Canada : ટેક ઓફ કરતા જ પ્લેનના એન્જિનમાં લાગી આગ, પાયલટે આ રીતે બચાવ્યા 402 લોકોના જીવ...
કેનેડા (Canada)ની રાજધાની ટોરેન્ટોથી પેરિસ જતી ફ્લાઈટમાં અચાનક આગ લાગી હતો. રનવે પરથી ટેકઓફ થયાની થોડી જ મિનિટોમાં આગ ફાટી નીકળી હતી. આગની માહિતી મળતાં જ પાયલેટની સમજણથી વિમાન નીચે ઉતાર્યું. આ રીતે વિમાનમાં સવાર 402 લોકોના જીવ બચી ગયા. વિમાનમાં આગ લાગવાની ઘટના બુધવારે એટલે કે પાંચ જૂન મોડી રાત્રે બની હતી. તેનો વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
પ્લેનના જમણા એન્જિનમાં આગ...
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્લેન ટેક ઓફ કરતાની સાથે જ તેમાં આગ લાગી જાય છે. આ આગ પ્લેનના જમણા એન્જિનમાં શરૂ થાય છે. આ કારણે રાતના અંધારામાં એરક્રાફ્ટમાંથી તણખા નીકળવા લાગે છે, એર ટ્રાફિક કંટ્રોલ (ATC)એ આ આગ જોતાં જ પાયલટને તરત જ જાણ કરી હતી.
પાયલોટે યોગ્ય સમયે ડહાપણ બતાવ્યું...
પાયલોટે 'પૈન-પૈન'ની બૂમો પાડીને તાત્કાલિક ઈમરજન્સી જાહેર કરી અને ATC ને તાત્કાલિક રનવે ખાલી કરવાની માંગ કરી. હજાર ફૂટની ઊંચાઈએ ઉડતું પ્લેન નીચે લાવવામાં આવ્યું હતું. આ પછી એરપોર્ટ ક્રૂ મેમ્બરોએ પ્લેનમાં લાગેલી આગને બુઝાવી દીધી અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.
વિમાનમાં 389 મુસાફરો અને 13 ક્રૂ મેમ્બર હતા...
એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું કે એર કેનેડા (Canada) 777 વાઈડ બોડી પ્લેનમાં બુધવારે બપોરે 12:17 વાગ્યે (ટોરોન્ટો સમય) આગ લાગી હતી. રાત્રે 12.39 વાગે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એ પ્લેનના પાયલટને આ જાણકારી આપી. આ પ્લેનમાં 402 લોકો સવાર હતા, જેમાં 389 મુસાફરો અને 13 ક્રૂ મેમ્બર હતા.
વીડિયો વાયરલ થયો હતો...
આ સમગ્ર ઘટના પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X યુઝર ક્રિસ હેડફિલ્ડે કહ્યું કે પાયલટ અને ATC ની સતર્કતાને કારણે સેંકડો મુસાફરોના જીવ બચી ગયા છે. હેડફિલ્ડે 'યુ કેન સી ATC ' નામનો યુટ્યુબ વીડિયો શેર કર્યો છે. તે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પ્લેન ટેકઓફ થતાં જ તેના જમણા એન્જિનમાં આગ લાગી જાય છે. વિમાન લગભગ 1000 ફૂટની ઉંચાઈ પર હતું.
આ પણ વાંચો : Israel Rescue Hostages: હમાસના સકંજામાંથી 4 બંધકોને ઈઝરાયેલની સ્પેશિયલ ફોર્સે બચાવ્યા
આ પણ વાંચો : ચૂંટણી પ્રચાર માટે નીકળેલા ડેન્માર્કના PM પર થયો જીવલેણ હુમલો
આ પણ વાંચો : Elon Musk : “હવે મારી કંપનીઓ ભારતમાં….!”