Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vatican City: માત્ર 800 લોકોનો દેશ છે ખુબ જ અજીબ, અહીં બાળકોનો જન્મ જ નથી થતો

Vatican City: દુનિયામાં ઘણા દેશો એવા છે જે પોતાના નિયમો અને કાયદાને લઈને ચર્ચામાં રહેતા હોય છે. વેટિકન સિટી દુનિયાનો સૌથી દેશ છે. આ દેશના ખાસ વાત એ છે કે,અહીં રહેતા દરેક વ્યક્તિને નાગરિકતા આપે તો પણ તે કાયમી નથી...
vatican city  માત્ર 800 લોકોનો દેશ  છે ખુબ જ અજીબ  અહીં બાળકોનો જન્મ જ નથી થતો

Vatican City: દુનિયામાં ઘણા દેશો એવા છે જે પોતાના નિયમો અને કાયદાને લઈને ચર્ચામાં રહેતા હોય છે. વેટિકન સિટી દુનિયાનો સૌથી દેશ છે. આ દેશના ખાસ વાત એ છે કે,અહીં રહેતા દરેક વ્યક્તિને નાગરિકતા આપે તો પણ તે કાયમી નથી પરંતુ માત્ર અસ્થાયી છે. પોપને પણ અસ્થાયી નાગરિકતા જ આપવામાં આવે છે. આ દેશમાં ઘણા લોકો રહે છે, પરંતુ ખાસ વાત એ છે કે, આ દેશનો નાગરિક ફક્ત એક ખ્રિસ્તી બની શકે છે, તે પણ રોમન કેથોલિક, અન્ય કોઈ ધર્મનો વ્યક્તિ નહીં.

Advertisement

કોઈને પણ સ્થાયી નાગરિકતા નથી મળતી

વેટિકન સિટી રોમની અંદર એક નાનો લેન્ડલોક દેશ છે અને તેની સરકાર હોલી સી છે. હોલી સી અને વેટિકન બંને અનેક પ્રકારના પાસપોર્ટ જારી કરે છે. પોપ વેટિકન સિટી અને હોલી સી બંનેના શાસક છે. ઉલ્લેખનીય છે કે,108 એકડમાં જમીનમાં ફેલાયેલા આ દેશમાં માત્ર 800 લોકો જ છે. એટલે તો તેને વિશ્વનો સૌથી નાનો દેશ કહેવામાં આવે છે. મજાની વાત એ છે કે, આ દેશમાં માત્ર 450 લોકો પાસે જ દેશની નાગરિકતા છે અને તે પણ સ્થાયી તો નથી. મળતી વિગતો પ્રમાણે અહીં કોઈને પણ સ્થાયી નાગરિકતા આપવામાં નથી આવતી. અહીં માત્ર 30 મહિલાઓ છે જેમને અહીંની નાગરિકતા મળી છે, કારણ કે તેમના લગ્ન અહીં ગાર્ડના અન્ય કર્મચારીઓ સાથે થયા છે.

વેટિકન સિટીમાં રોમન કેથોલિક ખ્રિસ્તી લોકો

ઉલ્લેખનીય છે કે, વિશ્વના આ સૌથી નાના દેશમાં માત્ર રોમન કેથોલિક ખ્રિસ્તી લોકોને જ મળે છે. તે પણ જેઓ કેથોલિક ધર્મમાં સૌથી વધુ પ્રભાવશાળી અથવા મહત્વપૂર્ણ છે. ત્યાં વિવિધ રાષ્ટ્રીયતાના પાદરીઓ અને સાધ્વીઓ છે. વેટિકન નાગરિકત્વ તદ્દન અનોખી છે કારણ કે તે જન્મ અથવા રક્ત પર આધારિત નથી પરંતુ વેટિકન સિટીમાં વિવિધ હોદ્દા પર કામ કરતા લોકોને જ આપવામાં આવે છે. વેટિકન સિટી અથવા રોમમાં રહેતા કાર્ડિનલ્સ, તેમજ હોલી સીના રાજદ્વારીઓને પણ દેશના નાગરિક ગણવામાં આવે છે. અહીં બાળકો તેમના માતાપિતા પાસેથી વારસામાં નાગરિકતા મેળવી શકતા નથી. વેટિકન બેવડી નાગરિકતાની મંજૂરી આપે છે. વેટિકન નાગરિકતા એ પણ વિશ્વમાં મેળવવા માટે સૌથી મુશ્કેલ નાગરિકતા છે.

Advertisement

આ દેશમાં કોઈનો પણ જન્મ નથી થતો

પવિત્ર રાજદ્વારી પાસપોર્ટ વેટિકનના નાગરિકોને 10 વર્ષ માટે જારી કરવામાં આવે છે. નોન-વેટિકન લોકો માટે, પાસપોર્ટ 05 વર્ષ માટે જારી કરવામાં આવે છે. આ દેશમાં કોઈ પણ વ્યક્તિ જન્મી શકતી નથી, મતલબ અહીં કોઈ બાળકનો જન્મ થવો શક્ય નથી. કારણ કે ત્યાં કોઈ હોસ્પિટલો નથી. જેઓ વેટિકનની મુલાકાત લેવા ઇચ્છે છે તેમની પાસે પોપ અથવા પોપ ઓથોરિટી દ્વારા માન્ય નાગરિકતા હોવી આવશ્યક છે. વેટિકનમાં જીવન ખાસ છે. દરરોજ રાત્રે શહેરના દરવાજા બંધ થઈ જાય છે. જ્યારે દરવાજા ફરી ખુલે છે ત્યારે સવારે 6 વાગ્યા સુધી આખી જગ્યાને લોકડાઉન કરવામાં આવે છે.

આ પણ વાંચો: Sea Water: તમે ક્યારેય દરિયાનું પાણી પીધું તો નથી ને? એકવાર આ વીડિયો જોઈ લ્યો
આ પણ વાંચો: દેશમાં Petrol and diesel ના ભાવ ઘટ્યા, કાલે સવારે 6 વાગ્યાથી નવો ભાવ લાગુ
આ પણ વાંચો: મફતમાં કરાવો તમારું Aadhaar Card Update, 14 જૂન સુધી ઉપલબ્ધ છે સેવા
Advertisement
Tags :
Advertisement

.