Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ, દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી

Earthquake in Peru : દક્ષિણ અમેરિકાના દેશ પેરુ (The South American country of Peru) આજે જોરદાર ભૂકંપ (Earthquake) થી હચમચી ગયો હતો. રિક્ટર સ્કેલ (Richter Scale) પર તેની તીવ્રતા 7.2 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર પેરુના પશ્ચિમમાં એટીક્વિપા જિલ્લા (Atiquipa...
પેરુમાં 7 2ની તીવ્રતાનો ભૂકંપ  દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી

Earthquake in Peru : દક્ષિણ અમેરિકાના દેશ પેરુ (The South American country of Peru) આજે જોરદાર ભૂકંપ (Earthquake) થી હચમચી ગયો હતો. રિક્ટર સ્કેલ (Richter Scale) પર તેની તીવ્રતા 7.2 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર પેરુના પશ્ચિમમાં એટીક્વિપા જિલ્લા (Atiquipa District) માં નોંધાયું હતું. યુએસ જિયોલોજિકલ સર્વે (US Geological Survey) ના રિપોર્ટ અનુસાર, આ ભૂકંપ (Earthquake) શુક્રવારે સવારે બરાબર 11.06 કલાકે આવ્યો હતો. જોકે, પેરુની સરકારે હજુ સુધી જાનમાલના નુકસાન અંગે સત્તાવાર માહિતી આપી નથી. પરંતુ સુનામીને લઈને એલર્ટ (Tsunami Alert) જારી કરવામાં આવ્યું છે.

Advertisement

ભૂકંપ બાદ તટીય વિસ્તારમાં સુનામીની ચેતવણી

પેરુમાં 7.2 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. સ્થાનિક અહેવાલો અનુસાર, આ ભૂકંપ બાદ લોકો તેમના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. તો બીજી તરફ રસ્તાઓ પર દોડતા વાહનો પણ આ ભૂકંપના કારણે અટકી ગયા હતા. આ ભયાનક ભૂકંપ બાદ અહીં સુનામીનો પણ ખતરો છે. એટીક્વિપા જિલ્લામાંથી 8.8 કિલોમીટર (5.5 માઇલ) દૂર ભૂકંપ આવ્યા પછી તરત જ USGS એ તીવ્રતાનું રેટિંગ વધારી દીધું. US જિયોલોજિકલ સર્વેએ કહ્યું કે, શુક્રવારે મધ્ય પેરુના દરિયાકાંઠે 7.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીના મોજા ઉછળવાની સંભાવના છે. પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રે અગાઉ કહ્યું હતું કે કોઈ ખતરો નથી. ભૂકંપ બાદ એવી ચેતવણી આપવામાં આવી છે કે કેટલાક દરિયાકિનારા પર ત્રણ મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી કે પેરુમાં ભૂકંપ આવ્યો હોય આ પહેલા પણ 16 જૂને પેરુમાં ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી હતી. જો કે, તે પછી પણ કોઈ જાનમાલનું નુકસાન થયું ન હતું.

  • પેરુમાં 7.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
  • એટીક્વિપા જિલ્લામાં નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
  • ભૂકંપ બાદ તટીય વિસ્તારમાં સુનામીની ચેતવણી
  • ત્રણ મીટર સુધી ઉંચા મોજા ઉછળી શકે છે
  • લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સૂચના

સુનામીને લઈને એલર્ટ

US જિયોલોજિકલ સર્વેના રિપોર્ટ અનુસાર આ ભૂકંપ શુક્રવારે સવારે 11.06 વાગ્યે આવ્યો હતો. હાલમાં, આ ખતરનાક ભૂકંપ બાદ પેરુમાં જાનમાલને કેટલું નુકસાન થયું તે અંગે સરકાર દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પરંતુ સુનામીને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પેરુમાં સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પેરુમાં 7.2ની તીવ્રતાના જબરદસ્ત આંચકા બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા. જ્યાં જ્યાં રસ્તાઓ પર વાહનોની અવરજવર હતી ત્યાં ડરના કારણે લોકો ઉભા રહી ગયા હતા.

Advertisement

આ પણ વાંચો - JAPAN : જાપાનમાં ફરી ધરા ધ્રુજી, ઈશિકાવા પ્રાંતમાં 5.6 ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ

આ પણ વાંચો - Earthquake in Jammu and Kashmir: જમ્મુ કાશ્મીરના કારગિલમાં આવ્યો ભૂકંપ, લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ

Advertisement

Tags :
Advertisement

.