Osama bin Laden Beer: લાદેનના મોતના 13 વર્ષ બાદ બ્રિટેનમાં તેના નામની બિયર બોટલનું વેચાણ કરાયું શરૂ
Osama bin Laden Beer: કુખ્યાત આતંકવાદી અને Al-Qaeda ચીફ ઓસામા બિન લાદેન (Osama bin Laden) ના નામ પરથી બ્રિટેન (Britain) માં બીયર (Beer) ની બોટલો વહેંચવાની શરૂઆત કરી હતી. 13 વર્ષ પહેલા અમેરિકા (America) ના સૈનિકો દ્વારા મારવામાં આવેલા આતંકવાદીને બ્રિટેન (Britain) ની અંદર બીયર (Beer) ની બોટલો પર નામ આપવામાં આવ્યું. તે ઉપરાંત બીયર (Beer) ની બોટલો પર Osama bin Laden ના ચહેરાને પણ લગાવવામાં આવ્યો હતો.
બ્રિટેનમાં લાદેનના નામની બીયર બોટલની માગ વધી
કંપનીને બિયર માટે હજારો મેસેજ અને નોટિફિકેશન મળ્યા
આજે પણ લોકો તેનો ચહેરો ભૂલી શક્યા નથી
Britain ની અંદર Osama bin Laden ના નામની Beer ની બોટલ મિશેલ બ્રૂઈંગ નામની કંપનીએ બનાવી છે. તે ઉપરાંત કંપનીએ Osama bin Laden ના નામની Beer ની બોટલને સોશિયલ મીડિયા ઉપર પણ શેર કરી હતી. જેને જોઈને Britain ની અંદર આવેલી દરેક લીકર શોપ પર Osama bin Laden ના નામની Beer બોટલ ખરીદવામાં પડાપડી થવા લાગી હતી. આ બોટલની માગ એટલી વધી ગઈ હતી કે, કંપનીએ તેનો ફોન બંધ કરવો પડ્યો.
આ પણ વાંચો: Longest Fingernails World Record: દીકરીની યાદમાં 25 વર્ષથી નખ ના કાપ્યા, જાણો કોણ છે તે મહિલા
કંપનીને બિયર માટે હજારો મેસેજ અને નોટિફિકેશન મળ્યા
View this post on Instagram
આ લિકર કંપની વિશ્વના નેતાઓના નામ પર Beer બનાવવા માટે જાણીતી છે. તે ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનના નામ પરથી કિમ જોંગ આલે અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના નામ પરથી પુતિન પોર્ટર પણ બનાવે છે.લિકર કંપનીના માલિક લ્યુક મિશેલે કહ્યું છે કે તેને અને તેની પત્નીને લાદેનના નામે Beer માટે હજારો મેસેજ અને નોટિફિકેશન મળ્યા છે. તેઓએ દુનિયાના કેટલાક સરમુખત્યારોના નામે પણ દારૂ બનાવ્યો છે. સારી વાત એ છે કે અત્યાર સુધી Beer ના નામથી કોઈને ગુસ્સો આવ્યો નથી.
આ પણ વાંચો: Mount Everest છે કે પછી મુંબઈનું દાદર સ્ટેશન, પહાડ પર ચઢવા લોકોએ લગાવી લાંબી લાઈન… Video
આજે પણ લોકો તેનો ચહેરો ભૂલી શક્યા નથી
કંપનીની વેબસાઇટ અનુસાર, હેડ ઓસામા બિન લેગર સાઇટ્રસ ફ્લેવર લેબલમાં 2011 માં માર્યા ગયેલા અલ કાયદાના નેતાનું કાર્ટૂન દર્શાવવામાં આવ્યું છે. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ ટાવર પર થયેલા હુમલામાં લાદેનનું નામ સામે આવ્યું હતું. જેણે તેને રાતોરાત દુનિયાભરમાં જાણીતું નામ બનાવ્યું. બીયરના વેચાણથી સ્પષ્ટ છે કે લાદેનના મોતના વર્ષો પછી પણ લોકો તેનો ચહેરો ભૂલી શક્યા નથી.
આ પણ વાંચો: landslides : Papua New Guinea માં ભયંકર ભૂસ્ખલન, 2000 થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા…