Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Afghanistan : કાબુલમાં મિની બસમાં જોરદાર ધમાકો, 2 ના મોત, 14 લોકો ઘવાયા

અફઘાનિસ્તાનની (Afghanistan) રાજધાની કાબુલમાંથી (Kabul) એક મોટા સમાચાર આવ્યા છે. શનિવારે કાબુલમાં જોરદાર વિસ્ફોટ થયો છે. કાબુલના પશ્ચિમી ક્ષેત્રના દશ્ત-એ-બરચી વિસ્તારમાં એક મિની બસમાં જોરદાર ધમાકો થયો હતો, જેમાં બે લોકોના મોત થયા જોવાની માહિતી છે. દરમિયાન, અન્ય 14 લોકો...
afghanistan   કાબુલમાં મિની બસમાં જોરદાર ધમાકો  2 ના મોત  14 લોકો ઘવાયા

અફઘાનિસ્તાનની (Afghanistan) રાજધાની કાબુલમાંથી (Kabul) એક મોટા સમાચાર આવ્યા છે. શનિવારે કાબુલમાં જોરદાર વિસ્ફોટ થયો છે. કાબુલના પશ્ચિમી ક્ષેત્રના દશ્ત-એ-બરચી વિસ્તારમાં એક મિની બસમાં જોરદાર ધમાકો થયો હતો, જેમાં બે લોકોના મોત થયા જોવાની માહિતી છે. દરમિયાન, અન્ય 14 લોકો ઘાયલ થયા હતા. પોલીસે રવિવારે આ ઘટના અંગે માહિતી આપી છે.

Advertisement

અફઘાનિસ્તાનના (Afghanistan) કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ ઝદરાનને ટાંકીને એક સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે, તમામ પીડિતો નાગરિકો છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે હાલ કોઈ માહિતી નથી. પરંતુ, આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

કોઈ જૂથ કે વ્યક્તિએ આ હુમલાની જવાબદારી લીધી નથી

અફઘાનિસ્તાનના (Afghanistan) સ્થાનિકોએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ શનિવારે સ્થાનિક સમયાનુસાર સાંજે સાડા છ વાગ્યે થયો હતો. આ વિસ્ફોટમાં એક મિની બસને નિશાન બનાવવામાં આવી હતી. આમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. અત્યાર સુધી કોઈ જૂથ કે વ્યક્તિએ આ હુમલાની જવાબદારી લીધી નથી.

Advertisement

આ પણ વાંચો - BoycottMaldives : PM મોદી પર વિવાદિત ટિપ્પણી કરનારા માલદીવના નેતાઓનો ભારતીયોએ ઉધડો લીધો

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.