Pakistan : કથિત પુત્રીને લઈને Imran Khan ફરી મુશ્કેલીમાં, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ...
પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ PM ઇમરાન ખાન (Imran Khan)ને બંધારણીય પદો માટે ગેરલાયક ઠેરવવાના હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં આપીલ દાખલ કરવામાં આવી છે. 2018 ની સામાન્ય ચૂંટણીઓ માટે નામાંકન પત્રો સબમિટ કરતી વખતે કથિત પુત્રી ટાયરીયન વ્હાઇટનું દબાવવા બદલ ઇમરાન ખાન (Imran Khan)ને ગેરલાયક ઠેરવવાની માંગ કરતી અરજીને બરતરફ કરવા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ઇસ્લામાબાદ હાઈકોર્ટ (IHC) એ ગયા મહિને અરજી ફગાવી દીધી હતી. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પાકિસ્તાન (Pakistan) તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીના 71 વર્ષીય સંસ્થાપકે 2018 ની સામાન્ય ચૂંટણી લડવા માટે તેમના નામાંકન પત્રોમાં તેમની કથિત પુત્રી - ટાયરીયન વ્હાઇટનો ખુલાસો કર્યો નહતો.
ખાનની પાર્ટી PTI એ 2018 ની સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી હતી. ભૂતપૂર્વ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ખાન ઓગસ્ટ 2018 થી એપ્રિલ 2022 સુધી પાકિસ્તાન (Pakistan)ના PM હતા. ત્રણ ન્યાયાધીશોની બેંચ દ્વારા કેસના અગાઉના અસ્વીકારને ધ્યાનમાં રાખીને, IHC એ તેને ફગાવી દીધો હતો. ન્યાયાધીશ તારિક મહમૂદ જહાંગીરીએ ગયા વર્ષે આપેલા બે ન્યાયાધીસોના અભિપ્રાયો વાંચ્યા અને ચુકાદો આપ્યો કે આ કેસ પહેલેથી જ બરતરફ કરવામાં આવ્યો છે. અરજદાર મોહમ્મદ સાજિદે તેના એડવોકેટ સાદ મુમતાઝ હાશ્મી મારફત શનિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે ઇસ્લામાબાદ હાઈકોર્ટની કુલ બેંચે ત્રણમાંથી બે જજોના સહમત અભિપ્રાયને કોર્ટના નિર્ણય તરીકે ધ્યાનમાં લેવામાં ભૂલ કરી હતી.
Now #Pakistan Cricketer0Politicain #ImranKhan faces a case for hiding the name of his #American daughter #TyrianWhite, read the storyhttps://t.co/Q4nrqyz9UE
— Kashmir Life (@KashmirLife) June 16, 2024
અરજદારનો આ આરોપ હતો...
અરજદારના જણાવ્યા અનુસાર, ઇમરાન ખાને (Imran Khan) મિયાંવાલી મતદારક્ષેત્રમાંથી ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ભરતી વખતે તેની કથિત પુત્રીના અસ્તિત્વનો ઈલ્લેખ કર્યો નહતો અને માત્ર તેની પત્ની બુશરા બીબી અને વિદેશમાં રહેલા બે પુત્રો કાસિમ ખાન અને સુલેમાન ખાનની વિગતોનો ઉલ્લેખ કર્યો હતો. અરજદારે કહ્યું કે, ઇમરાન ખાને (Imran Khan) ખોટું સોગંદનામું રજૂ ક અર્યું છે તેથી તેમણે ગેરલાયક ઠેરવવામાં આવે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તે એક નિર્વિવાદ હકીકત છે કે 15 જૂન 1992 ના રોજ જન્મેલી વ્હાઈટ ખાનની વાસ્તવિક પુત્રી છે કારણ કે કેલિફોર્નિયા, USA ની અદાલતોમાં ન્યાયિક રેકોર્ડ દ્વારા તેના પિતૃત્વની પુષ્ટિ કરવામાં આવી છે.
અરજદારે દાવો કર્યો...
અરજદારે દાવો કર્યો હતો કે 21 મેં 2024 ના રોજ IHC ની સંપૂર્ણ બેંચ સમક્ષ અરજી નક્કી કરવામાં આવી હતી, પરંતુ બેન્ચે આ મામલે નવેસરથી સુનાવણી કરવાને બદલે અરજીને ફગાવી દીધી હતી. નાવેદારથી સુનાવણીને બદલે પોતાની અરજીની બરતરફી પડકારતા અરજદારે દલીલ કરી કે, વેબસાઈટ પર અપલોડ કરાયેલા બે ન્યાયાધીશોનો અભિપ્રાય સુપ્રીમ કોર્ટે અનેક ચુકાદોમાં જાહેર કરેલા કાયદાના પ્રકાશમાં નિર્ણય નથી.
આ પણ વાંચો : Britain Police Viral Video: બ્રિટેનમાં માનવતા મરવા પડી, ગાય પર પોલીસનો કાર વડે જીવલેણ હુમલો
આ પણ વાંચો : ISRAEL – HAMAS WAR : ગાઝામાં યુદ્ધનું ભયાવહ સ્વરૂપ, મૃત્યુઆંક 37 હજારને પાર
આ પણ વાંચો : Israel Defense Forces: Rafah માં એક હુમલાની વચ્ચે Israel ના 8 સૈનિકો માર્યા ગયા