ઈટલીમાં પણ ભારતનું કલ્ચર, PM જ્યોર્જિયા મેલોનીએ G7માં સામેલ નેતાઓને નમસ્તે કરી આવકાર્યા
દુનિયાભરના અલગ-અલગ દેશ ભારતનું કલ્ચર (Culture of India) હવે ધીમે ધીમે અપનાવી રહ્યા છે. તાજેતરમાં ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની (Italian Prime Minister Giorgia Maloni) એ પણ ભારતનું કલ્ચર (Culture of India) સ્વીકાર્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જણાવી દઇએ કે, 50મી G7 સમિટ આજે 13 જૂનથી 15 જૂન દરમિયાન ઈટલીના અપુલિયા ક્ષેત્રમાં બોર્ગો ઈગ્નાઝિયાના રિસોર્ટમાં યોજાઈ રહી છે. આ સમિટમાં ભાગ લેવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ ઈટલી પહોંચ્યા છે. જણાવી દઇએ કે, મેલોનીએ જર્મન ચાન્સેલરને આવકારતા ભારતનું કલ્ચર બતાવ્યું હતું.
મેલોનીએ જર્મન ચાન્સેલરને કહ્યું નમસ્તે
G7 સમિટમા ભાગ લેવા માટે ભારતના વડાપ્રધાન મોદી ઈટલી જવા રવાના થઇ ચુક્યા છે. આ સિવાય દુનિયાભરમાંથી દિગ્ગજ લોકોના આવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન મોદી પણ આજે ઈટલી જવા રવાના થઇ ગયા છે. જણાવી દઈએ કે અહીં તેઓ ઈટલીના PM જ્યોર્જિયા મેલોની સાથે પણ મુલાકાત કરશે. બીજી તરફ, ઈટલીના PM મેલોની યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેન, યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલ, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, કેનેડાના PM જસ્ટિન ટ્રુડો, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, જાપાનના PM ફ્યુમિયો કિશિદા અને બ્રિટિશ PM ઋષિ સુનાકનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. બધાએ સાથે મળીને ફોટોશૂટ પણ કરાવ્યું હતું. ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ મહેમાનોનું અલગ રીતે સ્વાગત કર્યું હતું. તેમણે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેનનું અભિવાદન કર્યું.
Namaste 🙏 makes it globally!!
Italian PM Meloni greets President of the European Commission Ursula von der Leyen and German Chancellor Olaf Scholz with Namaste at the G7 summit in #Italy
#Melodi #georgiaMeloni pic.twitter.com/VQihNSbROx
— Vani Shukla (@oye_vani) June 13, 2024
આ સ્ટાઈલમાં તેના સ્વાગતનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ભારતીયો પણ મેલોનીના ખૂબ વખાણ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, જે સમયે મેલોની તમામ નેતાઓને આવકારી રહ્યા હતા તે દરમિયાન દુનિયાએ જોયું કે મેલોનીએ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને ભારતીય કલ્ચર પ્રમાણે નમસ્તે કરી અને તેમને આવકાર્યા હતા. આ ઉપરાંત તેમણે જો બાઈડેન અને ઋષિ સુનકનું પણ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
#WATCH | Borgo Egnazia: Italian PM Giorgia Meloni receives German Chancellor Olaf Scholz, as he arrives for the 50th G7 Summit.
(Video Source: Reuters) pic.twitter.com/wQ5oMakmxA
— ANI (@ANI) June 13, 2024
G-7 સભ્ય દેશો ઉપરાંત બહારના મહેમાનો પણ સામેલ
સભ્ય દેશો ઉપરાંત, G7 બેઠકમાં યજમાન દેશ પરંપરાગત રીતે કેટલાક સત્રોમાં હાજરી આપવા માટે બાહ્ય મહેમાનોને પણ આમંત્રણ આપે છે. ઈટલીએ આ વર્ષે જોર્ડનના રાજા પોપ ફ્રાન્સિસ તેમજ યુક્રેન, ભારત, બ્રાઝિલ, આર્જેન્ટિના, તુર્કી, સંયુક્ત આરબ અમીરાત, કેન્યા, અલ્જેરિયા, ટ્યુનિશિયા અને મોરિટાનિયાના નેતાઓને આમંત્રણ આપ્યું છે. મહત્વપૂર્ણ બેઠકની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક યોજવાના છે. પુગ્લિયાના દક્ષિણ પ્રદેશમાં બોર્ગો એગ્નાઝિયામાં આ કોન્ફરન્સ યોજાઈ રહી છે.
G7 સમિટ 2024ના એજન્ડામાં શું છે?
આજથી એટલે કે 13 જૂન 2024ના રોજ સમિટનો પ્રારંભ થયો છે. જેની શરૂઆત આફ્રિકન મુદ્દાઓ અને જળવાયુ પરિવર્તન અને વિકાસ વિશે ચર્ચાથી થઈ. પ્રથમ સત્રમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પણ સામેલ થયા હતા, ત્યારબાદ વાતચીત મધ્ય પૂર્વ પર કેન્દ્રિત થઈ. બીજા દિવસે ભૂમધ્ય, ઉર્જા અને આફ્રિકા, સ્થળાંતર, ઈન્ડો-પેસિફિક અને આર્થિક સુરક્ષા પર સત્રો યોજાશે. આ પછી પોપ ફ્રાન્સિસ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર વાતચીતનું નેતૃત્વ કરશે. આ સમય દરમિયાન, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન બેઠક દરમિયાન યુક્રેન સાથે નવા સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કરશે.
G7 શું છે?
G7માં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઈટલી, જર્મની, કેનેડા અને જાપાનનો સમાવેશ થાય છે. હાલમાં ઈટલી તેની અધ્યક્ષતા કરી રહ્યું છે. G7 દેશો હાલમાં વૈશ્વિક GDPના લગભગ 45% અને વિશ્વની વસ્તીના 10% કરતા વધુનું પ્રતિનિધિત્વ કરે છે. G7 પહેલા G8 તરીકે ઓળખાતું હતું, જેમાં રશિયા પણ સામેલ હતું. જોકે, રશિયા દ્વારા ક્રિમીઓ પર કબ્ઝો કર્યા પછી રશિયાનું સભ્યપદ સમાપ્ત થયું હતું.
આ પણ વાંચો - PM Modi Italy Visit: ત્રીજીવાર કાર્યભાળ સંભાળતાની સાથે PM Modi સૌ પ્રથમ ઈટલી જશે
આ પણ વાંચો - પાકિસ્તાનની સંસદમાં ભારતની ચૂંટણીના થયા વખાણ