Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીનું રશિયામાં ભવ્ય સ્વાગત, એરપોર્ટ પર Guard of Honor આપી સન્માન કરાયું

PM Modi Russia Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) રશિયાના બે દિવસીય પ્રવાસ માટે મોસ્કો પહોંચી ગયા છે. એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રશિયાના પ્રથમ નાયબ વડાપ્રધાન ડેનિસ માન્તુરો દ્વારા એરપોર્ટ પર તેમને Guard...
pm મોદીનું રશિયામાં ભવ્ય સ્વાગત  એરપોર્ટ પર guard of honor આપી સન્માન કરાયું

PM Modi Russia Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) રશિયાના બે દિવસીય પ્રવાસ માટે મોસ્કો પહોંચી ગયા છે. એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રશિયાના પ્રથમ નાયબ વડાપ્રધાન ડેનિસ માન્તુરો દ્વારા એરપોર્ટ પર તેમને Guard of Honor થી સન્માનિત કરવામાં આવ્યા હતા. PM મોદી ટૂંક સમયમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin) સાથે મુલાકાત કરશે. છેલ્લા 5 વર્ષમાં મોદીની રશિયાની આ પ્રથમ મુલાકાત છે અને તેમના ત્રીજા કાર્યકાળમાં તેમની આ પ્રથમ વિદેશ મુલાકાત છે. પુતિન અને PM મોદી વચ્ચે ઊર્જા અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તકો શોધવા માટે સમિટ યોજાવાની છે.

Advertisement

PM મોદી રશિયા-ભારત વાર્ષિક સમિટમાં ભાગ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની રાજધાની મોસ્કો પહોંચી ગયા છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર વડાપ્રધાન બે દિવસની મુલાકાતે રશિયા પહોંચ્યા છે. અહીં PM રશિયાના રાષ્ટ્રપતિ સાથે 22મી રશિયા-ભારત વાર્ષિક સમિટમાં ભાગ લેશે. બંને નેતાઓ વચ્ચે અનૌપચારિક વાતચીતની પણ અપેક્ષા છે. મોસ્કો એરપોર્ટ પર રશિયાના પ્રથમ નાયબ વડા પ્રધાન ડેનિસ માન્તુરોવે PM નું સ્વાગત કર્યું હતું. PM નરેન્દ્ર મોદી જ્યારે મોસ્કો પહોંચ્યા ત્યારે ભારતીય સમુદાયે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બાળકોએ તિરંગા સાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. તેમણે ઘણા લોકો સાથે હાથ પણ મિલાવ્યો અને PM એ તેમનું સ્વાગત કરવા હાજર લોકોને સંબોધિત પણ કર્યા.

Advertisement

PM મોદીના રશિયા પ્રવાસનું શેડ્યૂલ શું છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 થી 9 જુલાઈ દરમિયાન રશિયાની સત્તાવાર મુલાકાતે છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે PM રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે 8-9 જુલાઈના રોજ મોસ્કોમાં હશે. બંને નેતાઓ બંને દેશો વચ્ચેના બહુ-આયામી સંબંધોની સમગ્ર શ્રેણીની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના સમકાલીન પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે. મોસ્કોમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં પુતિન સાથેની ખાનગી બેઠક, પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત, બંધ બારણે વાતચીત, વડાપ્રધાન અને તેમના પ્રતિનિધિમંડળ માટે પુતિન દ્વારા આયોજિત લંચ અને VDNKh સંકુલ (રાષ્ટ્રીય અર્થતંત્રની સિદ્ધિઓનું પ્રદર્શન સ્થળ), રોસાટોમ પેવેલિયનમાં પ્રદર્શન કેન્દ્રની મુલાકાતનો સમાવેશ થાય છે. તેઓ ભારતીય પ્રવાસીઓના સભાને પણ સંબોધિત કરશે.

Advertisement

પુતિન 9 વખત ભારતની મુલાકાતે આવ્યા

રશિયા જતા પહેલા PM મોદીએ કહ્યું હતું કે, "અમે શાંતિપૂર્ણ અને સ્થિર પ્રદેશ માટે સહાયક ભૂમિકા ભજવવા માંગીએ છીએ." ભારતના વડાપ્રધાન અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે વાર્ષિક શિખર સમ્મેલન એ બંને દેશોની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીમાં સર્વોચ્ચ સંસ્થાકીય સંવાદ પદ્ધતિ છે. ભારત અને રશિયામાં અત્યાર સુધી એક પછી એક 21 વાર્ષિક શિખર સમ્મેલન યોજાઈ ચુકી છે. છેલ્લી સમિટ 6 ડિસેમ્બર, 2021ના રોજ નવી દિલ્હીમાં યોજાઈ હતી. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. રશિયાના રાજ્યના વડા તરીકે પુતિન 9 વખત ભારતની મુલાકાતે આવ્યા છે.

21 વાર્ષિક સમિટ યોજાઈ

લગભગ 5 વર્ષમાં વડાપ્રધાન મોદીની રશિયાની આ પહેલી મુલાકાત છે. તેઓ છેલ્લે 2019માં રશિયા ગયા હતા. અત્યાર સુધીમાં ભારત અને રશિયામાં એક પછી એક 21 વાર્ષિક સમિટ યોજાઈ ચૂકી છે. છેલ્લી સમિટ 6 ડિસેમ્બર, 2021ના રોજ નવી દિલ્હીમાં યોજાઈ હતી. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. રશિયામાં ભારતીય દૂતાવાસે કહ્યું કે વાણિજ્ય વિભાગના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં દ્વિપક્ષીય વેપાર યુએસ $ 65.70 બિલિયનની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. ભારતમાંથી નિકાસ થતી મુખ્ય વસ્તુઓમાં ફાર્માસ્યુટિકલ્સ, ઓર્ગેનિક કેમિકલ્સ, ઇલેક્ટ્રિકલ મશીનરી અને યાંત્રિક સાધનો, લોખંડ અને સ્ટીલનો સમાવેશ થાય છે. રશિયામાંથી આયાત કરવામાં આવતી મુખ્ય વસ્તુઓમાં તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો, ખાતરો, ખનિજ સંસાધનો, કિંમતી પથ્થરો અને ધાતુઓ, વનસ્પતિ તેલ વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો - PM નરેન્દ્ર મોદી આજે Russia ના પ્રવાસે જશે, કોરોના બાદ પહેલીવાર પુતિનને મળશે…

આ પણ વાંચો - Russia-Ukraine War : યુક્રેને રશિયાની દુખતી નસ પર મુક્યો હાથ, અજમાવી રહ્યું છે યુદ્ધનીતિ

Tags :
Advertisement

.