Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Don : દાઉદ ઇબ્રાહિમ..જેને શોખ અને સંગતે બનાવી દીધો ડોન....!

ડી કંપનીનો બોસ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ ( Don Dawood Ibrahim) સામે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક ઈનામો જાહેર કરવામાં આવ્યા છે. એક સમયે ગુનાખોરીની દુનિયામાં દબદબો ધરાવતા દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim)ના મૃત્યુની અફવા ઘણી વખત ઉડી હતી. સોમવારે...
don   દાઉદ ઇબ્રાહિમ  જેને શોખ અને સંગતે બનાવી દીધો ડોન

ડી કંપનીનો બોસ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ ( Don Dawood Ibrahim) સામે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક ઈનામો જાહેર કરવામાં આવ્યા છે. એક સમયે ગુનાખોરીની દુનિયામાં દબદબો ધરાવતા દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim)ના મૃત્યુની અફવા ઘણી વખત ઉડી હતી. સોમવારે ફરી એકવાર તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હોવાના અને ગંભીર રીતે બીમાર હોવાના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેને ઝેર આપવામાં આવ્યું છે જેના કારણે તેની તબિયત બગડી છે. જો કે તેની સાથે શું થયું છે તેની હજુ પુષ્ટિ થઈ નથી. આતંકનું સામ્રાજ્ય ચલાવનાર દાઉદ આજે પાકિસ્તાનના કરાચી શહેરની એક હોસ્પિટલમાં પલંગ પર પડ્યો છે. કોન્સ્ટેબલનો પુત્ર દાઉદ આતંકવાદનો માસ્ટરમાઈન્ડ કેવી રીતે બન્યો? જાણો તેમના જીવનની સફરની કેટલીક વાતો

Advertisement

સાત વર્ષની ઉંમરે ગુનાઓ કરવાનું શરૂ કર્યું

દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) નો જન્મ વર્ષ 1955માં મહારાષ્ટ્રના રત્નાગીરીમાં થયો હતો અને તેનું પૂરું નામ શેખ દાઉદ ઈબ્રાહિમ કાસકર છે. તેના પિતા શેખ ઈબ્રાહિમ અલી કાસકર મુંબઈ પોલીસમાં હવાલદાર હતા. દાઉદ (Dawood ) બાળપણથી જ શાહી જીવન જીવવા માંગતો હતો, જેના માટે તેણે ચોરી, લૂંટ અને પછી દાણચોરી કરવાનું શરૂ કર્યું. તેની હરકતો જોઈને તેના પિતાએ પહેલા તેને સલાહ આપી પરંતુ જ્યારે તેણે ગુનાનો રસ્તો ન છોડ્યો તો તેના પિતાએ દાઉદને ઘરની બહાર કાઢી મૂક્યો, ત્યારબાદ તે કરીમ લાલાની ગેંગમાં સામેલ થઈ ગયો. વર્ષ 1980માં મુંબઈમાં કરીમ લાલા અને હાજી મસ્તાનની ગેંગનું શાસન હતું, પરંતુ દાઉદે આ બે ગેંગસ્ટરોને પાછળ છોડી દીધા અને ગુનાખોરીની દુનિયાનો તાજ વગરનો રાજા બની ગયો.

Advertisement

પિતાએ જ પહેલીવાર ધરપકડ કરી હતી

દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim)ના પિતાને પોલીસ સ્ટેશનમાં વફાદાર પોલીસ કહેવામાં આવતા હતા અને તેમની ભલાઈની વાતો દરેક જગ્યાએ કહેવામાં આવતી હતી. એકવાર તેમને તેમના પોતાના પુત્રનો કેસ તપાસ માટે સોંપવામાં આવ્યો. તેમણે દરેક રીતે તપાસ શરૂ કરી અને દાઉદ વિશે જાણ થતાં જ તેમણે તેના બે સાથીઓ સાથે તેની ધરપકડ કરી. આ રીતે પિતાએ તેને પહેલીવાર હાથકડી પહેરાવી હતી. આ કેસ હજુ પુધોની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. આટલું જ નહીં તેના પિતાએ દાઉદને બેલ્ટ વડે માર પણ માર્યો હતો.

Advertisement

એક પંજાબી છોકરીને પ્રેમ કરતો હતો

દાઉદ પર લખાયેલા પુસ્તક 'ડોંગરી સે દુબઈ'માં દાઉદ ઈબ્રાહિમની લવ સ્ટોરીનો ઉલ્લેખ કરાયો છે, જેમાં લખ્યું છે કે મુંબઈના મુસાફિર ખાનામાં દાઉદની દુકાન હતી જ્યાં સુજાતા નામની પંજાબી યુવતી રહેતી હતી જેને દાઉદ પ્રેમ કરતો હતો. યુવતીના પરિવારને આ વાતની જાણ થતાં જ હોબાળો મચી ગયો હતો. પ્રથમ, દાઉદ મુસ્લિમ હતો અને બીજું, તેની ગણતરી વિસ્તારના ખરાબ છોકરાઓમાં થતી હતી. દાઉદથી છૂટકારો મેળવવા માટે સુજાતાના પરિવારે તેની સગાઈ અન્ય કોઈ સાથે કરાવી હતી. જ્યારે દાઉદને આ વાતની જાણ થઈ તો તે છરી લઈને તેના ઘરે પહોંચ્યો. ત્યારે ભારે હંગામો થયો હતો. પણ સુજાતાએ પરિવારના નિર્ણય સાથે સાથે જવાનું મુનાસીબ માન્યું હતું.

વિશ્વના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં સામેલ

વર્ષ 2011માં ફોર્બ્સ મેગેઝીને દુનિયાના ટોપ-10 ગુનેગારોની યાદી બહાર પાડી હતી, જેમાં દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim)ને દુનિયાનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર માનવામાં આવ્યો હતો. તેની ધરપકડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે પકડાયો ન હતો. કહેવાય છે કે તે પાકિસ્તાનમાં રહે છે. 12 માર્ચ 1993ના રોજ મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ થયા હતા જેમાં 257 લોકોના મોત થયા હતા અને 700 લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટો પાછળ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમનો હાથ હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે મુંબઈ હુમલા પહેલા જ દાઉદ ઈબ્રાહિમ દુબઈમાં રહેવા લાગ્યો હતો અને ત્યાંથી મુંબઈ પર રાજ કરતો હતો. કહેવાય છે કે મુંબઈ હુમલા બાદ દાઉદ પાકિસ્તાન ગયો હતો અને ત્યાંથી પોતાનું નેટવર્ક ચલાવતો હતો.

એક સમયે દાઉદનો સંપૂર્ણ પરિવાર હતો

દાઉદના પિતા શેખ ઈબ્રાહિમ અલી કાસકર મુંબઈ પોલીસમાં કોન્સ્ટેબલ હતા જ્યારે માતા અમીના બીબી ગૃહિણી હતી. દાઉદના કુલ સાત ભાઈઓ અને ચાર બહેનો અને 13 લોકોનો પરિવાર હતો. દાઉદનો ભાઈ સાબીર ઈબ્રાહિમ કાસકર 1983-84માં ગેંગ વોરમાં માર્યો ગયો હતો. દાઉદનો બીજો ભાઈ નૂરા ઈબ્રાહિમ કાસકર પણ પાકિસ્તાનમાં મૃત્યુ પામ્યો છે. દાઉદનો ભાઈ ઈકબાલ કાસકર થાણે જેલમાં બંધ છે. તેનો પુત્ર રિઝવાન મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.

દાઉદને ચાર બહેનો

દાઉદને ચાર બહેનો છે. ફરઝાના, તુંગેકર, હસીના પારકર (બંને મૃતક), મુમતાઝ શેખ અને સઈદા પારકર. દાઉદ દુબઈ ભાગી ગયા પછી તેના સાળા ઈબ્રાહિમ પારકરે તેનો બિઝનેસ સંભાળવાનું શરૂ કર્યું. પરંતુ અરુણ ગવળી ગેંગે તેની હત્યા કરી હતી. આ પછી હસીના પારકરે આ બિઝનેસ સંભાળ્યો. તેનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું.

દાઉદને 2 પત્ની

દાઉદે બે વાર લગ્ન કર્યા છે. તેના પ્રથમ લગ્ન મહજબીન સાથે થયા હતા. આ લગ્નથી દાઉદને ત્રણ સંતાનો છે જેમાં બે પુત્રી અને એક પુત્રનો સમાવેશ થાય છે. દાઉદની મોટી પુત્રી માહરૂખના લગ્ન 2006માં પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદના પુત્ર સાથે થયા હતા. દાઉદની બીજી પત્ની પાકિસ્તાની પઠાણ છે. પરંતુ તેના વિશે કોઈ વધુ જાણતું નથી.

આ પણ વાંચો-----અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનમાં ઝેર આપી મારી નાખવાનો પ્રયાસની આશંકા

Tags :
Advertisement

.