ્યાર્થીઓએ તેમને કહ્યું છે કે મોબાઈલના કારણે તેમને ભણવામાં મુશ્કેલીઓ સર્જાય છે. ઉલ્લેખનીય છે કે, ચાલું ક્લાસમાં મોબાઈલ જો વારંવાર વાગે છે તો ક્લાસમાં રહેલા અન્ય વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકવાનું છે, જે અયોગ્ય બાબતે છે. જેથી બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે કરેલ નિર્ણય વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક છે. અત્યારે વિશ્વના અન્ય દેશો પણ ઋષિ સુનકના આ નિર્ણય અંગે ચર્ચા કરી રહ્યા છે.

આ પણ વાંચો: Passport of India: જાણો કયા દેશ પાસે છે વિશ્વનો સૌથી મજબૂત પાસપોર્ટ, ભારતના આંકડા તો…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી

Tags :
Advertisement

Trending News

.

×