Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોણ છે બિપીન ત્રિવેદી? યુવરાજસિંહના 2 સાળાની પણ ભૂંડી ભૂમિકા?

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમીકાંડનો પર્દાફાશ થયા બાદ યુવરાજસિંહના નજીકના સાથીદાર બિપીન ત્રિવેદીએ સ્ટીંગ ઓપરેશનમાં યુવરાજસિંહે ડમી કાંડમાં નામ ના લેવા બાબતે અલગ અલગ સમયે 1 કરોડ રુપિયાનો તોડ કર્યો હોવાનો સનસનીખેજ ખુલાસો કરતાં ખળભળાટ મચી ગયો છે. બિપીન ત્રિવેદી કોણ છે...
કોણ છે બિપીન ત્રિવેદી  યુવરાજસિંહના 2 સાળાની પણ ભૂંડી ભૂમિકા
Advertisement
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમીકાંડનો પર્દાફાશ થયા બાદ યુવરાજસિંહના નજીકના સાથીદાર બિપીન ત્રિવેદીએ સ્ટીંગ ઓપરેશનમાં યુવરાજસિંહે ડમી કાંડમાં નામ ના લેવા બાબતે અલગ અલગ સમયે 1 કરોડ રુપિયાનો તોડ કર્યો હોવાનો સનસનીખેજ ખુલાસો કરતાં ખળભળાટ મચી ગયો છે. બિપીન ત્રિવેદી કોણ છે અને તેણે શું ખુલાસો કર્યા છે તે સ્ટીંગ ઓપરેશનમાં જોવા મળી રહ્યું છે.
કોણ છે બિપીન ત્રિવેદી
ગુજરાત ફર્સ્ટને અત્યંત આધારભુત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બિપિન ત્રિવેદી અને યુવરાજસિંહ બંને ખાસ મિત્રો છે.  યુવરાજસિંહ અને બિપિન ત્રિવેદી બંને ભાવનગર જિલ્લાના હોવાની સાથે ભાવનગરની લક્ષ્ય કરિયર એકેડમીમાં સાથે ભણાવવાનું કામ કરતા હતા. બંને સારા મિત્રો છે. યુવરાજસિંહ જ્યારે આમ આદમી પાર્ટીમાં હતા અને ભાવનગરની કોઈ સીટ પરથી ટિકિટ મળે તે માટે નિષ્ણાંતોનું માર્ગદર્શન અપાવવા બિપિન ત્રિવેદીએ સહયોગ પણ કર્યો હતો.જો કે હવે ડમી કાંડ મામલે યુવરાજસિંહના નજીકના સગાઓ દ્વારા તોડ કરવાનો આરોપ તેમના મિત્રએ લગાવતા શિક્ષણ આલમમાં ચકચાર જાગી છે. યુવરાજસિંહ વિદ્યાર્થી નેતા હોવાની વાતો કરે છે પણ આ વાયરલ સ્ટીંગ ઓપરેશનમાં તેમના જ ખાસ મિત્રએ કેટલાક લોકોના નામ ના લેવાના બાબતે 1 કરોડ રુપિયાનો તેમણે તોડ કર્યો છે. યુવરાજસિંહ તેમના બે નજીકના સાથીદાર મારફતે તોડ કરતા હોવાનું સ્ટીંગ ઓપરેશનમાં સાંભળવા મળે છે. યુવરાજસિંહનો સાળો પૈસાની માગ કરે છે તેવું સાંભળવા મળે છે.
11 વર્ષથી ચાલતું હતું કૌંભાડ
બીજી તરફ ડમી કાંડ 11 વર્ષથી ચાલતો હોવાનું પણ પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે.  ભાવનગરમાં 36 લોકો વિરૂદ્ધ  ફરિયાદ નોંધાઇ છે.  2012થી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ કૌભાંડ ચાલતું હતું અને પરીક્ષામાં  ડમી બેસાડીને અસલી ઉમેદવારને પાસ કરાવતા હતા. સમગ્ર કૌંભાડમાં  શરદકુમાર ભાનુશંકર પનોત મુખ્ય આરોપી છે જ્યારે  તમામ આરોપી સિહોર અને  તળાજા તાલુકાના છે. ડમી કાંડની તપાસમાં હજું મોટા ખુલાસાઓ અને  કરોડોની લેવડ દેવડના ખુલાસા થઈ શકે છે.
કોણ સાચું 
આ સ્ટીંગ ઓપરેશન થતાં હવે  યુવરાજસિંહ કે બિપીન ત્રિવેદીમાં કોણ સાચું છે તેની ભારે ચર્ચા થઇ રહી છે. આ સ્ટીંગ ઓપરેશનમાં યુવરાજસિંહ પર ગંભીર આરોપ લગાવાયા છે જેમાં  ડમી, પેપરલીકના નામે યુવરાજસિંહ તોડ કરતો હોવાનો દાવો કરાયો છે.
ખુદ મિત્રએ જ ખોલી પોલ
ખુદ  યુવરાજસિંહના મિત્રએ જ યુવરાજને ઊઘાડો પાડ્યો છે. બિપીન ત્રિવેદી કહે છે કે  યુવરાજસિંહ પોતાના સાળા સાથે મળીને તોડ કરે છે.  શિવુભા અને કાનભા યુવરાજસિંહના સાળા છે. તેણે આરોપ પણ લગાવ્યો કે  પ્રદિપ પાસેથી 45 લાખ પડાવ્યાનો ઓપરેશનમાં આરોપ લગાવ્યો છે જ્યારે  પ્રકાશ પાસેથી 55 લાખનો તોડ કર્યાનો દાવો કરાયો છે.  મીડિયામાં બંનેના નામ નહીં ઉછાળવા પૈસા લીધા હોવાનો દાવો કરાયો છે.
ગોરખધંધાનો પર્દાફાશ
આ  વાયરલ સ્ટીંગ ઓપરેશનમાં યુવરાજના ખોરખધંધાનો પર્દાફાશ થયો છે જેમાં ભાવનગર ડમી કેસમાં યુવરાજસિંહ પાસે 40ના નામ હતા પણ  યુવરાજસિંહે માત્ર ચાર ડમી ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.  જ્યારે ભાવનગર પોલીસે 36 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. યુવરાજસિંહ સાથે બંને સાળા મળેલા હોવાનો બિપીનના સ્ટીંગમાં દાવો કરાયો છે.
Tags :
Advertisement

.

×