પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન ખાનની પાક રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઈમરાનની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે તેમણે હાલમાં જ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના અધિકારી મેજર જનરલ ફૈઝલ નસીર પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
જણાવી દઇએ કે, ઈમરાને કહ્યું હતું કે મેજર જનરલ ફૈઝલ નસીર તેમને મારી નાખવાનું કાવતરું ઘડી રહ્યા હતા. ઈમરાનના આ નિવેદન બાદ હંગામો મચી ગયો હતો અને પાકિસ્તાન સેનાએ પણ તેમને નિશાન બનાવ્યા હતા અને તેમના નિવેદનની ટીકા કરી હતી. પીટીઆઈ નેતા મુસર્રત ચીમાએ ટ્વિટર પર એક વીડિયો સંદેશમાં કહ્યું, "તેઓ અત્યારે ઈમરાન ખાનને ટોર્ચર કરી રહ્યા છે, તેઓ ખાન સાહબને માર મારી રહ્યા છે. તેઓએ ખાન સાહબ સાથે કંઈક કર્યું છે". પીટીઆઈના અઝહર મશવાનીએ આરોપ લગાવ્યો છે કે, રેન્જર્સ દ્વારા ઈમરાનનું કોર્ટની અંદરથી "અપહરણ" કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે પાર્ટીએ દેશભરમાં વિરોધ પ્રદર્શન માટે તાત્કાલિક કોલ આપ્યો છે. વળી, પીટીઆઈના ઘણા નેતાઓનું કહેવું છે કે ઈમરાન ખાન પર હુમલો કરવામાં આવી રહ્યો છે.
Former Pakistan PM & PTI chief Imran Khan has been arrested from outside the Islamabad High Court (IHC) by Rangers, reports Pakistan's Dawn News pic.twitter.com/FHFTw3wUbr
— ANI (@ANI) May 9, 2023
વળી, પીટીઆઈના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પણ ઈમરાન ખાનના વકીલનો વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ઈમરાન ખાનના વકીલ લોહીથી લથપથ જોવા મળે છે. તેના માથા પર ગંભીર ઈજા છે અને તે ખરાબ રીતે ઘાયલ જોવા મળે છે. જણાવી દઇએ કે, ઈમરાન ખાન વિરુદ્ધ તોશાખાના કેસ સહિત કુલ 114 કેસ નોંધાયેલા છે. તેમના પર લાંબા સમયથી ધરપકડની તલવાર લટકી રહી હતી અને પોલીસ તેમના ઘરે અનેકવાર ગઈ હતી, પરંતુ તેમની ધરપકડ થઈ શકી ન હોતી. હાલમાં ઈમરાન ખાનની ધરપકડ કરીને ક્યાં લઈ જવામાં આવ્યા છે તેની માહિતી ઉપલબ્ધ નથી.
આ પણ વાંચો - બિલાવલ સાથે ભારતીય વિદેશમંત્રીનો વ્યવહાર આપણા માટે શરમની વાતઃ ઇમરાન ખાન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ