Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

USA : પિટ્સબર્ગ અને ઓહાયોમાં અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત

USA : અમેરિકા (USA ) ના પિટ્સબર્ગમાં એક બારમાં થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા છે અને સાત અન્ય ઘાયલ થયા છે. એલેગેની કાઉન્ટી પોલીસે જણાવ્યું હતું કે તેઓએ પેન હિલ્સમાં બેલેર્સ હુકા લાઉન્જ અને સિગાર બારમાં વહેલી સવારે ગોળીબાર...
usa   પિટ્સબર્ગ અને ઓહાયોમાં અંધાધૂંધ ફાયરિંગ  3ના મોત

USA : અમેરિકા (USA ) ના પિટ્સબર્ગમાં એક બારમાં થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા છે અને સાત અન્ય ઘાયલ થયા છે. એલેગેની કાઉન્ટી પોલીસે જણાવ્યું હતું કે તેઓએ પેન હિલ્સમાં બેલેર્સ હુકા લાઉન્જ અને સિગાર બારમાં વહેલી સવારે ગોળીબાર સામે કાર્યાવહી કરી હતી. આ સિવાય ઓહાયોમાં એક પાર્ટીમાં ફાયરિંગની ઘટના પણ સામે આવી છે. જેમાં એક 27 વર્ષના યુવકનું પણ મોત થયું હતું

Advertisement

બારની અંદર એક પુરુષ અને એક મહિલાના મૃતદેહ મળ્યા

પોલીસે સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે બચાવકર્મીઓને રવિવારે સવારે 3 વાગ્યાની આસપાસ બારની અંદર એક પુરુષ અને એક મહિલાના મૃતદેહ મળ્યા હતા. આ સિવાય સાત લોકો ઘાયલ પણ થયા છે.

બારની અંદર ફાયરિંગ

નિવેદન અનુસાર ઘાયલોને વિસ્તારની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં એકની હાલત ગંભીર છે. કાઉન્ટી પોલીસે જણાવ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર બારની અંદર ઝઘડો થયો અને કેટલાક લોકોએ ગોળીબાર કર્યો. કોઈપણ શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાની કોઈ માહિતી નથી.

Advertisement

ઓહાયોમાં ગોળીબારમાં 25 લોકો ઘાયલ

ઓહાયોમાં એક પાર્ટીમાં ફાયરિંગની ઘટના પણ સામે આવી છે. આમાં એક 27 વર્ષના યુવકનું પણ મોત થયું હતું. અને આ હુમલામાં ઓછામાં ઓછા 25 લોકો ઘાયલ થયા છે. જો કે આ ફાયરિંગનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. અક્રોન પોલીસે જણાવ્યું હતું કે તેઓને મધ્યરાત્રિએ એક ફોન આવ્યો હતો જેમાં તેમને જાણ કરવામાં આવી હતી કે આ ઘટના કેલી એવન્યુ અને 8મી એવન્યુની નજીક બની છે, જે ક્લેવલેન્ડથી થોડે દૂર દક્ષિણમાં છે. ફાયરિંગનું કારણ શું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચો----- Vistara airline flight UK 02: પેરિસથી મુંબઈ જતી વિસ્તારા ફ્લાઈટને બોમ્બની ધમકી મળી, ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું

Advertisement

Tags :
Advertisement

.