OMG : ચા-પાણી આપતા વડાપ્રધાનના નોકર પાસે અધધ..સંપત્તિ
Servant : બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના પૂર્વ નોકર (servant) વિશે સ્ફોટક કહી શકાય તેવો મોટો ખુલાસો થયો છે. ઢાકા ટ્રિબ્યુન અનુસાર શેખ હસીનાના ઘરે કામ કરનાર વ્યક્તિ અબજોપતિ હતો. તેની પાસે લગભગ 284 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ વ્યક્તિનું કામ હસીનાના મહેમાનોને પાણી અને ચા-નાસ્તો આપવાનું હતું.
તે પ્રાઈવેટ હેલિકોપ્ટરથી મુસાફરી કરે છે
ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ આ વ્યક્તિનું નામ જહાંગીર આલમ છે. તેમના પર ભ્રષ્ટાચારના ઘણા કેસ હતા. આરોપ છે કે તેણે પીએમ શેખ હસીનાની ઓફિસ અને ઘરમાં કામ કરતી વખતે ઘણા લોકો પાસેથી લાંચ લીધી હતી. કામ કરાવવાના બહાને તે લોકો પાસેથી મોટી રકમ પડાવી લેતો હતો. એટલું જ નહીં તે પ્રાઈવેટ હેલિકોપ્ટરથી મુસાફરી કરે છે. મામલો સામે આવ્યા બાદ પીએમ હસીનાએ તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા છે. રિપોર્ટ અનુસાર જહાંગીર અમેરિકા ભાગી ગયો છે
જહાંગીરનું નામ કેવી રીતે બહાર આવ્યું
બાંગ્લાદેશમાં પૂર્વ સેના પ્રમુખ, પોલીસ અધિકારી, ટેક્સ ઓફિસર અને ઘણા સરકારી કર્મચારીઓના ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મામલા સામે આવ્યા છે. ભ્રષ્ટાચારીઓ અંગે યાદી બનાવવામાં આવી છે. આમાં શેખ હસીનાના પૂર્વ નોકરનું નામ પણ છે.
શેખ હસીનાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું
તાજેતરમાં જ એક કાર્યક્રમમાં પીએમ શેખ હસીનાએ પોતાના અબજોપતિ નોકર વિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, "મારા ઘરે કામ કરતી વ્યક્તિ આજે કરોડોની સંપત્તિનો માલિક છે. તેણે આટલા પૈસા ક્યાંથી કમાયા? એક સામાન્ય બાંગ્લાદેશીને આટલી સંપત્તિ એકઠી કરવામાં 13 હજાર વર્ષ લાગી શકે છે. સરકાર આ બાબતે ગંભીર છે. મામલાની તપાસ કરી રહી છે." તમને જણાવી દઈએ કે વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર 17 કરોડની વસ્તીવાળા બાંગ્લાદેશમાં વ્યક્તિદીઠ આવક 2.11 લાખ રૂપિયા છે.
વિરોધીઓએ વડાપ્રધાનને લીધા નિશાના પર
આ સમગ્ર મામલાને લઈને બાંગ્લાદેશી રાષ્ટ્રવાદી પાર્ટી (BNP)ના પ્રવક્તા વહિદુઝમાને પીએમ શેખ હસીના પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, "જ્યારે હસીનાના નોકર પાસે આટલા પૈસા છે, ત્યારે તેના માલિકના કેટલા પૈસા હશો તેની કલ્પના કરી શકાતી નથી. આ પછી પણ, નોકરની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. તેને માત્ર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો."
બાંગ્લાદેશના પૂર્વ આર્મી ચીફ પર પણ ભ્રષ્ટાચારનો આરોપ
ઢાકા ટ્રિબ્યુન અનુસાર બાંગ્લાદેશના પૂર્વ આર્મી ચીફ અઝીઝ અહેમદ પર પણ ભ્રષ્ટાચારના આરોપ છે. ભ્રષ્ટાચાર વિરોધી આયોગે અઝીઝની ઘણી મિલકતો જપ્ત કરી છે. તેમના બેંક ખાતા પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો----- Muharram in Afghanistan : તાલિબાને મોહરમ ઉજવણી માટે બનાવ્યા કડક નિયમો