બળીને ખાખ થયું Russian President નું મકાન! યુક્રેને કર્યો હુમલો કે પછી...?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin) ના ઘરને આગ લગાવી રાખ કરી દેવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પુતિનનું સાઇબિરીયામાં અલ્તાઇ પર્વત (Altai Mountains) પર એક ઘર હતું. જે હવે મળતી માહિતી અનુસાર, બળીને રાખ થઇ ગયું છે. આગ કેવી રીતે લાગી તે એક રહસ્ય છે. પરંતુ દોષ યુક્રેન પર નાખવામાં આવી રહ્યો છે. આ એ જ ઘર છે જ્યાં પુતિને ઈટાલીના પૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બર્લુસ્કોની (Italian Prime Minister Silvio Berlusconi) નું આયોજન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર પુતિન (Putin) અહીં Medicinal Bath માટે આવતા હતા. પુતિનના ઘર પર યુક્રેનની સેના દ્વારા હુમલો (Attacked by the Ukrainian Army) કરવામાં આવ્યો છે કે આગનું બીજું કોઈ રહસ્યમય કારણ છે. આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.
ઈમારત થઇ બળીને ખાખ
પુતિનના નિવાસસ્થાનની સળગતી તસવીરો રશિયન મીડિયા દ્વારા સામે આવી છે. કહેવાય છે કે આ ઘરમાં છૂપાવવાની ગુપ્ત જગ્યા પણ છે. ફોટોગ્રાફ્સનું વિશ્લેષણ કર્યા પછી, પત્રકારોને જાણવા મળ્યું કે અલ્તાઇ રેસિડેન્સના વિસ્તારમાં એક ઇમારત બળી ગઈ હતી. સત્તાવાર રીતે, આ અલ્તાઇ યાર્ડ સેનેટોરિયમ અને રિસોર્ટ સંકુલ છે, જે Gazprom ની માલિકીનું છે, જ્યાં રશિયન રાષ્ટ્રપતિઓ Medicinal Bath માટે આવે છે. જોકે, તે સામાન્ય રશિયનો માટે બંધ છે. Gazprom રશિયામાં ઘણા વૈભવી મહેલોની સંભાળ રાખે છે. ઘરની અંદર લાગેલી આગને કારણે કેટલું નુકસાન થયું છે તે જાણવા મળ્યું નથી, પરંતુ આગ ખૂબ જ ડરામણી હતી. આગ લાગવાનું કારણ પણ જાણી શકાયું નથી. પરંતુ કેટલાક લોકો માને છે કે યુક્રેન આ કામ કરી શકે છે. કારણ કે રશિયાએ યુક્રેનમાં ભારે તબાહી મચાવી હતી. ઘર સળગાવવાના સમાચાર સૌપ્રથમ બ્લોગર અમીર આઈતાશેવે આપ્યા હતા. રશિયાના સિરેના ન્યૂઝે સત્તાવાર નિવેદન મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પુતિનની ટીમ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.
🚨Update: Sabotage!! Ukraine just blew up Putin’s house!! Putin's residence in the Altai Republic is on fire! pic.twitter.com/Cp1BSG7EEs
— US Civil Defense News (@CaptCoronado) May 30, 2024
ઘર 33 મિલિયન US ડોલરથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું હતું
પુતિનનું આ ઘર 33 મિલિયન US ડોલરથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. અલ્તાઇ રિપબ્લિકના ઓન્ગુડેસ્કી જિલ્લામાં વર્ગીકૃત બાંધકામ પ્રોજેક્ટ વિશેની માહિતી 2010 માં સપાટી પર આવી હતી. આ પછી આના પર થયેલા ખર્ચની વિગતો બહાર આવી. સ્થાનિક વિપક્ષી લોકોએ વારંવાર દાવો કર્યો છે કે આ ઘર પુતિન સાથે સંબંધિત છે. કોઈપણ સામાન્ય રશિયનને અહીં આવવાની મનાઈ છે. આ મહેલ અલ્તાઇ રિપબ્લિકના Ongudaysky જિલ્લામાં છે. મંગોલિયા, ચીન અને કઝાકિસ્તાન નજીકમાં છે. આ જગ્યાએ અને તેની આસપાસ ઘણા વેન્ટિલેશન પોઈન્ટ છે. આ સિવાય 110 કિલોવોલ્ટનું અતિ આધુનિક સબસ્ટેશન છે. જે અહીં માત્ર વીજળી સપ્લાય કરે છે. તેના બદલે, તે સમગ્ર નગરને પ્રકાશિત કરી શકે છે. જ્યારે આ મહેલ બનાવવામાં આવી રહ્યો હતો, ત્યારે મોટા જર્મન એક્સપર્ટ આવ્યા હતા. એટલે કે મોટા ખોદવાના મશીનો. અહીં હરણનું ફાર્મ છે.
આ પણ વાંચો - RUSSIA TERRORIST ATTACK : આતંકવાદીઓને પુતિનની ખુલ્લી ચેતવણી, કહ્યું – કોઈને પણ બક્ષવામાં નહીં આવે
આ પણ વાંચો - Hush Money Case : અમેરિકામાં ચૂંટણી પહેલાં મોટો ઉલટફેર, ડોનાલ્ડ ટ્રમ્પ 34 આરોપોમાં દોષિત જાહેર