Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

છેતરપિંડીના કેસમાં Donald Trump ને કોર્ટે ફટકાર્યો 355 મિલિયન US ડોલરનો દંડ

Donald trump : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ટ્રમ્પ સંગઠન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા સિવિલ ફ્રોડ કેસમાં 355 મિલિયન યુએસ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ ન્યૂયોર્કની કોર્ટ દ્વારા લગાવવામાં આવ્યો છે. ટ્રમ્પને ત્રણ વર્ષ માટે ન્યૂયોર્ક...
છેતરપિંડીના કેસમાં donald trump ને કોર્ટે ફટકાર્યો 355 મિલિયન us ડોલરનો દંડ

Donald trump : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ટ્રમ્પ સંગઠન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા સિવિલ ફ્રોડ કેસમાં 355 મિલિયન યુએસ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ ન્યૂયોર્કની કોર્ટ દ્વારા લગાવવામાં આવ્યો છે. ટ્રમ્પને ત્રણ વર્ષ માટે ન્યૂયોર્ક રાજ્યમાં કંપની ડિરેક્ટર તરીકે સેવા આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમના પુત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પને પણ 4-4 મિલિયન યુએસ ડોલરનો દંડ ભરવા માટે કહેવામાં આવ્યું છે. તેમને 2 વર્ષ માટે અધિકારી અથવા ડિરેક્ટર તરીકે કામ કરવાથી રોકી દેવામાં આવ્યા છે.

Advertisement

ટ્રમ્પ વિરુદ્ધ કોર્ટે સંભળાવ્યો કડક નિર્ણય

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી ગઇ છે. જણાવી દઇએ કે, ન્યાયાધીશ આર્થર એન્ગોરોને ડોનાલ્ટ ટ્રમ્પ અને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનને $354 મિલિયનથી વધુ નુકસાની ચૂકવવાનો આદેશ આપ્યો છે. ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સ જેમની ઓફિસ આ કેસ લાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચુકાદો પૂર્વ-ચુકાદાના વ્યાજ સાથે $450 મિલિયનથી વધુનો છે, જે રકમ "ચુકાદો ચૂકવવામાં ન આવે ત્યાં સુધી દરરોજ વધતી રહેશે". કોર્ટે છેતરપિંડીના કેસમાં ટ્રમ્પ વિરુદ્ધ 90 પાનાનો ચુકાદો આપ્યો છે. જાન્યુઆરીમાં સમાપ્ત થયેલી ટ્રાયલમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના બે પુત્રો તેમની સંપત્તિમાં મોટા પાયે વધારો કરવા માટે જવાબદાર હોવાનું જણાયું હતું. જોકે, ટ્રમ્પ અને તેમના પુત્રોએ કોઈપણ પ્રકારની ગેરરીતિનો ઈન્કાર કર્યો છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ કેસને "મારી સાથે છેતરપિંડી" અને "રાજકીય રમત" થતી હોવાનું ગણાવ્યું છે. એક મહિના સુધી ચાલેલી સુનાવણી બાદ જજ આર્થર એન્ગોરોનનો નિર્ણય આવ્યો છે.

Advertisement

ટ્રમ્પના બંને પુત્રો વિરુદ્ધ છેતરપિંડીના આરોપ

એટર્ની જનરલની ઓફિસે જજને વિનંતી કરી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પને 370 મિલિયન યુએસ ડોલર ચૂકવવા કહે. પરંતુ જજે પોતાના નિર્ણયમાં 355 મિલિયન ડોલર ચૂકવવાનું કહ્યું છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પુત્રો પર બેંકો અને વીમા કંપનીઓ સહિત અન્યો સાથે છેતરપિંડી કરીને વિશાળ રિયલ એસ્ટેટ સામ્રાજ્ય બનાવવાનો આરોપ છે. ટ્રમ્પ અને તેમના પુત્રો પર તેમની સંપત્તિને નફો કરવા માટે અતિશયોક્તિ કરવાનો પણ આરોપ છે. જોકે, ટ્રમ્પ અને તેમના પુત્રોએ કોઈપણ પ્રકારની ગેરરીતિનો ઈન્કાર કર્યો છે. તેટલું જ નહીં, પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિએ આ મામલાને તેમની સાથે છેતરપિંડી ગણાવી છે.

આ પણ વાંચો - USA: અમેરિકાના કેન્સાસ શહેરમાં થયો અંધાધૂન ગોળીબાર, 2 લોકોના મોત અને 22 ઘાયલ

Advertisement

આ પણ વાંચો - Alexei Navalny Dead: રશિયામાં રાષ્ટ્રપતિ પુુતિનના સૌથી કટ્ટર વિરોધી નેતાનું થયું શંકાસ્પદ મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.