Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાને Air strike કરી ઈરાનને આપ્યો તાબડતોડ વળતો જવાબ

Air strike: પાકિસ્તાને ઈરાને કરેલા હુમલાનો પલટવાર કર્યો છે. મળતા અહેવાલો પ્રમાણે પાકિસ્તાની વાયુ સેનાએ પૂર્વીય ઈરાનમાં સરવન શહેરની પાસે પાકિસ્તાનની સરહદે આવેલા સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતમાં લગભગ 20 માઈલ દૂર એક બલુચ આતંકવાદી સંગઠન પર કેટલાય હુમલા કર્યા છે....
પાકિસ્તાને air strike  કરી ઈરાનને આપ્યો તાબડતોડ વળતો જવાબ

Air strike: પાકિસ્તાને ઈરાને કરેલા હુમલાનો પલટવાર કર્યો છે. મળતા અહેવાલો પ્રમાણે પાકિસ્તાની વાયુ સેનાએ પૂર્વીય ઈરાનમાં સરવન શહેરની પાસે પાકિસ્તાનની સરહદે આવેલા સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતમાં લગભગ 20 માઈલ દૂર એક બલુચ આતંકવાદી સંગઠન પર કેટલાય હુમલા કર્યા છે. પાકિસ્તાની મીડિયાએ આ જાણકારી આપતા જણાવ્યું કે, આ હુમલા પછી આતંકવાદીઓના કેટલાય ઠેકાણા પર ભીષણ આગ લાગી હતી. જેથી આસપાસની વિસ્તારોમાં ભારે ધુમાડો ફેલાઈ ગયો હતો.

Advertisement

પાકિસ્તાને ઈરાનને આવ્યો જવાબ

એક પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાને ઈરાનમાં બલૂચ લિબરેશન આર્મી અને બલોચ લિબરેશન ફ્રન્ટની વિસ્તારને ટાર્ગેટ કરીને હુમલો કર્યો હતો. પાકિસ્તાની એરફોર્સના આ Airstrike હુલમા બાદ કેટલીક તસવીરો પણ જાહેર કરવામાં આવી છે. જેમાં એક મોટો ખાડો દેખાઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો હાથમાં ટોચ લઈને પણ ઊભેલા જોવા મળે છે.

પાકિસ્તાને કહ્યું જવાબદારી ઈરાનની રહેશે

પાકિસ્તાની મીડિયાઓ એક્સ પર વીડિયો શેર કરતા લખ્યું છે કે, ’પાકિસ્તાને ઈરાન પર હુમલો કર્યા પછીના પ્રાથમિક ફૂટેજ.’ ’આ સાથે પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાને ઈરાનને તેના અવેદ્ય હરકતનો જવાબ આપ્યો છે જે પાકિસ્તાનને હક છે. હુમલાના તમામ પરિણામોની જવાબદારી ઈરાનની રહેશે.’

Advertisement

ઈરાને આતંરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું: પાકિસ્તાન

મળતી વિગતો પ્રમાણે અશાંત બુલચિસ્તાન પ્રાંતમાં સુન્ની આતંકવાદી સંગઠન જેસ-અલ-અદલ ના ઠેકાણા પર મિસાઈલ અને ડ્રોન દ્વારા થયેલા હુમલા બાદ પાકિસ્તાન ભારે નારાજ હતું જેથી બુધવારે રાત્રે પાકિસ્તાને ઈરાનથી પોતાના રાજદુત બોલાવી દીધા હતા અને તમામ ઉચ્ચ સ્તરીય બેઠકો રદ કરી દેવામાં આવી હતી. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘પાકિસ્તાનની કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી ઈરાને પાકિસ્તાન પર ગઈ રાત્રે હુમલો કર્યો હતો. આ સાથે ઈરાને આતંરરાષ્ટ્રીય કાનૂન અને સંયુક્ત રાષ્ટ્રાના ચાર્ટરના ઉદ્દેશ્યોના સિદ્ધોતોનું ઉલ્લંઘન કર્યું છે.’

Advertisement

આ પણ વાંચો: Ram Mandir Ayodhya: 22 જાન્યુઆરીએ આ રાજ્યમાં શાળા-કોલેજ રહેશે બંધ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.