Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નહીં સુધરે ચીન! કોરોના બાદ વધુ એક ખતરનાક વાયરસ કર્યો તૈયાર

Dangerous Virus : કોરોનાનો સમયગાળો આજે પણ લોકો યાદ કરીને રડતા જોવા મળે છે. આ મહામારીએ લગભગ તમામ લોકોને હચમચાવી દીધા હતા. આ સમયગાળામાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા (people lost their relatives) હતા. આ કોરોનાવાયરસ (Coronavirus) ચીનના વુહાન...
નહીં સુધરે ચીન  કોરોના બાદ વધુ એક ખતરનાક વાયરસ કર્યો તૈયાર

Dangerous Virus : કોરોનાનો સમયગાળો આજે પણ લોકો યાદ કરીને રડતા જોવા મળે છે. આ મહામારીએ લગભગ તમામ લોકોને હચમચાવી દીધા હતા. આ સમયગાળામાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા (people lost their relatives) હતા. આ કોરોનાવાયરસ (Coronavirus) ચીનના વુહાન શહેર (City of Wuhan in China) માંથી આવ્યો હોવાની તે સમયે ખૂબ જ ચર્ચાઓ થઇ રહી હતી. હવે માહિતી મળી રહી છે કે, ચીનમાં વધુ એક ખતરનાક વાયરસ (Dangerous Virus) તૈયાર કરવામાં આવ્યો છે.

Advertisement

માત્ર 3 દિવસમાં મૃત્યુ

કોરોના મહામારીએ વર્ષ 2020માં મોટી સંખ્યામાં લોકોના જીવ લીધા હતા. કેટલાક વૈજ્ઞાનિકો આગળ આવ્યા અને કહ્યું કે કોરોના વાયરસની ઉત્પત્તિ ચીનની વુહાન લેબમાંથી થઈ છે. જો કે, ચીને આનાથી પોતાને દૂર રાખ્યા હતા અને તેનો ઇનકાર કર્યો હતો. હવે કોરોનાવાયરસ બાદ ચીનના વૈજ્ઞાનિકોએ વધુ એક ખતરનાક વાયરસ તૈયાર કર્યો છે. જે 3 દિવસમાં કોઈપણ વ્યક્તિનો જીવ લઇ શકે છે. રિસર્ચ અનુસાર, ચીનની હેબેઈ મેડિકલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઇબોલા વાયરસના કેટલાક ચોક્કસ ભાગો લઈને એક નવો વાયરસ બનાવ્યો છે. આ નવો વાયરસ ઈબોલા વાયરસની જેમ શરીરના કોષોને પણ ચેપ લગાવી શકે છે.

10 હેમ્સ્ટર પર ટેસ્ટિંગ કરવામાં આવ્યું

આ પ્રયોગમાં વૈજ્ઞાનિકોએ પાંચ નર અને પાંચ માદા હેમ્સ્ટરોને આ વાયરસનું ઇન્જેક્શન આપ્યું હતું. બધા હેમ્સ્ટરમાં રસીકરણના ત્રણ દિવસમાં ગંભીર રોગના લક્ષણો જોવા મળ્યા હતા. આ લક્ષણો મનુષ્યોમાં ઈબોલા વાયરસથી થતા રોગ જેવા જ હતા. ચેપ પછી હેમ્સ્ટરનું શરીર નબળું પડી ગયું અને શરીરના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું. ત્રણ દિવસ પછી તેમનું અવસાન થયું. આ સમયગાળા દરમિયાન, કેટલાક હેમ્સ્ટરની આંખોમાં ચેપ પણ જોવા મળ્યો, જેના કારણે તેમની દૃષ્ટિ નબળી પડી ગઈ. ઇબોલા વાયરસથી સંક્રમિત લોકોમાં પણ આ લક્ષણ જોવા મળે છે. તે દર્શાવે છે કે વાયરસ હૃદય, લીવર, ફેફસાં, કિડની, આંતરડા અને મગજ જેવા પેશીઓમાં એકઠા થઈ શકે છે. ઇબોલા વાયરસની જેમ, તે શરીરના કોષોને સંક્રમિત કરી શકે છે.

Advertisement

આ વાયરસ કેમ બનાવવામાં આવ્યો?

ઈબોલાની સારવાર માટે વૈજ્ઞાનિકો સતત સંશોધન કરી રહ્યા છે. પરંતુ, આ સંશોધનમાં એક મોટો પડકાર છે - ઇબોલા સંશોધન માટે અત્યંત સલામત પ્રયોગશાળાઓ (બાયોસેફ્ટી લેવલ 4 (BSL-4) સુવિધાઓની જરૂર છે). વિશ્વભરની મોટાભાગની પ્રયોગશાળાઓ BSL-2 ધોરણોને પૂર્ણ કરે છે. આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય BSL-4 જેવી ઉચ્ચ-સુરક્ષા લેબની જરૂરિયાત વિના ઇબોલાના લક્ષણોને સુરક્ષિત રીતે દર્શાવવાનો માર્ગ શોધવાનો હતો. જણાવી દઇએ કે, આ રિસર્ચના પરિણામો ભલે ડરામણા લાગે, પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેનાથી ઈબોલા વાયરસની રોકથામ અને સારવાર માટે નવી દવાઓ બનાવવામાં મદદ મળી શકે છે.

આ રીતે એક ખતરનાક વાયરસ બનાવવામાં આવ્યો

ઇબોલા સંશોધન માટે અત્યંત સલામત પ્રયોગશાળાઓ (લેબલ-4)ની જરૂરી હોય છે. વિશ્વભરની મોટાભાગની પ્રયોગશાળાઓ ફક્ત લેબલ-2 ધોરણોને પૂર્ણ કરે છે. આવી સ્થિતિમાં, વૈજ્ઞાનિકોએ એક વાયરસ બનાવ્યો જે ઇબોલા જેવો જ છે પરંતુ તેના ઉપયોગ માટે લેબલ-4 જેવી ઉચ્ચ સુરક્ષા લેબની જરૂર નથી. આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ એક નવી પદ્ધતિ શોધી કાઢી છે. તેઓએ VSV નામના વાઈરસને ઈબોલા વાયરસના ખાસ પ્રોટીન સાથે ભેળવ્યું. આ નવા વાયરસનો ઉપયોગ કરીને, વૈજ્ઞાનિકો હવે ઓછી સુરક્ષાવાળી પ્રયોગશાળાઓમાં પણ ઇબોલા રિસર્ચ કરી શકશે.

Advertisement

આ પણ વાંચો - WHO એ જાહેર કરેલા રિપોર્ટમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો! બાળકોમાં થઈ રહી છે આવી અસરો

આ પણ વાંચો - Coronavirus New Variant FLiRT : કોરોનાના નવા વેરિઅન્ટે વધારી આરોગ્ય અધિકારીઓની ચિંતા, જાણો કેટલો ખતરનાક

Tags :
Advertisement

.