Fault in Qatar Airways AC : ફ્લાઈટમાં કલાકો સુધી AC બંધ રહ્યું, ગરમીના કારણે મુસાફર બેભાન
Fault in Qatar Airways AC : દુનિયાભરમાં ફ્લાઈટ મુસાફરીને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે પણ છેલ્લા ઘણા સમયથી સુરક્ષાની દ્રષ્ટિએ અને હોસ્પિટાલીટીની દ્રષ્ટિએ ઘણી ખામીઓ જોવા મળી છે. તાજેતરમાં વિમાનની અંદર કોઇ ખામી હોવાનું સામે આવ્યું છે. જણાવી દઇએ કે, ગ્રીસમાં કતાર એરવેઝની ફ્લાઈટ (Qatar Airways Flight) માં 3 કલાકથી વધુ સમય સુધી AC માં કોઇ ખામી હોવાના કારણે બંધ થઇ ગયું હતું, જેના કારણે મુસાફરોને ગરમીમાં બેસી રહેવાની ફરજ પડી હતી. આ દરમિયાન મુસાફરો માટે શાંતિથી બેસવું મુશ્કિલ બની ગયું હતું. આ દરમિયાન મુસાફરો સાથે શું શું થયું આવો જાણીએ આ આર્ટિકલમાં...
ફ્લાઈટમાં ગરમીના કારણે બેફાન થયા મુસાફરો
મુસાફરોને સુવિધા આપવી તે ફ્લાઈટ મેનેજમેન્ટની જવાબદારી છે પણ આ વાત કતાર એરવેઝનું મેનેજમેન્ટ ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો તાજેતરમાં સામે આવ્યા છે. તાજેતરમાં સામે આવેલા કતાર એરવેઝના વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, ગરમીથી પરેશાન કેટલાક લોકોએ ભીના વાઇપ્સનો ઉપયોગ શરૂ કર્યો હતો અને ગરમીથી બચવા માટે કપડાના પંખાથી હવા લેવાનું શરૂ કર્યું હતું. ફ્લાઈટમાં કેટલાક મુસાફરો એવા પણ હતા જેમણે પોતાના કપડા પણ ઉતાર્યા હતા જ્યારે કેટલાક ભારે ગરમીને કારણે બેભાન પણ થઈ ગયા હતા. આ સમયગાળા દરમિયાન એથેન્સ એરપોર્ટ પર તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ હતું. આ ફ્લાઈટમાં IMFA વર્લ્ડ મુએથાઈ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ રહેલા ઘણા એથ્લેટ્સ પણ હતા. મળતી માહિતી મુજબ, દોહા જતી કતાર એરવેઝની ફ્લાઈટ એથેન્સના રનવે પર 3 કલાક સુધી ઉભી રહી હતી. આના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. સાઉથ આફ્રિકાના સ્પોર્ટ્સ ડોક્ટર ગાર્થ કોલિન્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે.
Poor service
Passengers 'pass out' on #QatarAirways plane stuck on tarmac for hours without air-con
Passengers likened the sweltering conditions aboard #Qatar Airways flight QR204 to a "sauna".https://t.co/ReBHYMQFXS
ttps://www.youtube.com/watch?v=sSy8tqrh3UA pic.twitter.com/YnCcGUxiPy— Shadi Alkasim (@Shadi_Alkasim) June 14, 2024
એરલાઈન્સ કંપની તરફથી ન મળ્યો કોઈ સપોર્ટ
કોલિન્સે જણાવ્યું કે તમામ મુસાફરો ગરમીથી પરેશાન હતા અને પ્લેનમાં બેભાન થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, અમને આ ઘટના પર એરલાઈન્સ કંપની તરફથી કોઈ સમર્થન મળ્યું નથી. તેમણે કહ્યું કે ફ્લાઇટના ક્રૂ દ્વારા અમને નાનું કોલ્ડ ડ્રિંક આપવામાં આવ્યું હતું. કલાકો સુધી રાહ જોયા બાદ પણ જ્યારે પ્લેન ટેક ઓફ ન થયું ત્યારે મુસાફરોને એથેન્સ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગમાં પરત જવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમની પરેશાનીઓ અહીં પણ પૂરી ન થઈ. કારણ કે ત્યાં પણ લાંબી લાઈનો હતી. કોલિન્સે વધુમાં જણાવ્યું હતું કે એથેન્સથી દોહા જતી ફ્લાઈટ QR 204ની આ ઘટનાને એરલાઈન કંપની દ્વારા ખરાબ રીતે જોવામાં આવી હતી. પ્લેનમાં મુસાફરોને 3 કલાકથી વધુ સમય સુધી રાહ જોવી પડી હતી. આ દરમિયાન પ્લેનના દરવાજા બંધ હતા અને AC પણ આઉટ ઓફ ઓર્ડર હતું.
આ પણ વાંચો - વિમાનમાં યાત્રીએ કર્યો પેશાબ, પછી જે કર્યું તે તમે વિચારી પણ નહીં શકો
આ પણ વાંચો - Pune Airport : એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ પહેલા ટગ ટ્રક સાથે અથડાયું