Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Iran : રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો ઉલટફેર...

Iran : ઈરાન ( Iran) માં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો ઉલટફેર થયો છે. સુધારાવાદી ઉમેદવાર મસૂદ પેઝેશ્કિયાને શનિવારે (6 જુલાઈ) ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. તેમણે કટ્ટરપંથી સઈદ જલીલીને મોટા અંતરથી હરાવ્યા છે. પેઝેશ્કિયન દેશના પૂર્વ આરોગ્ય મંત્રી પણ...
iran   રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો ઉલટફેર

Iran : ઈરાન ( Iran) માં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો ઉલટફેર થયો છે. સુધારાવાદી ઉમેદવાર મસૂદ પેઝેશ્કિયાને શનિવારે (6 જુલાઈ) ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. તેમણે કટ્ટરપંથી સઈદ જલીલીને મોટા અંતરથી હરાવ્યા છે. પેઝેશ્કિયન દેશના પૂર્વ આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમની છબી સુધારામાં વિશ્વાસ રાખનારા નેતા તરીકેની છે. તેઓ એવા નેતા પણ છે જે પશ્ચિમી દેશો સાથે સંબંધો સુધારવામાં માને છે. ઈરાનમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈબ્રાહિમ રાયસીના મૃત્યુ બાદ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી.

Advertisement

કટ્ટરવાદી ઉમેદવાર સઈદ જલીલી હરાવ્યા

મધ્ય પૂર્વના દેશમાં સૌથી મોટો બદલાવ થયો છે. ઈરાનના આગામી રાષ્ટ્રપતિ તરીકે ઉદારવાદી નેતા ડૉ. મસૂદ પેઝેશ્કિયનની જીત થઈ છે. હરીફ કટ્ટરવાદી ઉમેદવાર સઈદ જલીલીને તેઓ રન ઓફ પોલમાં બીજા તબક્કામાં હરાવ્યા છે. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રયસીના હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત બાદ ચૂંટણી યોજાઈ હતી. ડૉ. મસૂદ પેઝેશ્કિયનની જીતથી મધ્ય પૂર્વમાં મોટો બદલાવ આવી શકે છે. કારણ કે મસૂદ પેઝેશ્કિયન પશ્ચિમી દેશો સાથે વાતચીતની હિમાયત કરતા રહ્યા છે. તેમનું કહેવું છે કે વાતચીત વિના તમે ઈરાનને મજબૂત તો દેખાડી શકો છો પરંતુ ઈરાનના લોકોનું શું જેઓ પ્રતિબંધોને કારણે નોકરીની અછત, મોંઘવારી અને અન્ય ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

કોણ છે પેઝેશ્કિયન

  • ઉદારવાદી નેતા તરીકે પેઝેશ્કિયનની ગણના
  • 70 વર્ષીય મસૂદ પેઝેશ્કિયન હાર્ટ સર્જન છે
  • પાંચ વખત ઈરાનમાં સાંસદ રહી ચૂક્યા છે
  • ભ્રષ્ટાચારની ખુલ્લેઆમ ટીકા માટે જાણીતા
  • 1997માં ખાતમી સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી
  • ચાર વર્ષ સુધી ઈરાનના આરોગ્યમંત્રી રહ્યાં
  • 2016થી 2020 સુધી સંસદના ડેપ્યુટી સ્પીકર
  • 2013 અને 2021માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આવેદન કર્યુ
  • ઈરાનના મહાબાદ શહેરમાં 1954માં જન્મ
  • તીબ્રીજ યુનિવર્સિટીમાં 5 વર્ષ સુધી કામ કર્ય

આ પણ વાંચો----- UK General Election : ચૂંટણીમાં ભારતીયોનો દબદબો..આટલા ભારતીયો ચૂંટાયા..

Advertisement

Tags :
Advertisement

.