Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

TWA Boeing 727 Story: ઈ. સ. 1986 ના ઈતિહાસ પાનાઓ એથેન્સના આકાશમાંથી આંસુથી લખાયા

TWA Boeing 727 Story: આજે પણ એવા લોકોનો વર્ગ છે, જેઓ હવાઈ મુસાફરીનું સપનું જુએ છે. પરંતુ સપનાની આ યાત્રાઓએ સેંકડો લોકોના જીવ પણ લીધા છે. આવી જ એક ઘટના 2 એપ્રિલ 1986 ના રોજ બની હતી. જેમાં 8 મહિનાના...
twa boeing 727 story  ઈ  સ  1986 ના ઈતિહાસ પાનાઓ એથેન્સના આકાશમાંથી આંસુથી લખાયા

TWA Boeing 727 Story: આજે પણ એવા લોકોનો વર્ગ છે, જેઓ હવાઈ મુસાફરીનું સપનું જુએ છે. પરંતુ સપનાની આ યાત્રાઓએ સેંકડો લોકોના જીવ પણ લીધા છે. આવી જ એક ઘટના 2 એપ્રિલ 1986 ના રોજ બની હતી. જેમાં 8 મહિનાના શિશુ સહિત ચાર અમેરિકનો (Americans) ના મોત થયા હતા.

Advertisement

  • TWA Boeing 727 એ આંસુઓથી ઈતિહાસ રચ્યો
  • હવામાં વિમાનની અંદર વિસ્ફોટ થતા મોટું ગાબડું પડ્યું
  • 8 માસનું બાળક આકાશમાંથી નીચે પટકાયું

આપણે વિમાન (Plane Crashed) ની વાત કરવા જઈ રહ્યા છીએ તે એક બોઈંગ વિમાન (Boeing Plane) હતું. જોકે આ પ્લેનનું કદ તે સમયે બીજા વિમાનની સરખામણીમાં વધારે હતું. તેના કારણે આ વિમાન એક ફાઈટર જેટના આકારનું પ્રતીત થતું હતું. આ વિમાનનું નામ TWA Boeing 727 હતું. આ TWA Boeing 727 એ રોમથી ઉડાન ભરી એથેન્સ જઈ રહ્યું હતું.

TWA Boeing 727 Story

Advertisement

હવામાં વિમાનની અંદર વિસ્ફોટ થતા મોટું ગાબડું પડ્યું

રોમથી એથેન્સનું અંતર 1272 કિલોમીટર છે. ત્યારે વર્ષ 1986 સ્થાનિક સમય મુજબ બપોરે 02.32 વાગ્યે પ્લેન (TWA Boeing 727) ની અંદર જોરદાર વિસ્ફોટ થાય છે. જોકે આ વિસ્ફોટ વિમાન (TWA Boeing 727) ના લેન્ડિંગ સમયે થયો હતો. લેન્ડિંગ સમયે વિમાન 15000 ફીટ પર હતું. આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે વિમાન (TWA Boeing 727) ની જમણી બાજુએ 3.4 ફૂટનું ગાબડું પડી ગયું હતું. ત્યારે એવુ લાગી રહ્યું હતું કે, આ વિમાન ચોક્કસ ક્રેશ થશે. તેની સાથે તેમા બેઠેલા અનેક લોકોનો જીવ પણ જશે.

TWA Boeing 727 Story

Advertisement

8 માસનું બાળક આકાશમાંથી નીચે પટકાયું

તેમ છતા કુશળતા પૂર્વક વિમાન (TWA Boeing 727) ના પાયલોટ દ્વારા એથેન્સ એરપોર્ટ પર વિમાન (TWA Boeing 727) ને સહિ-સલામત લેન્ડ કરાવવામાં આવ્યું હતું. જોકે આ વિમાન (TWA Boeing 727) માં થયેલી દુર્ઘટનામાં 4 અમેરિકન નાગરિકો આકાશથી નીચે પટકાયા હતા. તો અનેક લોક ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા. તે ઉપરાંત વિસ્ફોટ સમયે માતાના ખોળામાં બેઠેલું 8 માસનું બાળક વિમાન (TWA Boeing 727) માં થયેલા છિદ્ર દ્વારા આકાશમાંથી નીચે પટકાયું હતું. આ દુર્ઘટનામાં આશરે 118 મુસાફરોનો સુરક્ષિત રીતે જીવ બચ્યો હતો.

આ પણ વાંચો: PM Benjamin Netanyahu: ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ Al Jazeera પર લગાવી રોક અને ગણાવી આતંકવાદી ચેનલ

આ પણ વાંચો: Earthquake : ભૂકંપના જોરદાર આંચકાને કારણે જાપાનની ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા…

આ પણ વાંચો: Indian Economy: ભારતના વિકાસ પર વિશ્વ બેંકની મહોર, ભારતીય અર્થવ્યવસ્થાના કર્યા ભરપૂર વખાણ

Tags :
Advertisement

.