Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રોમાનિયામાં ગેસ સ્ટેશનમાં વિસ્ફોટ, એકનું મોત અને 46 ઘાયલ, PM એ ઈમરજન્સી બેઠક બોલાવી

અહેવાલ : વિજય દેસાઈ, અમદાવાદ રોમાનિયાની રાજધાની બુખારેસ્ટમાં શનિવારે એક ગેસ સ્ટેશનમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 46 અન્ય ઘાયલ થયા હતા. ન્યૂઝ એજન્સી રોયટર્સે આ જાણકારી આપી છે. સરકારના ઇમરજન્સી રિસ્પોન્સ યુનિટ (IGSU)...
રોમાનિયામાં ગેસ સ્ટેશનમાં વિસ્ફોટ  એકનું મોત અને 46 ઘાયલ  pm એ ઈમરજન્સી બેઠક બોલાવી

અહેવાલ : વિજય દેસાઈ, અમદાવાદ

Advertisement

રોમાનિયાની રાજધાની બુખારેસ્ટમાં શનિવારે એક ગેસ સ્ટેશનમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 46 અન્ય ઘાયલ થયા હતા. ન્યૂઝ એજન્સી રોયટર્સે આ જાણકારી આપી છે. સરકારના ઇમરજન્સી રિસ્પોન્સ યુનિટ (IGSU) દ્વારા હાજર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

8 ગંભીર

રોમાનિયા સરકારે કહ્યું કે અકસ્માતમાં ઘાયલ થયેલા 46 લોકોમાંથી 8 લોકો ખરાબ રીતે દાઝી ગયા છે અને તેમની હાલત ગંભીર છે. ઇમરજન્સી રિસ્પોન્સ યુનિટના પ્રભારી રાયદ અરાફાતે પત્રકારોને જણાવ્યું હતું કે શનિવારે સાંજે એલપીજી સ્ટેશન પર ફરીથી બીજો વિસ્ફોટ થયો હતો, જેમાં 26 અગ્નિશામકો ઘાયલ થયા હતા.

Advertisement

ફાયર ટીમો તૈનાત

ગેસ સ્ટેશન પર વિસ્ફોટ થયા બાદ લગભગ 25 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે તૈનાત છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે આગ પર હજુ કાબુ મેળવવો બાકી છે. અરાફાતે કહ્યું કે સ્થળ પર ત્રીજો વિસ્ફોટ થઈ શકે છે કારણ કે ત્રીજી ટાંકીથી ખતરો હતો.

Gas station explosion in Romania

Advertisement

PM એ ઈમર્જન્સી બેઠક બોલાવી

દરમિયાન, વડા પ્રધાન માર્સેલ સિઓલાકુએ અકસ્માતનો સામનો કરવા માટે સંકળાયેલી રાજ્ય એજન્સીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી. તેમણે મીટિંગ પછી પત્રકારોને જણાવ્યું હતું કે આજે રાત્રે વધુ ચાર દર્દીઓને ઇટાલી અને બેલ્જિયમની હોસ્પિટલોમાં સ્થાનાંતરિત કરવામાં આવશે.

આ પણ વાંચો : ધરપકડ બાદ અમેરિકામાં ટ્રમ્પ તરફી સહાનુભૂતિનો જુવાળ, માત્ર બે દિવસમાં મળ્યું 70 લાખ ડોલરનું દાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.