Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rakshabandhan : યુવતીઓ અને બાળકોએ ગોલ્ડન કટારના વીર સૈનિકોને બાંધી રાખડી 

દેશભરમાં આજે ભાઇ-બહેનના પવિત્ર સંબંધનું મહત્વ સમજાવતા તહેવાર રક્ષાબંધન (Rakshabandhan)ની ઉજવણી થઇ રહી છે. આ પર્વની ઉજવણીમાં ભારતીય સેનાના જવાનોને પણ બહેનોએ રાખડી બાંધી હતી અને તેમની અને દેશની સલામતીની પ્રાર્થના કરી હતી. રક્ષાબંધનની ઉજવણીમાં પણ સામાન્ય નાગરીકો સામેલ થયા...
rakshabandhan   યુવતીઓ અને બાળકોએ ગોલ્ડન કટારના વીર સૈનિકોને બાંધી રાખડી 
દેશભરમાં આજે ભાઇ-બહેનના પવિત્ર સંબંધનું મહત્વ સમજાવતા તહેવાર રક્ષાબંધન (Rakshabandhan)ની ઉજવણી થઇ રહી છે. આ પર્વની ઉજવણીમાં ભારતીય સેનાના જવાનોને પણ બહેનોએ રાખડી બાંધી હતી અને તેમની અને દેશની સલામતીની પ્રાર્થના કરી હતી.
રક્ષાબંધનની ઉજવણીમાં પણ સામાન્ય નાગરીકો સામેલ થયા
દેશના સશસ્ત્ર દળોના સૈનિકો સરહદ સહિત દેશભરમાં વિવિધ સ્થળોએ ખડેપગે રહીને દેશની રક્ષા કરી રહ્યા છે. તહેવારો પણ તેઓ પોતાની ફરજના સ્થળે જ મનાવે છે. તહેવારોમાં પરિવાર અને મિત્રોથી દુર રહેલા જવાનોને તહેવારમાં તેમની યાદ અચૂક આવે છે. જો કે આપણા દેશના લોકો પણ આવા જવાનો સાથે તહેવારની ઉજવણી કરીને તેમને પણ પરિવારની યાદ ના આવે તેવા પ્રયાસો કરે છે ત્યારે આજે ભાઇ બહેનના પવિત્ર પ્રેમના તહેવાર રક્ષાબંધનની ઉજવણીમાં પણ સામાન્ય નાગરીકો સામેલ થયા હતા.

Advertisement

સૈનિકોને બાંધી રાખડી
અમદાવાદના ગોલ્ડન કટાર ખાતે ફરજ બજાવતા આર્મીના જવાનોને આજે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મહિલાઓ અને યુવતીઓએ રાખડી બાંધી હતી અને તેમની અને દેશની સલામતીની પ્રાર્થના કરી હતી. ઇન્ડિયન આર્મીના જવાનો પણ રાખડી બંધાવીને ખુશ જણાતા હતા અને તેમની લાગણી રોકી શક્યા ન હતા.
સિવિલ સોસાયટી અને સશસ્ત્ર દળો વચ્ચે મજબૂત બંધન
આજે  સિવિલ સોસાયટી અને સશસ્ત્ર દળો વચ્ચે મજબૂત બંધન જોવા મળ્યું હતું અને લોકોએ દેશના બહાદુર સૈનિકોને રાખડી બાંધી પોતાની લાગણી પ્રગટ કરી હતી.
Tags :
Advertisement

.